________________
દ્વિતીય પરિચ્છેદ
૩૪૧ अन्ये तु ज्ञानस्य विक्षेपशक्त्यंशं विहायावरणशक्त्यंशमात्रनिवर्तकत्वं न स्वाभाविकम् । ब्रह्मज्ञानेन मूलाज्ञानस्य शुक्त्यादिज्ञानेनाऽवस्थाऽज्ञानस्य चावरणशक्त्यंशमात्रनिवृत्तौ तस्य विक्षेपशक्त्या सर्वदाऽनुवृत्तिप्रसङ्गात् । न च बिम्बोपाधिसनिधिरूपविक्षेपशक्त्यंशनिवृत्तिप्रतिबन्धकप्रयुक्तं तत् । बिम्बोपाधिसन्निधानात् प्रागेव बिम्बे चैत्रमुखे दर्पणसंसर्गाद्यभावे दर्पणे चैत्रमुखाभावे वा प्रत्यक्षतोऽवगम्यमाने विक्षेपशक्त्यंशस्यापि निवृत्त्यवश्यम्भावेन तत्काले तयोस्सन्निधाने सति उपादानाभावेन प्रतिबिम्बभ्रमाभावप्रसङ्गात् । अतो मूलाज्ञानमेव प्रतिबिम्बाध्यासस्योपादानम् ।
न चात्राप्युक्तदोषतौल्यम् । पराविषयवृत्तिपरिणामानां स्वस्व विषयावच्छिन्नचैतन्यप्रदेशे मूलाज्ञानावरणशक्त्यंशाभिभावकत्वेऽपि तदीयविक्षेपशक्त्यंशानिवर्तकत्वात् । अन्यथा तत्प्रदेशस्थितव्यावहारिक विक्षेपाणामपि विळयापत्तेः ।
न च प्रतिबिम्बस्य मूलाज्ञान कार्यत्वे व्यावहारिकत्वापत्तिः, अविद्यातिरिक्तदोषाजन्यत्वस्य व्यावहारिकत्वप्रयोजकत्वात् । प्रकृते च तदतिरिक्तबिम्बोपाधिसन्निधानदोषसद्भावेन प्रातिभासिकत्वोपपत्तेः।
જ્યારે બીજાઓ કહે છે કે જ્ઞાન અજ્ઞાનના વિક્ષેપશક્તિ અંશને છેડીને માત્ર આવરણ-શક્તિ અંશનુ નિવર્તાક હેય એ સ્વાભાવિક હોઈ શકે નહિ કારણ કે (એમ હોય તો) બ્રહ્મજ્ઞાનથી મૂળ અજ્ઞાનના માત્ર આવરણશક્તિ અંશની નિવૃત્તિ થતી હોય અને શુક્તિ આદિના જ્ઞાનથી અવસ્થારૂપ અજ્ઞાનના માત્ર છાવરણશક્તિ અંશની નિવૃત્ત થતી હોય તે તેની (અજ્ઞાનની) વિક્ષેપ શક્તિ (અંશ) થી સર્વદા અનુવૃત્તિ હોવી જોઈએ (-અર્થાત વિદેહકેવલ્યની અવસ્થામાં પણું અજ્ઞાન વિક્ષેપશક્તિ અંશથી ચાલુ રહેશે.) અને તે (માત્ર આવરણશક્તિનું નિવર્તકવ) બિંબ અને ઉપાધિનું સાંનિધ્ય જે વિક્ષેપશક્તિ અંશની નિવૃત્તિમાં પ્રતિબંધક છે તેનાથી પ્રયુક્ત છે એમ (પણ) નથી. તેનું કારણ એ છે કે બિંબ અને ઉપાધિના (આભિમુખ્યરૂ૫) સન્નિધાનની પહેલાં જ (અર્થાત તેની પૂર્વ ક્ષણમાં જ) બિબરૂપ ચૈત્રમુખ વિષે દર્પણદિના સંસર્ગના અભાવનું, અથવા દર્પણમાં ચૈત્રમુખના અભાવનું પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાન થયું હોવાથી વિક્ષેપશક્તિ અંશની પણ નિવૃત્તિ અવશ્ય થવી જ જોઈએ, તેથી તે કાળમાં તે બેનું (બિબ અને ઉપાધિનું) સંનિધાન હોય ત્યારે (અવસ્થા–અજ્ઞાનરૂ૫) ઉપાદાનના અભાવને કારણે પ્રતિબિંબ-બ્રમનો અભાવ પ્રસફત થાય (-પ્રતિબિંબભ્રમ થે જોઈએ નહિ), તેથી મૂળ અજ્ઞાન જ પ્રતિબિંબોધ્યાસનું ઉપાદાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org