________________
દ્વિતીય પરિચ્છેદ
૩૬૯ એ યુક્ત નથી, અન્યથા સાદિ (આદિવાળા) અને અનાદિના વિભાગની ઉપપત્તિ ન રહે.” (આ શંકા બરાબર નથી, કારણ કે જેમ સ્વપ્નમાં કેપવામાં આવતું કેટલુંક ગોપુર આદિ પૂર્વસિદ્ધ તરીકે કલપવામાં આવે છે અને કેટલુંક ત્યારે ઉપન કરવામાં આવતા તરીકે કલપવામાં આવે છે તેમ જાગ્રતમાં પણ કેટલુંક કહ૫વામાં આવતું સાદિ તરીકે કલપવામાં આવે છે અને કેટલુંક અન્યથા (અનાદિ તરીકે) ક૯પવામાં આવે છે માટે તેટલાથી સાદિ-અનાદિ વિભાગની ઉપપત્તિ થાય છે. આથી કાર્ય-કારણ વિભાગની પણ વ્યાખ્યા થઈ ગઈ.
વિવરણ: દરેક આગળની અવિઘાથી ઉપહિત આત્મા પછીની વિદ્યાની કલ્પના કરનાર બને છે એમ કેટલાક કહે છે.
શંકાઃ એમ હોય તે પણ સૌ પ્રથમ અવિદ્યાની કલ્પના કરનાર કોણ? .
ઉત્તર : સો પ્રથમ અવિદ્યા જેવું કશું છે જ નહિ તેથી આ શંકાને સ્થાન નથી. આમ માનતાં અનવસ્થા થાય છે પણ એ દેષરૂપ નથી. અવિદ્યાથી ઉપહિત આત્મા પ્રપંચના કલ્પક તરીકે શ્રુતિસિદ્ધ છે અને તેના આ ક૯૫કવન નિર્વાહ પૂર્વ પૂર્વ અવિદ્યા વિના થઈ શકે જ નહિ તેથી અનવસ્થા દોષ નથી. આ શકા : સિદ્ધાન્તસંગ્રહને બ્લેક છે તે અનુસાર જીવ, ઈશ્વર, વિશુદ્ધચૈતન્ય, જવ અને ઈશ્વરને ભેદ, અવિદ્યા અને અવિદ્યા અને ચૈતન્યને સંબ ધ એ છ પદાથ વેદાન્ત મતમાં અનાદિ છે અને બાકીનાં સાદિ છે. (जीव ईशो विशुद्धा चित्तथा जीवेशयोर्भिदा ।
.. વઘા સરિતાર્યો કરવામનાથ ) અવિદ્યાનું જે પ્રવાહાનાદિ માનવામાં આવે, સ્વરૂપનિત્યત્વ નહિ, તે એ આ સિદ્ધાન્તથી વિરુદ્ધ થાય, કારણ કે ઉપયુક્ત લેકમાં ચૈતન્યની જેમ અવિદ્યાનું પણ સ્વરૂપનિત્ય પ્રતીત થાય છે. સ્વરૂપનિયત્વ ન માનવામાં આવે તે લેકસિદ્ધ અને શાસ્ત્રસિદ્ધ એ સાદિ-અનાદિ વિભાગ છે તેને વિરોધ થશે.
ઉત્તર : સ્વપ્નમાં બધું કલ્પિત છે તેમ છતાં કેટલીક વસ્તુ આગળથી હતી જ એ રીતે કપવામાં આવે છે અને કેટલીક આંખ સામે ઉત્પન્ન કરવામાં આવતી હોય એ રીતે કલ્પવામાં આવે છે, તે જ રીતે જાગ્રત માં પણ કેટલુંક ક૯૫વામાં આવતું પૂર્વ પૂર્વ અવિદ્યાથી ઉપહિત આત્માથી સાદિ તરીકે (જેમકે આકાશાદિ) કલ્પવામાં આવે છે અને કેટલુંક અનાદિ તરીકે (જેમકે અવિદ્યા આદિ) કલ પવામાં આવે છે. આટલી કલ્પનાથી સાદિ-અનાદિ વિભાગને ખુલાસો શકય બને છે. '
શંકા ઘટાદિ વિષય ઘટવિષયક પ્રત્યક્ષજ્ઞાનનું કારણ છે તેથી ઘટદરિટ થાય તે પહેલાં ધટ અનાત હતા એમ જ માનવું જોઈએ. નહી તે કાર્યકારણવિભાગ ન થાય. તેમ જ જે અવિવાથી ઉપહિત ચિદામાં એક જ પિતામ સંસારની કલ્પના કરનાર હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org