________________
૩૭૬
સિદ્ધાન્તરાણ અને દોષ એ ત્રણ કારણથી ઉત્પન્ન થયેલું હોય છે તેથી કલ્પનાસમસમય છે. કલ્પનાસમસમય ન હોવા છતાં આકાશ આદિ પ્રપંચ મિથ્યા તે છે જ. - મિથ્યાવનું ત્રિવિધ નિર્વચન છે. અધિષ્ઠાનના સમ્યજ્ઞાન માત્રથી જેની નિવૃત્તિ થઈ શકે તે મિથ્યા હોય છે – જેમ કે અધિષ્ઠાનભૂત શુક્તિના સમ્યજ્ઞાન માત્રથી અયસ્ત રજતની નિવૃત્તિ થાય છે. બીજુ નિર્વચન એ કે જે સ૬ –અસ–વિલક્ષણ હોય તે મિથ્યા. કેવળ સવિલક્ષણને મિથ્યા કહેતાં લક્ષણ અસત્ શશશંગને લાગુ પડત; અને કેવળ અસદ્દ વિલક્ષણ કહેતાં લક્ષણ સત બ્રહ્મને લાગુ પડત. આ અતિવ્યાપ્તિ દોષ ટાળવાને માટે “સદસવિલક્ષણ' એમ મિથ્યા'નું લક્ષણ છે. ત્રીજુ લક્ષણ-અધિષ્ઠાનમાં જ્ઞાત જે અત્યન્તભાવ તેને જે પ્રતિયોગી તે મિથ્યા. જેમ કે શક્તિજિતની ઉપાધિ કે અધિષ્ઠાનરૂપ શુક્તિમાં રહેનાર “જ્ઞાત થતા શુતિ-રજતને” –કાલિકનિષેધરૂપ અન્યતાભાવ છે–શુક્તિમાં રજત નથી, નહોતું અને હશે નહીં; આ અત્યન્તાભાવનું પ્રતિયોગી રજત છે તેથી તે મિથ્યા છે. મિથ્યાત્વનાં ત્રણેય લક્ષણ પ્રપંચને લાગુ પડે છે. આકાશ આદિ પ્રપંચને બ્રહ્મ ૫ અધિષ્ઠાનના સાક્ષાત્કારથી જ બાધ થાય છે. ધટાદિને સત્ય માનનાર પક્ષમાં પણ શાનથી તેમને નાશ થઈ શકે (“હું ઘટને નાશ કરું'—એ સંકલ્પથી, પણ માત્ર જ્ઞાનથી નહિ) તેથી અહીં જ્ઞાન એકથી જ નાશ થઈ શકે એમ કહ્યું છે. સત્ય વસ્તુને નાશ માત્ર જ્ઞાનથી થાય છે એમ સયત્વવાદી સ્વીકારતા નથી. તેથી આ સૃષ્ટિદષ્ટિવાદને સત્યત્વવાદથી ભેદ નથી એમ નહિ. વળી સત્યત્વવાદી પ્રપંચને સદ્ધપ માને છે, તેઓ તેને સદિલક્ષણ નહી માને એથી આ બાબતમાં પણ ભેદ નથી એમ નહિ. સત્ય વવાદી ઘટાદિના ઉપાદાનમાં ઘટાદિને વૈકાલિક નિષેધ સ્વીકારતા નથી. જ્યારે અહીં પ્રપંચને તેના ઉપાદાન બ્રહ્મમાં સૈકાલિક નિષેધ માને છે. આ ત્રીજા લક્ષણમાં પણ સત્યત્વવાદીથી ભેદ છે. આમ સૃષ્ટિદષ્ટિવાદમાં પણ જગત મિથ્યા જ માનવામાં આવે છે.
नन्वेवमहङ्कारतद्धर्माणामपि उक्तरूपमिथ्यात्वं वियदादिवत् कल्पितवाभावेऽपि सिध्यतीति भाष्यटीकाविवरणेषु तदध्यासे कारणत्रितयसम्पादनादियत्नो व्यर्थ इति चेत्,
अहङ्कारादीनामपि केवलसाक्षिवेद्यतया शुक्तिरजतवत् प्रातिभासिकत्वमभिमतमिति चित्सुखाचार्याः ॥
अभ्युपेत्यवादमानं तत् । 'अद्वितीयाधिष्ठानब्रह्मात्मप्रमाणस्य चैतन्यस्य' इत्यादितत्रत्यकारणत्रितयसम्पादनग्रन्थस्य चैतन्यस्य ... प्रमाकरणत्वे वेदान्तकरणत्वादिकल्पनामाप्रसङ्गेन प्रौढिवादत्वस्य स्फुटत्वादिति रामादयाचार्याः ॥७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org