________________
દ્વિતીય પારદ
૩૦૭ ધમ પારમાર્થિક સિદ્ધ થાય છે માટે ધમી પ્રપંચના પારમાર્થિકત્વને નિવારી શકાશે નહિ. આમ બ્રહ્માતની ક્ષતિ થાય છે.
આ શંકાને ઉત્તર પણ ઉપર કહેલી દલીલથી અપાઈ જાય છે. મિથ્યાત્વ ધમ ધમની સાથે સમાન સત્તાવાળું દેવું જોઈએ માટે વ્યાવહારિક છે એમ માનીને મિથ્યાત્વના ધમી એવા પ્રપંચમાં સત્યત્વપર્યાવસાયી એવું પ્રપંચસત્યત્વમાં પારમાણિકવનું આપાદન વિરોધને કારણે સંભવતું નથી. મિથ્યાત્વવાળા પ્રપ ચમાં પારમાર્થિક સત્ય છે એમ મનાવી શકાય નહિ. એવી દલીલ કરી શકાય નહિ કે પ્રપંચમાં પારમાર્થિક સત્યવને અભાવ હોય તે તેમાં પ્રતિભાસિક કે વ્યાવહારિક સત્ય પણ અગાઉ બતાવ્યા પ્રમાણે હોઈ શકે નહિ તેથી સવના અનુભવને વિરોધ થાય છે. આ દલીલ બરાબર નથી કારણ કે પ્રપંચમાં વ્યાવહારિક જ સત્ત્વને સ્વીકાર હોવાથી અનુભવને વિધ રહેતું નથી. મિથ્યાત્વ અને સત્યત્વ બને વ્યાવહારિક હોય તે સમાન સત્તાવાળા હેવાને કારણે એક સ્થાનમાં રહી શકે નહિ એમ પણ કહેવું જોઈએ નહિ, કારણ કે મિથ્યાત્વથી અવિરુદ્ધ અને બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી અબાધિત સ્વરૂપવાળું પ્રપંચસત્વ પ્રત્યક્ષાદિને વિષય છે એમ વારંવાર કહ્યું છે.
अथ वा यो यस्य स्वविषयसाक्षात्कारानिवत्यों धर्मः, स तत्र स्वविरुद्धधर्मप्रतिक्षेपकः। शुक्तौ शुक्तितादात्म्यं तद्विषयसाक्षात्कारानिवय॑म् अशुक्तित्वविरोधि, तत्रैव रजततादात्म्यं तन्निवय॑मरजतत्वाविरोधीति व्यवस्थादर्शनात् । एवं च प्रपञ्चमिथ्यात्वं कल्पितमपि प्रपञ्चसाक्षात्कारानिवर्त्यमिति सत्यत्वप्रतिक्षेपकमेव । ब्रह्मणः सप्रपन्चत्वं तु ब्रमसाक्षात्कारनिवर्त्यमिति न निष्प्रपञ्चत्वप्रतिक्षेपकमिति ।
અથવા જે (મ) જે (મી)ને પિતાના વિષેના સાક્ષાત્કારથી નિવૃત્તિ ન પામે તે ધમ હોય તે જ ત્યાં સુધીમાં) પોતાનાથી વિરુદ્ધ ધમને પ્રતિક્ષેપક (-તેને ત્યાં રહેવા નહીં દેનાર) હોય છે. કારણ કે શુક્તિમાંનું શુક્તિાદાઓ જે તે (શક્તિ) વિષેના સાક્ષાત્કારથી નિવૃત્ત થતું નથી તે અશુક્તિત્વનું વિરોધી છે (જ્યારે) ત્યાં જ ૨જતતાદામ્ય તેનાથી નિવૃત્ત થતું હેકાથી અરજતત્વનું વિરોધી નથી એવી વ્યવસ્થા જેવા માં આવે છે અને આમ પ્રપંચમિથ્યાત્વ કહિપત હોવા છતાં પ્રપંચ સાક્ષાત્કારથી નિવૃત્ત થાય તેવું નથી માટે સત્યત્વનું પ્રતિક્ષેપક જ છે. બીજી બાજુએ બ્રહનું સપ્રપંચત્વ બ્રહ્મસાક્ષાત્કારથી નિવૃત્ત થાય તેવું છે તેથી તે નિષ્મપંચત્વનું પ્રતિક્ષેપક નથી એમ અદ્વૈતદીપિકામાં કહ્યું છે).
વિવરણઃ “સર્વત્ર બ્રહ્મસત્તા જ જ્ઞાત થાય છે, તેનાથી અતિરિક્ત વ્યાવહારિક કે પ્રતિભાસિક સત્તા થી' એમ માનનાર પક્ષમાં પ્રતિક્ષેપક થવામાં ધમીની સાથે સમાન સત્તાવાળા હેવું એ પ્રાજક છે એ સમાધાન સંભવતું નથી એમ માનીને બીજું સમાધાન રજુ કર્યું છે. ધમ પોતાનાથી વિરુદ્ધ ધર્મનું પ્રતિક્ષેપક બને તેમાં “પિતાના આશ્રયના સાક્ષાત્કારથી નિવૃત્તિ થાય તેવા ન હોવું' એ પ્રોજક છે કારણ કે તે અને બન્ને પક્ષમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org