________________
દ્વતીય પરિચ્છેદ
૩૮૨ જે એ મને માત્રજન્ય વૃત્તિરૂપ હોય તો વૃત્તિમાત્ર ભય આદિને હેતુ છે કે સ્વાન સપ આદિરૂપ વિષયથી વિશેષિત વૃતિ ભય આદિનો હેતુ છે ? પહેલે વિકલ્પ યુક્ત નથી કારણ કે એવું હોય તે ગમે તે વિષય અંગેની વૃત્તિરૂપ જ્ઞાનથી ભય આદિ થવાં જોઈએ. બીજે વિકલ્પ પણ બરાબર નથી કારણ કે વૃત્તિમાત્ર સત્ય હોય તો પણ તેને વિષય અસત્ય હોવાથી, તેનાથી વિશિષ્ટ વૃત્તિ પણ પ્રતિભાસિક હોવાની. આમ પ્રતિભાસિક જ્ઞાનથી વ્યાવહારિક અર્થ ક્રિયાની ઉત્પતિમાં તે ઉદાહરણ થાય છે–એમ માનીને પ્રથમ ત્રણ વિકલ્પમાંથી બીન વિક૯પના ખંડનમાં કહી શકાય કે ઇન્દ્રિય જ કામ કરતી અટકી ગઈ હોય તે ચક્ષુ આદિથી જન્ય વૃત્તિ સત્ય ન સંભવે. તેથી ચક્ષુ આદિથી જન્ય વૃત્તિજ્ઞાન સત્ય નથી. (તાપિ=જ્ઞાનસ્થાપિ). ત્રીજે વિકપ કે જ્ઞાન સાક્ષીરૂપ અને તેથી સત છે એ પણ યુક્ત નથી. સુંદર સ્ત્રીના દર્શનથી થાય છે તેના કરતાં તેને સ્પર્શ કરવાથી વધારે સુખ થાય છે, અને તેને જ પગથી સ્પર્શ કરવાથી થાય છે તેના કરતાં હાથથી સ્પર્શ કરવાથી વધારે સુખ થાય છે એ અનુભવથી સિદ્ધ છે. એ જ રીતે ભયંકર સર્ષની પૂછડી કે એવા કઈ ભાગને સ્પર્શ કરવાથી ભય થાય છે તેના કરતાં મર્મસ્થળ માથાપર સ્પર્શ કરવાથી વિશેષ ભય થાય છે રેપ અનુભવથી સિદ્ધ છે. જાગ્રત અવસ્થામાં માત્ર વિષયની અપરોક્ષતાથી સુખવિશેષ કે દુખવિશેષ થતા નથી, પણ દર્શન, સ્પશન આદિરૂપ વૃત્તિ વિશેષથી વિશિષ્ટ એવી જે કાયવિષયની અપેક્ષતા તેનાથી થાય છે, કારણ કે માત્ર વિષયની અપરોક્ષતા એકરૂપ હોવાથી વિશેષની પ્રાજક બની શકે નહિ. તેવું જ સ્વપ્નમાં પણ હોવું જોઈએ. આમ સ્વપ્નમાં તે તે વિષયની માત્ર અપક્ષતા જે સાક્ષીરૂપ છે તે સત્ય હોવા છતાં, સુખ ય આદિ ઉત્પન્ન કરનાર જે પ્રતિભાસિક દશન, સ્પશન આદિ વૃત્તિવિશેષથી વિશિષ્ટ તે તે વિષયની અપરોક્ષતા છે તે પ્રતિભાસિક છે. તેથી પ્રતિભાસિકથી વ્યાવહારિક સુખ, ભય આદિને સંભવ છે (એમ અદ્વૈતવિદ્યાચાર્ય કહે છે).
तथा जागरे घटादिप्रकाशनक्षमतत्रत्यपुरुषान्तरनिरीक्ष्यमाणालोकवत्यपवरके सद्यः प्रविष्टेन पुंसा कल्पितस्य सन्तमसस्य प्रसिद्धसन्तमसोचितार्थक्रियाकारित्वं दृष्टम् । तेन तं प्रति घटायावरणं, दीपाद्यानयने तदपसरणं, तन्नयने पुनरावरणमित्यादेर्दर्शनादित्यपि केचित् ॥
તેમ જાગ્રત અવસ્થામાં (પણ) ઘટાદિનું પ્રકાશન કરવા સમર્થ, અને ત્યાં રહેલા બીજા પુરૂષોથી જોવામાં આવતા એવા પ્રકાશવાળી ઓરડીમાં તરત જ દાખલ થયેલા પુરુષથી કલ્પિત જે અંધકાર છે તે પ્રસિદ્ધ અંધકારને ઉચિત અથ ક્રિયા કરતે જોવામાં આવે છે કારણ કે તે (અધકાર થી તે (પુરુષ)ની પ્રતિ ઘટાદિનું આવરણ, દીપ અહિં લાવતાં તેનું અપસરણ, તે (દીપ આદિ) લઈ જતાં ફરી આવરણ આદિ (અથક્રિયા) જોવામાં આવે છે એમ પણ કેટલાક કહે છે.
વિવરણ સ્વપ્નાવસ્થાની જેમ જામત અવસ્થામાં પણ અસત્યથી સત્ય અર્થ ક્રિયા શક્ય છે એમ કેટલાક કહે છે. એક નાની ઓરડી હોય ત્યાં ઘડા વગેરેનું પ્રકાશન કરી શકે એટલે પ્રકાશ છે અને એ પ્રકાશને અનુભવ એ એારડીમાંના બીજા માણસોને થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org