________________
૩૮૪
सिद्धान्तलेशसङ्ग्रहः મરુમરીચિકાજળ આદિની વ્યાવૃત્તિ કરનારું (તેમને જુદા પાડેનારું) એવું અથ. ક્રિયામાં ઉપગી રૂપ કહેવાનું હોય તે પણ કૃતિથી વિરુદ્ધ, પ્રત્યક્ષાદિથી જેનું ગ્રહણ થવું મુશ્કેલ છે તેવું ત્રિકાલાબાધ્યત્વ છોડીને દેવિશેષથી ઉત્પાદ્ય નહિ એવું ૨જતત્વ આદિ જ રજત આદિને ઉચિત અથક્રિયામાં ઉપયોગી રૂપ કહી શકાય છે. તેથી (અર્થ) મિથ્યા હોય તે પણ અર્થક્રિયાકારિત્વને સ ભવ છે તેથી પ્રપંચ મિથ્યા જ છે, સત્ય નથી. (૮)
વિવરણ : કેટલાક પ્રતિભાસિક એવા મમરીચિકાજળ આદિમાં અર્થ ક્રિયાકારિત્વની પ્રયોજક જાતિ માનીને પણ અતિપ્રસંગને પરિહાર કરે છે. જે પ્રતિભાસિક જળમાં પણ જલત્વ ન હોય તે જલત્વથી વિશિષ્ટ તરીકે તેનું બ્રાન્ત જ્ઞાન થાય છે તે ન સંભવે અને ઇષ્ટતાવચ્છેદક જલવ આદિથી તે વિશિષ્ટ છે એવું જ્ઞાન ન થતું હોય તે જળની ઇચ્છા રાખનાર તેને વિષે પ્રવૃત્તિ ન કરે. વળી શુક્તિરજત અને સત્ય રજત અર્થાત પ્રતિભાસિક અને વ્યાવહારિક રજતમાં એક રજતત્વ નતિ ન હોત તો પ્રતિભાસિક અધ્યાસોમાં પૂર્વ દષ્ટના સજાતીયનો વ્યવહાર ભાળ્યાદિ ગ્રંથોમાં છે તે ન સંભવત એ ધ્યાનમાં રાખીને પણ પ્રતિભાસિક જલ આદિમાં જલત્વ આદિ જાતિ માનવા જોઈએ. તે પછી પ્રતિભાસિક પદાર્થોથી અર્ધક્રિયા કેમ નથી થતી? તેમના સફળ ઉપયોગ કેમ નથી કરી શકાતો ? એને ઉત્તર એ છે કે કયાંક એવું બને છે કે દુરથી મરુમરીચકાજલને ભ્રમ થયા પછી નજીક ગયેલા માણસને “આ જળ નથી, આ તે મરીચિકા છે' એમ વિશેષદર્શન થતાં જલને અખાસ પિતાના અજ્ઞાનરૂપ મૂળ સાથે જ નાશ પામે છે તેથી અર્થક્રયાની ઉત્પત્તિ પ્રસક્ત થતી નથી. જ્યાં શક્તિ આદિમાં રજત આદિના અયાસ પછી વિશેષદર્શન થાય છે ત્યાં ઉપર કહ્યું તેમ થાય છે. પણ જ્યાં આવું વિશેષદર્શન નથી થતું ત્યાં અધ્યાસના અધિકાનના સામાન્યજ્ઞાનરૂપ કારણને નાશથી માત્ર રજત આદિના અધ્યાસને નાશ સંભવે છે અને ત્યાં પણ અથ ક્રિયાના ઉત્પત્તિ પ્રસક્ત થતી નથી. આગળ સ્વાનની જેમ' એમ કહીને જે કેટલાક પ્રતિભાસિક પદાર્થોની અર્થર્મિયાકારિતા માનો છે તે ઉક્ત અતિપ્રસંગમાં ઇષ્ટાપતિ પણ છે. - હવે એમ બતાવે છે કે પ્રતિભાસિક પદાર્થોમાં અર્થ ક્રિયાકારિતા નથી હોતા એમ માનીને પણ સત્ય અર્થ ક્રિયાકારિત્વની પ્રતિ કારણુતાવચ્છેદક છે એમ કહી શકાય નહિ. શ્રુતિ તો કહે જ છે કે બ્રહ્મ સિવાય બધું મિથ્યા છે, તેથી અર્થ ક્રિયાકારી પદાર્થો સત્ય છે માટે અર્થ ક્રિયાકારી છે એમ કહેવું શ્રુતિથી વિરુદ્ધ છે. માટે સત્ત્વનું અક્રિયાકારિતાના અવ દક તરીકે પ્રહણ કરવું હશે તે જ “સદ્દરૂપ રજતથી કડું વગેરે થાય છે, તેનાથી વિલક્ષણ શુક્તિરજતથી કડું વગેરે થતું નથી' એમ અન્વય વ્યતિરેકથી સહકૃત પ્રત્યક્ષથી તે કરવું પડશે પણ તેવું સત્વ મિથ્યાત્વથી વિરુદ્ધ ત્રણે કાળમાં અબાધ્યત્વરૂપ નથી હોતું, કારણ કે ત્રિકાલાબાવત્વ પ્રત્યક્ષથી પ્રહણ થઈ શકતું નથી. પ્રત્યક્ષ અને કૃતિના વિરોધને કારણે અનુમાન આદિથી પણ પ્રપંચમાં ત્રણેય કાળમાં અબાધ્યત્વરૂપ સત્ત્વનું ગ્રહણું થઈ શકતું નથી. તેથી સત્ય છે માટે કઈ વસ્તુ અર્થ ક્રિયાકારી છે એમ કહી શકાય નહિ માટે આ વાત પઠ tી મૂકીને એમ કહેવું જોઈએ કે દેવથી જન્ય નહિ એવા રજતવ અને વ્યવહારકાલીન બાધરહિત રજતd આદિ જાતિને લીધે જ રજત આદિની અથકિયાક રિતા છે. આમ પદાથ મિથ્યા હોય તે પણ તેમાં અર્થ ક્રિયાકારિત્વ સંભવે છે તેથી પ્રપંચ મિથ્યા જ છે, તે સત્ય નથી. (૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org