________________
૩૫૫
દ્વિતીય પરિચ્છેદ અધિષ્ઠાનની અપેક્ષા રાખીને થાય. અને અધિષ્ઠાનની અપેક્ષતા મનથી, સ્વતઃ અથવા ચક્ષુથી થાય છે, કારણ કે સ્વપ્નબ્રમ આદિમાં તેમ થ ય છે એમ પ્રસિદ્ધ છે.”
(સંપશારીરક ૧૪૧) એ કલેકથી અપરોક્ષ અધ્યાસને માટે અપેક્ષિત એવી અધિષ્ઠાનની અપરોક્ષતા ક્યાંક સ્વતઃ, ક્યાંક માનસવૃત્તિથી અને ક્યાંક બહિરિન્દ્રિયની વૃત્તિથી થાય છે એમ કહીને
“ અહીં (સ્વપ્નાધ્યાસરૂપ ભ્રમમાં) સ્વતઃ અપરોક્ષ ચૈતન્ય (જ અધિષ્ઠાન છે) તેમ છતાં મ રૂપ-આકૃતિવાળી જ વારંવાર જન્મે છે. સ્વપ્નમાં અપરાક્ષ સ્વપ્નભ્રમ થાય છે તે ચક્ષુને વિષય થાય એવા પિતાના અધિષ્ઠાન વિના પણ મન મનમાં રહેલી રૂપાદિ વાસના)રૂપી નિમિત્તને લીધે થાય છે.
એ જ રીતે મનથી (અપરોક્ષ) જાણી શકાય તેવા આકાશમાં રૂપલેખી ભ્રમ ઘણું કરીને શુકલ આદિ રૂપભેદથી અપરોક્ષતાના બળે જ થતો જોવામાં આવે છે, જેમ ઈન્દ્રિયગમ્યમાં રજતાદિવિશ્વમ થાય છે.” (સંક્ષેપશારીરક ૧.૪૨-૪૩). - ઈયદિ તરત પછીના શ્લેકમાં સ્વપ્નાધ્યાસમાં અધિષ્ઠાનની સ્વતઃ અપરિક્ષતા છે એમ દાખલો આપે છે. અને એવી દલીલ કરી શકાય નહિ કે"અહંકારથી અનવછિન ચૈતન્ય માત્ર (પૂરેપૂરું ચૈતન્ય–દેહની અંદર હોય કે બહાર) આવૃત છે તેથી વૃત્તિ વિના તેનો અભિવ્યક્તિ થઈ શકે નહિ.” (આ દલીલ બરાબર નથી, કારણ કે બ્રહ્મચેતન્ય જ આવૃત છે અને અવિદ્યામાં પ્રતિબિંબરૂપ જીવ-ચૈતન્ય અહંકારથી અનવચ્છિન્ન હોવા છતાં પણ અનાવૃત છે એમ સ્વીકારવામાં આવ્યું છે. અને આમ (સ્વતઃ અપક્ષ જીવએતન્ય અધિષ્ઠાન હોય ત્યારે) અહંકારથી અનવછિન્ન શૈતન્યમાં સ્વનગજ આદિને અધ્યાસ કરવામાં આવે છે ત્યારે તેની સમનિયત તેના અધિષ્ઠાનને વિષય કરનારી જે અન્તઃકરણ આદિની વૃત્તિ થાય છે તેનાથી કરવામાં આવેલી અભેદાભિવ્યક્તિથી “હું આ જોઉં છું” એમ પ્રમાતૃશૈતન્યને વ્યવહાર થાય છે (ચૈતન્યને વિષે એ પ્રમાતા છે એ વ્યવહાર થાય છે).-એમ આ ચિંતકે કહે છે).
વિવરણઃ હવે અવિદ્યામાં પ્રતિબિંબભૂત અનવચિછને ચૈતન્ય જ ખાધ્યાસનું અધિકાન છે એ બીજો મત રજૂ કરે છે. બિંબભૂત અનવછિન્ન ચૈતન્ય વૃત્તિથી અભિવ્યક્ત થઈને સ્વપ્નપ્રપંચનું અધિષ્ઠાન થઈ શકે નહિ, કારણ કે શુદ્ધ બ્રહ્મની જેમ ઈશ્વરતન્ય પણ માત્ર શાસ્ત્રથી એકથી જ ગમ્ય છે તેથી તેને વિષે સ્વનકાળમાં કોઈ વૃત્તિને ઉદય સંભવતો નથી.
શકા : અનવછિન્ન હોવા છતાં પણ અવિદ્યા–પ્રતિબિંબરૂપ છવચૈતન્યને વિષે શબ્દનિરપેક્ષ એવી “અહ” આકારવાળી વૃત્તિ ઉદય પામતી જોવામાં આવે છે તે બ્રહ્મશૈતન્યને વિષે પણ તે જ રીતે વૃત્તિને ઉદય કેમ ન થાય?
ઉત્તર : ના. અહંકાર, શરીર આદિથી અવચ્છિન્ન તન્યને વિષે જ વૃત્તિને ઉદય થાય છે; અહંકાર આદિથી અનવછિન છવચેતન્ય વિષે વૃત્તિને ઉદય થતું નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org