________________
सिद्धान्तलेशसमहः
બને છે ત્યાં સ્વપ્નમાં પણ ચક્ષુ આદિની વૃત્તિઓનો સંચાર કઢપવામાં આવે તે ત્યાં પણ જાગ્રતકાળમાં થાય છે તેમ તેના સ્વપ્રકાશને વિવેક કરે મુકેલ અને તેથી ઢાંકેલી શ્રુતિ પીડિત થાય.
વિવર : શંકા થાય કે સ્વપ્નકાળમાં પદાર્થો ચાક્ષુષ છે ઇત્યાદિ પ્રસિદ્ધ ન હોવા છતાં અનુભવાનુસાર તેવી કલ્પના કરવામાં આવે છે. આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે આમ હોય તે કૃતિને વિરોધ થાય, જાઢકાળમાં ઊઠવું, બેસવું વગેરે વ્યવહારનાં દેહ અને ઇન્દ્રિયો રૂપી સાધને હોય છે અને સૂર્ય આદિને પ્રકાશ જેની મદદથી વ્યવહાર ચાલે છે તે પદાર્થોની સાથે સંકણ રહે છે. અને એ પ્રમાણેના વ્યવહારનાં સાધન તરીકે જ ચક્ષુ આદિથી ઉપન થયેલી વૃત્તિઓ વિષય જ્યાં હોય ત્યાં જાય છે. આ બધાની વચ્ચે તેમના સંપર્ક કે સંસગને લઈને આ માના સ્વયંપ્રકાશ-વને આ પ્રકાશથી જૂદું પાડવું મુશ્કેલ બને છે. આત્માનું સ્વપ્રકાશત્વ એટલે અન્યથી પ્રકાશિત ન થવું અને પિતાના સિવાય જે અન્ય છે, તે સર્વને અવભાસિત કરવાની યોગ્યતાવાળા હોવું. આ સવપ્રકાશત્વનું ગ્રહણ જાગ્રસ્કાળમાં અશકય છે. જાગ્રત્કાળમાં સૂર્ય આદિનો પ્રકાશ અને ચક્ષ આદિથી જન્ય વૃત્તિના પદાર્થોને પ્રકાશિત કરનારા છે એવી પ્રસિદ્ધિ છે તેથી બધું આત્માથી જ પ્રકાશિત થાય છે એમ કહેવું શકય નથી, અને આ મા પોતે પણ “મઢન' (“') એ જ્ઞાનથી પ્રકાશિત થતું હોવાથી એ અન્યથી પ્રકાશિત થતા નથી એમ કહેવું પણ શકય નથી-આવી શંકાનો પરિહાર જામકાળમાં થઈ શકતી નથી કારણ કે તે કાળમાં આત્માના સ્વયંપ્રકાશત્વનો નિર્ણય થઈ શકતો નથી.
જ્યારે સ્વાવસ્થામાં સૂર્યાદિના પ્રકાશને અને ચશ્ન આદિથી જન્ય વૃત્તિજ્ઞાનેને અભાવ હાશાથી “ આત્મચૈતન્ય માત્રથ સ્વ-જગત અવભાસિત થાય છેએ નિર્ણય સંભવે છે. “બદન' એ વૃત્તિરૂપ જ્ઞાન આત્માનું પ્રકાશક નથી એમ કહેવામાં આવશે. આમ અન્યથી અવભાસિત ન હતાં સકલ જગતનું અવભાસક થવાને યોગ્ય હોવું એ લક્ષણવાળું આત્માનું સ્વયંપ્રકાશત્વ સ્વપ્નાવસ્થાનું સાક્ષી છે એ નિર્ણય શક્ય છે.
શકા : “ગાયં પુરુષઃ રાયોતિઃ' એ શ્રુતિનું તાત્પર્ય તેના અભિહિત અર્થ પ્રમાણે જ માનવું જોઈએ તેથી શ્રુતિ એમ જ કહે છે કે સ્વપ્નદશામાં આત્મા સ્વયં પ્રકાશ છે.
ઉત્તર : આત્મા સર્વદા સ્વયં પ્રકાશ છે એ નિશ્ચય “તમેવ માતાનુમતિ સર્જન' (કઠ.૫ ૧૫, મુડક ૨ ૧૧) જેવો શ્રુતિઓની પર્યાલચનાથી થાય છે. “મન્નાથં પુઠs: catfટ' એ શ્રુતિનું તાત્પર્ય યથાશ્રુત અર્થમાં નથી, પણ તેને તાત્પર્ય એ છે કે અહીં સ્વપ્નાવસ્થામાં આત્માનું પ્રકાશ સુવિવેક છે જ્યારે જાય-કાળમાં એ દુવિવેક છે (–તેને જવું, તારવીને અનુભવી શકાતું નથી). આ અથ કરીએ તે જ “a” શબ્દની સાર્થકતા વાળવાઈ રહે તેનું સ્વયંતિષ્ણવ સ્વપ્નાવસ્થાના સાક્ષી તરીકે સુગમ છે એમ શ્રુતિતાત્પર્ય સિદ્ધ થતાં જે એમ માનીએ કે સ્વપ્નાવસ્થામાં પણ જાગ્ર કાળની જેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયની તિને સંચાર છે તે આ શ્રુતિને વિરોધ થાય. આમ સ્વપ્ન-જગતુ આમા માત્રથી ક્ષતિ થાય છે એમ ઠર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org