________________
દ્વિતીય પરિચ્છેદ
૩૬પ तस्मात् सर्वथाऽपि स्वप्ने चक्षुरादिव्यापारासम्भवात् स्वाप्नगजादौ चाक्षुषत्वाद्यनुभवो भ्रम एव ।
અથવા આ તે અન્ત:કરણ છે જેનાથી સ્વપ્ન જુએ છે ઈત્યાદિ શ્રુતિથી સ્વપ્નમાં પણ, કલપતરુમાં કહેલી રીતથી, ભલે સ્વપ્નગજ આદિને વિષય કરનારી અન્તઃકરણવૃત્તિ હોય (-અન્ત:કરણવૃત્તિ છે એમ માનીને તે પણ કંઈ હાનિ નથી). અને તેટલાથી પરિશેષની અસિદ્ધિ થશે એવું નથી. એનું કારણ છે કે “હું” એમ ગૃહીત થતા અન્ત:કરણને છવચૈતન્ય સાથે તદ્દન એક તરીકે અધ્યાસ થયો હોવાથી લેકદષ્ટિએ તેનાથી તેના ભેદની પ્રસિદ્ધિ નથી, તેથી પરિશેષને માટે માત્ર ચહ્ન આદિના વ્યાપારનો અભાવ જ અપેક્ષિત છે. પ્રસિદ્ધ દશ્યમાત્ર દફથી અવભાસગ્ય છે એમ નિશ્ચય હેવાથી પરિશેષને માટે અન્યની અપેક્ષા નથી.
તેથી દરેક રીતે (પૂર્વોક્ત સર્વ પ્રકારથી સ્વપ્નમાં ચક્ષુ અદિના વ્યાપારનો સંભવ ન હોવાને કારણે સ્વપ્નગજાદિને વિષે ચાક્ષુષત્વ આદિને અનુભવ થાય છે તે ભ્રમ જ છે.
વિવરણ ? અથવા જાગ્રતની જેમ સ્વપ્નમાં પણ સ્વપ્નગજાદિ વિષયક અન્તઃકરણવૃત્તિ માની લેવામાં આવે તે સંસારના અભાવની જે શંકા કરવામાં આવે છે તેને અવકાશ જ ન રહે. તેમ છતાં આત્મ ચૈતન્ય એકમાત્ર અવભાસક બાકી રહે છે એમ જે પરિશેષસિદ્ધિ થાય છે તેને હાનિ થતી નથી કારણ કે પરિશેષ પણ લેકદ્રષ્ટિથી ઉપપન્ન છે–એમ પ્રતિપાદન કરનાર બીજે મત અહીં રજૂ કર્યો છે. શ્રુતિનું પણ સમર્થન છે કે સ્વપ્નમાં ચક્ષુ આદિથી જન્ય વૃત્તિને અભાવ હોવા છતાં તેમાં માનસ વૃત્તિ તે છે જ તેથી સંસ્કારને અસંભવ નથી એમ કલપતરમાં બતાવ્યું છે. (શ્રુતિમાં “સત્ત્વ' શબ્દ અખ્ત કરણને માટે પ્રયોજાયો છે– તૃતીયા વિભક્તિથી કરણને અર્થ પ્રાપ્ત થાય છે). અન્તઃકરણને છવચૈતન્ય સાથે તદ્દન એક તરીકે અધ્યાસ કરવામાં આવે છે. ‘હુ જોઉં છું' ઇત્યાદિ રૂપે દ્રષ્ટા તરીકે ગૃહીત થતા અન્તઃકરણનો ચિદાત્માથી ભેદ લેકદષ્ટિએ પ્રસિદ્ધ નથી. તેથી કદષ્ટિએ લેકપ્રસિદ્ધ દ્રષ્ટાથી વ્યતિરિક્ત ચક્ષ આદિ કરણના વ્યાપારને અભાવ જ અપેક્ષિત છે. તેથી સ્વપ્નમાં અન્તઃકરણની વૃત્તિને સદ્દભાવ માનીએ તેટલા માત્રથી ઉપર્યુક્ત પરિશેષની અસિદ્ધિ થાય છે એવું નથી. કહેવાને આશય એ છે કે અન્તઃકરણવૃત્તિ રૂપ વ્યાપાર વસ્તુતઃ કરણને વ્યાપાર છે છતાં લેકપ્રતીતિ અનુસાર તે દ્રષ્ટાને વ્યાપાર બને છે કારણ કે લેકા અન્તઃકરણનું દ્રષ્ટા તરીકે ગ્રહણ કરે છે. - આ બધું જોતાં કોઈ પણ રીતે વિચાર કરતાં સ્વપ્નમાં ચક્ષુ આદિને વ્યાપાર સંભવતો નથી તેથી સ્વનગજ આદિ ઇન્દ્રિયગમ્ય છે એવા જે અનુભવ છે તે માત્મક છે એમાં કઈ શંકા નથી. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org