________________
ઉ૪
सिद्धान्तलेशसङ्ग्रहः વિવરણ : સૂર્યાદિને પ્રકાશ કે ઇન્દ્રિયજન્ય વૃત્તિજ્ઞાન આત્મા ઉપરાંત પદાથને પ્રકાશ કરી શકે. હવે સ્તનકાળમાં સૂર્યાદિને પ્રકાશ કે ઇન્દ્રિયજન્ય વૃત્તિજ્ઞાન નથી તેથી બાકી રહેલા આત્માને જ સ્વપન-જગતને અવભાસક માની શકાય. આમ પરિશેષથી સિદ્ધિ થાય છે–એમ જે કહ્યું છે તે બરાબર નથી કારણ કે હજુ અન્તઃકરણ બાકી રહ્યું છે જે સ્વપ્નાવસ્થામાં ઉપરત નથી હોતું તેથી આભાના સ્વય પ્રકાશત્વને વિવેક સ્વપ્નાવસ્થામાં પણ દુર્ગમ છે. આવી શ કાને ઉત્તર આપતાં કહે છે કે સ્વપ્નાવસ્થામાં મન જ્ઞાનનું કારણ છે એ સિદ્ધ નથી તેથી તે સ્વપ્ન-જગતનું અવભાસક હેઈ શકે નહિ માટે પરિશેષસિદ્ધિ છે જ. ન્યાયનિર્ણયમાં એવું પ્રતિપાદન છે કે મન ચક્ષુ આદિ ઇન્દ્રિયે વિના જ્ઞાનનું સાધન થઈ શકતું નથી; અને તપ્રદીપિકામાં કહ્યું છે કે સ્વપ્નમાં વિવિધ સંસ્કારથી વિશિષ્ટ મન જ સ્વપ્નપ્રપંચાકારથી પરિણામ માને છે; અવિદ્યા વિચિત્ર એવા સ્વપ્રપચકારે પરિણામ પામી શકે નહિ કારણ કે તે સંસ્કારને આશ્રય નથી આમ મન જ્ઞાનને વિષય બનવામાં જ ઉપક્ષીણ થઈ જાય છે તેથી તે વિષયી રૂપ પ્રકાશક બની શકે નહિ જાગકાળમાં ભલે મન જ્ઞાનનું ઝરણું હેય, પણ સ્વપ્નમાં તેના જ્ઞાન કરણ માની શકાય નહિ કારણ કે ત્યારે તે વિષય તરીકે જ અવસ્થિત છે એમ સૂચિત થાય છે.
શ કાઃ સ્વપ્નમાં અન્તઃકરણની વૃત્તિ ન હોય તો તેમાંથી જાગેલા માણસને સ્વપ્નમાં જોયેલા પદાર્થોનું અનુસંધાન–સ્મરણુ–નહીં થાય કારણ કે તેને માટે જરૂરી સંસ્કારને અભાવ હશે.
ઉત્તર : ના, એવું નહીં થાય કારણ કે સુષુપ્તિમાં માનેલી અવિદ્યાવૃત્તિથી તેને સંભવ છે.
શંકા : સુષુપ્તિમાં પણ અવિદ્યાવૃતિ માનવાની જરૂર નથી. સુષુપ્તિ આદિનું સાક્ષી ચૈતન્ય નિત્ય હોવા છતાં સાક્ષીથી ભાસિત થતી સુષુપ્તિ અવસ્થા વિનાશી છે તેથી વિષયભૂત સુષુપ્તિ-અવસ્થાથી વિશિષ્ટ તરીકે તેના સાક્ષીના વિષયભૂત ઉપાધિના નાશલક્ષણ સંસ્કારને સભવ છે તેથી ઊઠીન અનુસંધાન (મરણ) શક્ય બને છે.
- ઉત્તર : વેદાન્તકૌમુદાને માન્ય જે પક્ષ છે કે સુષુપ્તિમાં અવિદ્યાવૃત્તિને અભાવ છે તે પ્રમાણે સ્વપ્નાવસ્થામાં પણ અવિદ્યાત્તિને અભાવ માનીએ તે પણ સ્વપ્નસાક્ષીને પ્રાતિ ભાસિક વિષયથી વિશિષ્ટરૂપે વિષય તરીકે ઉપાધિભૂત સ્વપ્નાવસ્થાના નાશ લક્ષણ સંસ્કારને સંભવ છે તેથી સ્વપ્નમાં જોયેલા પદાર્થોના અનુસંધાનની ઉપ પત્તિ છે.
अथवा 'तदेतत् सत्त्वं येन स्वप्नं पश्यति' इत्यादिश्रुतेरस्तु स्वप्नेऽपि कल्पतरूक्तरीत्या स्वाप्नगनादिगोचरान्तःकरणवृत्तिः । न च तावता परिशेषासिद्धिः । अन्तःकरणस्य 'अहम्' इति गृह्यमागस्य सर्वात्मना जीवैक्येनाध्यस्ततया लोकदृष्टया तस्य तद्वयतिरेकाप्रसिद्धः परिशेषार्थ चक्षुरादिव्यापाराभावमारस्यैवापेक्षितत्वात् । 'प्रसिद्धदृश्यमानं हगवभासयोग्यम्' इति निश्चय तत्वेन परिशेषार्थ न्यानपेक्षणात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org