________________
૩૫૮
सिद्धान्तलेशसमहः एवं शुक्तिरजतमपि शुक्तीदमंशावच्छिन्नचैतन्यप्रतिबिम्बे वृत्तिमदन्तःकरणगतेऽध्यस्यते । शुक्तीदमंशावच्छिन्नबिम्बचैतन्ये सर्वसाधारणे तस्याध्यासे सुखादिवदनन्यवेद्यत्वाभावप्रसङ्गादिति केचित् ॥
એ જ રીતે શુક્તિરજત પણ શુક્તિના ઈદમ' અંશથી અવિચ્છ ચેતન્યનું વૃત્તિવાળા અન્તઃકરણમાં પ્રતિબિંબ છે તેમાં અયસ્ત છે. આમ માનવાનું કારણ એ છે કે શક્તિના “ઈદમ' અંશથી અવછિન્ન બિબરૂપ મૈતન્ય, જે સર્વસાધારણ છે, તેમાં તેને અધ્યાસ હોય તો સુખાદિની જેમ તેનું અનન્યઘવ (–શ્રમ જેને થાય છે તે સિવાય કેઈથી જ્ઞાત ન થવું તે-) છે તેના અભાવ પ્રસિદ્ધ થાય એમ કેટલાક કહે છે.
વિવરણ : કેટલાક સ્વપ્નાપાસ ની જેમ શુક્તિજિતને અધ્યાસ શુક્તિના ઈદમ' અશથી અવચ્છિન્ન ચૈતન્યનું પ્રતિબિંબ વૃત્તિયુક્ત અ ત કરણમાં પડવું હોય છે તેમાં માને છે. શુક્તિના “ઈદમ અંશની સાથે સંસ્કૃષ્ટ વૃત્તિમાં શુક્તિના “ઈદમ' અંશથી અવચિછન્ન બ્રહ્મચૈતન્યનું જે પ્રતિબિંબ હોય છે તેમાં શક્તિજિતને આરોપ થાય છે. ખરેખર તે એ પ્રતિબિંબ વૃત્તિમાં જ રહેલું છે. વૃત્તિ અને વૃત્તિમાનને અભેદોપચાર કરીને (તેમને એક માનીને ) પ્રતિબિંબ અન્તઃકરણમાં છે એમ કહ્યું છે એ ધ્યાનમાં રાખવું એમ કણાનંદતીર્થ' કહે છે. વૃત્તિમાં રહેલા બ્રહ્મપ્રતિબિંબને શુક્તિરજાતનું અધિષ્ઠાન ન માનવામાં આવે છે એ જ સર્વસાધારણ હોવો જોઈએ એ પ્રસંગાપતિ જેવીને તેવી ઊભો રડે દેવદત્તનાં સુખ દુઃખ, રાગ, દ્વેષ આદિ દેવદત્ત સિવાય કોઈને અપરોક્ષ નથી હોતાં અર્થાત તે અનન્ય છે. તે જ રીતે શુક્તિરજતાદિ પણ અનન્યા છે તેથી અન્ત:કરણવૃત્તિમાં પડેલા શુક્તિના ઇદમ' અંશથી અવછિન્ન ચૈતન્યના પ્રતિબિંબને જ અધિષ્ઠાન માની શકાય, અન્યથા તેમનું પ્રત્યક્ષ જ્ઞાન સૌને થવું જોઈએ.
केचिनु बिम्बचैतन्य एव तदध्यासमुपेत्य ' यदीयाज्ञानोपादानकं यत्, तत्तस्यैव प्रत्यक्षम्, न जीवान्तरस्य' इत्यनन्यवेद्यत्वमुपपादयन्ति ॥५॥
જ્યારે કેટલાક બિબચૈતન્યમાં જ તેને (શુક્તિરજતને) અધ્યાસ માનીને જેનું અજ્ઞાન જેનું ઉપાદાન હોય તેને જ તે પ્રત્યક્ષ થાય છે, અન્ય જીવને મહી” એમ અનન્યવેદ્યત્વનું ઉપપાદન કરે છે (–તેને સંભવ બતાવે છે). (૫)
વિવરણ : અધિકાનભૂત ચૈતન્ય સાધારણ હોવા છતાં શુક્તિરજતાદિનું ઉપાદાનભૂત અજ્ઞાન અસાધારણ હોવાથી શુક્તિરજાદિ સર્વસાધારણ નથી એમ કેટલાક સમજાવે છે. વૃત્તિગત પ્રતિબિંબની પ્રતિ જે બિંબભૂત ચૈતન્ય છે તેમાં જ શક્તિરજાને અધ્યાસ છે એ અર્થ છે. અથવા અવિદ્યાપ્રતિબિંબ પ્રતિ બિંબભૂત બ્રહ્મતન્ય જે શુક્તિના “ઇદમ' અશથી અવનિન છે તેમાં અયાસ છે. અસાધારણ એવા વૃત્તિમાં પહેલા રૌતન્યના પ્રતિબિંબમાં અધ્યાસ નથી. (એમ gવ “જ'ને અથ* છે). જે પુરુષનું અજ્ઞાન જે રજતનું ઉપાદાન હોય એ પુરષને જ એ રજત પ્રત્યક્ષ હોય છે. અન્યને નહિ એ કલ્પનાની ઉપપત્તિ છે (એવી કલ્પના વજૂદવાળી છે ) તેથી શુક્તરજતાની સર્વસાધારણુતાને પ્રસંગ નથી એ અર્થ છે. (૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org