________________
सिद्धान्तलेशसङ्ग्रहः અને અહીં પણ ઉક્ત દોષ સમાન રીતે છે એવું નથી. તેનું કારણ એ છે કે જડ વસ્તુ વિષયક (અનઃકરણના) વૃત્તિરૂપ પરિણામે પોતપોતાના વિષયથી અવચિછન્ન ચૈતન્ય પ્રદેશમાં મૂળ આ જ્ઞાનના આવરણશાક્ત અંશને અભિભવ કરે છે તે છતાં તેની વિક્ષેપશક્તિ અંશના એ નિવતક નથી નહીં તે તે પ્રદેશમાં રહેલા વ્યાવહારિક વિપિનો પણ વિલય થઈ જવો જોઈએ
અને એવું પણ નથી કે પ્રતિબિંબ મૂળ અજ્ઞાનનું કાર્ય હોય તે એ વ્યાવહારિક હોય (અર્થાત્ તે પ્રતિભાસિક નહીં પણ વ્યાવહારિક સત્તાવાળું હેવું જોઈ એ ). કેમકે અવદ્યાથી અતિરિક્ત દોષથી ઉત માઘ ન હોવું તે
વ્યાવહારિક ત્વનું પ્રયોજક છે. અને પ્રસ્તુતમાં તેનાથી અતિરિક્ત બિંબ અને ઉપાધિના સનિધાનરૂપે દોષને સભાવ છે તેથી તે પ્રાતિમાસિક હોય એ ઉપપન્ન છે.
વિવરણ: દર્પણદિથી અવહિન ચેતવમાં પણદિનું ઉપાદાન કારણ એવું મૂળ અજ્ઞાન એક છે, અને બીજું અજ્ઞાન જે છે તે અવસ્થારૂપ અજ્ઞાન જેની નિવૃત્તિ દરણાદિના જ્ઞાનથી થઈ શકે છે. અહીં શંકાને બીજે પરિવાર રજૂ કર્યો છે કે મૂળ અજ્ઞાન જેમ દર્પણાદિનું ઉપાદાન છે તેમ પ્રતિબિંબોધ્યાસનું પણ ઉપાદાન છે. અગાઉ કહેલું કે જ્ઞાન માત્ર આવરણ-શક્તિ અંશનું નિવક છે, તે શું તેના સ્વભાવથી જ એવું છે કે પછી વિક્ષેપ-શક્તિ -અંશની નિવૃત્તિમાં કોઈ પ્રતિબંધકની હાજરીને કારણે વિક્ષેપ-શક્તિ-અંશનું એ નિવક બનતું નથી? જો સ્વભાવથી જ તેવું હોય તો બ્રહ્મજ્ઞાનથી પણ મૂલ-અજ્ઞાનની આવરણ-શક્તિ-અંશની જ નિવૃત્તિ થાય અને વિક્ષેપ-શક્તિ અંશ વિદેહમુક્તિની અવસ્થામાં પણ ચાલુ રહે.
આની સામે કદાચ એમ કહેવામાં આવે કે વિક્ષેપ-શક્તિ-અંશનું એ નિવતક તે છે જ પણ તેની નિવૃત્તિને આડે કઈ પ્રતિબંધક આવે છે તેથી તેની નિવૃત્તિ થતી નથી.
જ્યારે આવા પ્રતિબંધકની ગરજ સારતું પ્રારબ્ધ કમ નાશ પામશે ત્યારે બ્રહ્મજ્ઞાનના સંસ્કારથી વિશિષ્ટ ચૈતન્યમાત્રથી વિક્ષેપ અંશની નિવૃત્તિ સંભવશે, તેથી વિદેહમુક્તિની અવસ્થામાં તેની અનુવૃત્તિ નહીં હોય. પ્રતિબિંબોધ્યાસમાં પણ બિંબ અને ઉપાધિના સાંનિધ્યરૂપ પ્રતિબંધકને કારણે અવસ્થા–અજ્ઞાનના વિક્ષેપ-શક્તિ અંશની નિવૃત્તિ થતી નથી.
આવી દલીલને ઉત્તર એ છે કે બિંબ–પ્રતિબિંબ–અભેદ પક્ષ સ્વીકારીએ કે પતિલિંબાયાસ પક્ષ સ્વીકારીએ કેઈમાં પણ અવસ્થા–અજ્ઞાનને કારણુ માની શકાય નહિ. બિંબ–પ્રતિબિંબ-અભેદપક્ષમાં પ્રતિબિંબની ઉત્પત્તિ થતી નથી તે પણ ચૈત્રના બિંબભૂત મુખમાં બિંબd, પ્રતિબિંબત્વ, દર્પણસ્થત્વ આદિ જે અનિર્વચનીય છે તેમની ઉત્પત્તિ રવીકારવામાં આવી છે અને તેનું કારણ ચૈત્ર મુખથી અવરિચ્છન્ન ચૈતન્યમાં રહેલું અવસ્થાઅજ્ઞાન જ છે એમ વિરોધીને કહેવું પડશે. અને તે તે ચૈત્રનું મુખ દર્પણની અભિમુખ થયું તે પહેલાં વિષણુમિત્રે તેને જોયું ત્યારે જ પ્રતિબંધક ન હોવાથી ચૈત્રમુખ-વિષયક વિષ્ણુમિત્રના સાક્ષા.કારથી તેની વિક્ષેપશક્તિ સાથે નષ્ટ થાય છે, અને તે પછીની ક્ષણમાં જ ચૈત્રનું મુખ દર્પણની સામે આવતાં વિષ્ણુમિત્રને પ્રતિબિંબભ્રમ થાય છે કે દણમાં ચૈત્રનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org