________________
દ્વિતીય પચ્છિદ
नन्वनवच्छिन्नचैतन्ये अहङ्कारोपहितचैतन्ये वां स्वाप्नप्रपञ्चाध्यास इति प्रागुक्तं पक्षद्वयमप्ययुक्तम् | आधे स्वाप्नगजादेरहङ्कारोपहितसाक्षिणो विच्छिन्नदेशत्वेन सुखादिवदन्तःकरणवृत्तिसंसर्ग मनपेक्ष्य तेन प्रकाशनस्य, चक्षुरादीनामुपरततया वृत्त्युदयासम्भवेन तत्संसर्गमपेक्ष्य तेन प्रकाशनस्य ચોગાન્ । ક્રિમીને પૂછ્યું. રખતમ્ કૃત્તિવર્‘ગöાનઃ इति वा દ સુણી' તિવદ્ ‘હું નગવાન' કૃતિ વાડ་સકસ ત્ II
શંકા થાય કે અનવચ્છિન્ન ચૈતન્યમાં કે અહંકાર જેની ઉપાધિ છે તેવા ચૈતન્યમાં સ્વપ્નપ્રપ'ચાધ્યાસ થાય છે એમ અગાઉ જે એ પણ કહ્યા તે યુક્ત નથી. તેનું કારણ એ કે પહેલા (પક્ષ)માં સ્વપ્ન-ગજ આદિ અહંકારાહિત સાક્ષીરૂપ ચૈતન્યથી અલગ દેશમાં હોવાને કારણે સુખ આદિની જેમ અ’તઃકરણની વૃત્તિના સસ'ની અપેક્ષા રાખ્યા સિવાય તેનાથી (સાક્ષીરૂપ ચૈતન્યથી) તેનું પ્રકાશન થઈ શકે નહિ. અને ચક્ષુ આદિ ઉપરત (કામ કરતાં અટકી ગયેલાં) હેાવાથી વૃત્તિના ઉદયના સ'ભવ નથી તેથી તેના (—વૃત્તિના) સ'સગની અપેક્ષા રાખીને તેનાથી (સાક્ષી ચૈતન્યથી) (સ્વપ્નગજાદિનું) પ્રકાશન શકચ નથી. ખીજા (પક્ષ)માં (અહંકારાપહિત ચૈતન્ય સ્વપ્નાભ્યાસનું અધિષ્ઠાન છે એમ માનનાર પક્ષમા) ‘આ રજત છે' ની જેમ ‘હું હાથી છુ”, અથવા ‘હું સુખી છું” (એ જ્ઞાન) ની જેમ ‘હુ હાથીવાળા છુ' એમ અધ્યાસ પ્રસક્ત થાય (—આવા અધ્યાસ થવા જોઇ એ પણ થતા નથી તેથી આ બીજો પક્ષ પશુ માની શકાય નહિ).
૩૫૧
વિવરણ : છત્ર ત્રિવિધ છે એ પક્ષમાં વ્યાવહારિક જીવ, જેતે દ્રષ્ટા-દૃશ્યરૂપ સ્વપ્નાભ્યાસનું અધિષ્ઠાન માનવામાં આવે છે, તે મિથ્યા હોવાથી તે સ્વપ્નપ્રપ ંચનું' પ્રકાશન કરનારા હોઈ શકે નહિ અને ચૈતન્ય તેનું પ્રકાશક છે એમ પણ માની શકાય નહિ કારણ કે તે જ તે અધિષ્ઠાન બનીને સ્વપ્રપ ંચનું પ્રકાશન કરી શકતુ હોય તેા જડ વ્યાવહારિક જીવને અધિષ્ઠાન તરીકે શા માટે સ્વીકારવા પડે. ચૈતન્ય જ ભલેને સ્વપ્નાષ્યસિતુ અધિષ્ઠાન હાય એમ કાઈ લીલ કરે તેા તે સંભવતું નથી એમ આ પ્રશ્નઢાર કહે છે. અનવચ્છિન્ન ચૈતન્યને અધિષ્ઠાન માનીએ તે। સ્વપ્નગજ આદિ દેહથી બહારના દેશમાં છે એમ કહેવું જોઈએ. અને એમ હાય તો એ સાક્ષીથી પ્રકાશિત થાય છે કે ઇન્દ્રિયને વિષય છે ? સાક્ષીથી પ્રકાશિત થઈ શકે નહિ. કારણ કે અલગ દેશમાં હોવાથી સાક્ષીના સ્વપ્નગજાદિ સાથે સ્વતઃ સંસર્ગ" નથી. જેમ સુખાદિવિષયક અન્તઃકરણુવૃત્તિ સ`સગની અપેક્ષા વિના સાક્ષીથી પ્રકાશિત થાય છે તેમ દેહની બહાર રહેલાં સ્વપ્નગજાદિ થઈ શકે નહિ. આ સ્વપ્નગજાદિ ચક્ષુ આદિ દૃન્દ્રિય દ્વારા પણ પ્રકાશિત થઈ શકે નહિ. કારણ કે ઇન્દ્રિયા કામ કરતી અટકી ગઈ હાવાથી વૃત્તિના સભવ નથી તેથી વૃત્તિસંસગની અપેક્ષા રાખને પણ સાક્ષીથી તે પ્રકાશિત થઈ શકે નહિ, માટે આ પક્ષ સ્વીકાર્ય નથી.
અહંકારોપહિત ચૈતન્ય સ્વપ્નાયાસનું અધિષ્ઠાન છે એ પક્ષ રવીકારીએ પણ શું ગજાદિના તાદાત્મ્યથી ત્યાં અધ્યાસ છે કે આધારાધેય પ્રકારના સંસ`થી અભ્યાસ છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org