________________
દ્વિતીય પરિચછેદ
૩N વિવરણ: શંકા થાય કે મૂળ અજ્ઞાન જે પ્રતિબિંબાણાસનું કારણ હોય તે બિનઉપાધિસન્નિધિની નિવૃત્તિથી યુક્ત અધિષ્ઠાનજ્ઞાનથી પ્રતિબિંબાવાસની નિવૃત્તિ ન થવી જોઈએ કારણ કે બ્રહ્માજ્ઞાનરૂપ મૂળ અજ્ઞાનની નિવૃત્તિ તેનાથી થતી નથી, જ્યારે આપણે જોઈએ છીએ કે શુક્તિરજતાદિના મૂળરૂપ અવિદ્યાની નિવૃત્તિ કરનાર શક્તિ આદિને સાક્ષાત્કાર જ રજતાદિ અધ્યાસની નિવૃત્તિ કરે છે. - ઉત્તર : આ દલીલ બરાબર નથી, કારણ કે વિરોધને અભાવ છે. જ્ઞાન અને અજ્ઞાનને વિરોધ ત્યાં જ હોય ત્યાં તેમને વિષય સમાન છે. જેને વિષે રજતજ્ઞાન થયું હોય તેને જ વિષે એ જ દેશ-કાળમાં શુક્તિનાન થાય તે એ બે જ્ઞાને વિરે ધી હોય છે અને તેમની વચ્ચે બાધ્યબાધકભાવ હોય છે. મૂળ અવસાન બ્રહ્મવિષયક છે જ્યારે પ્રતિબિંબાણાસના અધિષ્ઠાનભૂત દર્પણદિનુ જ્ઞાન દર્પણદિથી અવચ્છિન્ન ચૈતન્યવિષયક છે. આમ આ બે જ્ઞાનને વિષય સમાન ન હોવાથી તેમની વચ્ચે કેઈ વિરોધ નથી. આ અધિષ્ઠાન-જ્ઞાન બ્રહ્મવિષયક મૂળ અજ્ઞાનનું નિવર્તક ન બને તે પણ તે પ્રતિબિંબોધ્યાસ ક્રમનું નિવર્તક તે બનશે જ કારણ કે દર્પણમાં મુખ નથી' ઇત્યાદિરૂપ અધિષ્ઠાનનું સાચું જ્ઞાન પ્રતિબિંબોધ્યાસાભાવને વિષય કરનારું છે.
શંકા : અવસ્થા–અજ્ઞાન પ્રતિબિંબોધ્યાસનું ઉપાદાન છે એમ માનનાર પક્ષમાં બિંબ– ઉપાધિત સનિકષની નિવૃત્તિથી યુક્ત અધિષ્ઠાનજ્ઞાન એ ઉપાદાનભૂત અવસ્થા–અજ્ઞાનનું નિવતક બની શકે છે. અને આમ ‘જ્ઞાન અજ્ઞાનનું જ નિવતક છે, જ્યારે અજ્ઞાનના કાર્યની નિવૃત્તિ તે ઉપાદાનભૂત અજ્ઞાનની નિવૃત્તિથી થાય છે. એમ પંથપાદિકાકાર (પદ્મપાદાચાર્ય)ના વચનની સંગતિ સધાય છે.
ઉત્ત૨: એ પક્ષમાં પણ પ્રતિબિ બાધ્યાસની પહેલાં ‘દર્પણમાં મુખ નથી એવું જે અધિષ્ઠાન-જ્ઞાન થાય છે તેનાથી અવસ્થા–અજ્ઞાનની આવરણશક્તિને નાશ કરવામાં આવ્યો હોય છે. અજ્ઞાનને વિષય હોવું એટલે અજ્ઞાનથી આવૃત હોવુ. અને આવરણને નાશ થતાં દર્પણદિથી અવચ્છિન્ન ચૈતન્ય અવસ્થા–અજ્ઞાનને વિષય બની શકે નહિ તેથી અધિષ્ઠાન-જ્ઞાન અને અવસ્થા- અજ્ઞાનનુ સમાનવિષયકત્વ રહેતુ નથી. આમ બિંબ-ઉપાધિસંનિધિની નિવૃત્તિ વખતે થતા અધિષ્ઠાન-જ્ઞાનથી અવસ્થા-અજ્ઞાનની નિવૃત્તિ કરી શકાતી નથી. માટે એ પક્ષમાં પણ અધિકાન-જ્ઞાનથી અવસ્થા-અજ્ઞાનની નહિ પણ માત્ર પ્રતિબિંબાધ્યાસની જ નિવૃત્તિ માનવામાં આવે છે. તેથી પંચપાદિકા સાથે વિરોધ તે એ પક્ષમાં પણ તુલ્ય છે.
- પંચાહિકાકારના મત સાથે વિરોધ ન થાય એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું છે કે અધ્યાસની નિવૃત્તિ પિતાના ઉપાદાનભૂત મૂળ અજ્ઞાનના નિવક બ્રહ્મજ્ઞાનથી જ થાય છે. બિંબ-ઉપાધિ–સ નિધિનિવૃત્તિ થાય ત્યારે અધિષ્ઠાન-નાનથી પ્રતિબિંબોધ્યાસને નાશ થાય છે એમ જે કહેવામાં આવે છે એનો અર્થ એટલે જ છે કે એ પ્રતિબિંબાખાસ સૂક્ષ્મ અવસ્થા પ્રાપ્ત કરે છે એટલે પ્રતિબિંબ દેખાતું નથી, પણ બાધારૂપ નિવૃત્તિ ત્યારે થતી નથી; એ તે બ્રહ્મજ્ઞાનને અધીન છે કારણ કે બ્રહ્મજ્ઞાન જ અધ્યાસના ઉપાદાનભૂત મૂળ અજ્ઞાનનું નિવતક છે. અને છતાં પ્રતિબિંબોધ્યાસને બ્રહ્મજ્ઞાનથી બાધ્ય ધટાદિની જેમ
વ્યાવહારિક સત્તા ધરાવનાર તરીકે માનવાની જરૂર નથી કારણ કે ઘટાદિ માત્ર મૂળ અજ્ઞાનથી જન્ય છે જ્યારે પ્રતિબિંબાખાસ મૂળ અજ્ઞાનથી અતિરિક્ત બિંબ-ઉપાધિ-સનિકષરૂપ દોષથી પણ જન્ય છે અને તેથી પ્રતિભાસિક છે. (૪)
સિ-૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org