________________
દ્વિતીય પરિચ્છેદ
૩૭ એ અનુસાર સાર્વત્રિક વયવહાર છે. બીજી બાજુએ શ્રી વિદ્યારણ્ય વગેરેએ મંદબુદ્ધિના અધિકારીઓને તત્વનું જ્ઞાન થઈ શકે તે માટે પ્રતિબિંબની ઉત્પત્તિની પ્રક્રિયાનું ઉત્પાદન કર્યું છે. કતૃત્વ, ભતૃત્વાદિ સંસારને આશ્રય ચિદાભાસ મિશ્યાભૂત છે, અને એ આત્મા નથી; જ્યારે અસંગ ચૈતન્યરૂપ આત્મા સંસારને આશ્રય નથી' એ પ્રક્રિયાથી મંદબુદ્ધિના અધિકારીઓને તત્ત્વ બુદ્ધિમાં ઊતરી જાય છે એટલી સરળ રીતે “આત્મા બ્રહ્મપ્રતિબિંબરૂપ હોઈને તેનું બ્રહ્મ સ્વતસિદ્ધ છે, અન્તઃકરણના તાદાથી તે સંસારને આશ્રય છે' એ પ્રક્રિયાથી તત્વ બુદ્ધિમાં ઊતરતું નથી, કારણ કે લોકમાં વિરુદ્ધ ધર્મોનું અસાંકય ધમીને ભેદ હોય ત્યાં સ્કુટ હોય છે; વિરુદ્ધ ધર્મો બે જુદા પદાર્થોમાં જ રહી શકે છે; તેની જેમ ધર્મને અભેદ હોય ત્યાં વિરુદ્ધ ધર્મોનું અસાંક ફુટ નથી હોતું. વિદ્યારેય મુનિનો અભિપ્રાય કુટસ્થદીપમાં “વચા થયા મવેત્ કુંવા” એમ વાતિક વચનના * ઉદાહરણથી સ્પષ્ટ છે. કૃણાનંદતીર્થ ભેદપક્ષની સાથે સંમત નથી એ સ્પષ્ટ છે.
यत्त 'नात्र मुखम्' इति दर्पणे मुखसंसर्गमात्रस्य बाधः, न मुखस्येति, तन्न । 'नेदं रजतम्' इत्यत्रापि इदमर्थे रजततादात्म्यमात्रस्य बाधो न रजतस्येत्यापत्तेः। यदि च इदमंशे रजतस्य तादात्म्येनाध्यासाद् 'नेदं रजतम्' इति तादात्म्येन रजतस्यैव बाधः, न तादात्म्यमात्रस्य, तदा दर्पणे मुखस्य संसर्गितयाऽध्यासाद् 'नात्र मुखम्' इति संसर्गितया मुखस्यैव बाधः, न संसर्गमात्रस्येति तुल्यम् ।।
જે એમ કહ્યું છે કે “અહીં મુખ નથી' એમ દર્પણમાં મુખના સંસર્ગમાત્રને બાધ છે, મુખનો નહિ, – એ બરાબર નથી. કારણ કે એમ હેાય તે “આ રજત નથી' આ સ્થળે પણ “દમ” અર્થમાં ૨જતના તાદામ્યમાત્રનો બાધ પ્રસક્ત થશે, ૨જતને નહિ એ આપત્તિ થશે. અને જો એમ કહેવામાં આવે કે) ઈદમ' અંશમાં રજતને તાદામ્યથી અધ્યાસ હોવાથી “આ રજત નથી એમ તાદામ્યથી રજતને જ બાધ છે, તાદામ્યમાત્રને નહિ, તો દર્પણમાં મુખને સંગ ધરાવનાર તરીકે અધ્યાસહારાથી “અહીં મુખ નથી' એમ સંસગ ધરાવનાર તરીકે મુખને જ બાધ છે, સ સર્ગમાત્રને નહિ–આમ (પરિસ્થિતિ) સમાન છે.
વિવરણ : પ્રતિબિંબસ્થળે દર્પણરથવ આદિરૂપ સંસમાત્રનો બાધ કહ્યો છે તેની રજૂઆત કરીને પ્રતિબંદીથી (-એ જ દલીલ વિરુદ્ધ પક્ષે પણ કહી શકાય એમ દલીલ કરીને) પ્રતિબિંબના સ્વરૂપને બાધ અહીં સિદ્ધ કર્યો છે. “દમ” અંશમાં રજતના તાદામ્ય માત્રને નિષેધ માનવો પડે અને એવું હોય તે શુક્તિરજાતનું અનિર્વચનીયત્વ સિદ્ધાંતને માન્ય હોઈ શકે નહિ. અહીં જે કે તાદામ્ય માત્ર બાધ્ય હોવા છતાં અનિવાર્ચનીય રજતની ઉત્પત્તિને * यया यया भवेत् पुंसां व्युत्पत्तिः प्रत्यगात्मनि । सा सैव प्रक्रियेह स्यात् साध्वी सा चानवस्थिता ॥
-સુરેશ્વરાચાર્ય કૃત બૃહદારણ્યકોપનિષદ્ભાગ્યવાસ્તિક ૧,૪,૪૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org