________________
દ્વિતીય પરિચ્છેદ
૩૩૩ જોઈએ કારણ કે ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરસિમ તેના સુધી પહોંચી જાય અને તેનું ગ્રહણ કરી શકે. આ સિદ્ધાંતમાં જ્યનગોલકની સામે રહેલી વસ્તુથી પ્રતિહત થયેલાં નયનરસિમ ફરી ગેલક દ્વારા શરીરની અંદર પ્રવેશ કરે છે એ નિયમને છોડીને જ્યાં બિંબ હોય ત્યાં એ ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરસિમ જાય છે એમ સ્વીકારવામાં આવ્યું છે, તેથી પીઠ પાછળની વસ્તુનું પણ આ પ્રતિહત નયનરરિશ્મઓએ ગ્રહણ કરવું જોઈએ, પણ તેમ થતું નથી.
આ પ્રસંગોપત્તિના પરિહાર કરતાં વિધી એમ કહી શકે કે સ નિકર્ષનું વિઘટન કરનાર વ્યવધાયકને અભાવ તે અપેક્ષિત છે જ જ્યારે અહીં શરીર અને તેના અવયવોનું વ્યવધાન હોવાથી દર્પણથી પ્રતિહત થયેલાં નયનરસિમ પૃષ્ઠભાગથી વ્યવહિત વસ્તુને પ્રાપ્ત કરી શકતાં નથી તેથી તેનું ગ્રહણ થતું નથી. આ દૃષ્ટાન્તમાં આમ થેડી મુશ્કેલી રહે તેથી બીજું દૃષ્ટાંત આપ્યું છે. રૂહીન વાયુ આદિના ચાક્ષુષ પ્રતિબિંબની આપત્તિ પણ પ્રતિહત થયેલાં નયનશિમ શરીરમાં પાછાં ન ફરતાં બિંબને પ્રાપ્ત કરે છે એ પક્ષમાં રહે છે એ પણ દૂષણ છે. વિરોધી એમ દલીલ કરે કે દર્પણદિ ઉપાધિગત રૂ૫ના ઉપધાનથી રૂહીન વાયુ આદિ પણ ચાક્ષુષ પ્રતિબિંબ જમના વિષય બનવા જ જોઈએ એમ માનવું બરાબર નથી કારણ કે દ્રવ્યના ચાક્ષુષ પ્રતિબિંબભ્રમમાં બિંબમાં રહેલા મહત્વ (સ્થૂલવની જેમ તેના ઉદ્દભૂતરૂપવને પણ કારણ માન્યું છે. આને ઉત્તર આપતાં, બિંબગત રૂપને ઉપયોગ ચાક્ષુષપ્રતિબિંબભ્રમમાં નથી હોત એમ બતાવવા મલિન દર્પણમાં ગીર મુખનું પ્રતિબિંબ શ્યામ તરીકે દેખાય છે તેનું ઉદાહરણ આપ્યું છે. ત્યાં ગૌર મુખ આરોમાણુ શ્યામરૂપથી ઉપહિત થયેલું ચાક્ષુષ બને છે એમ જ માનવું જોઈએ, જેમ પતિ શંખને ભ્રમમાં આરો. માણુ રૂપથી જ શંખદ્રવ્ય ચાક્ષુષ બને છે તેમ આ ચર્ચા કવિતાર્કિકમત સમજાવતી વખતે કરી છે.
[વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીથ” આ દલીલ સાથે સંમત નથી. તેઓ કહે છે કે દ્રવ્યના ચાક્ષુષ જ્ઞાનમાં તેમાં જ રહેલું ઉદ્દભૂત રૂપ કારણ છે તેથી રૂહીન દ્રવ્ય (વાયુ આદિ) ચાક્ષુષ પ્રતિબિંબભ્રમને વિષય બને એ પ્રસક્ત થતું જ નથી. મલિન દર્પણમાં ગોર મુખને શ્યામ તરીકે પ્રતિબિંબભ્રમ થાય છે ત્યાં, અથવા “ પીતશખ ને શ્રમ થાય છે ત્યાં ભ્રમની પહેલાં અધ્યાસની પ્રતિ કારણભૂત ધમીના જ્ઞાનમાં ગૌર રૂપ કે શુકલ રૂ૫ કારણ છે જ તેથી તેના ઉપયોગને અભાવ સિદ્ધ થતું નથી. અર્થાત્ ધર્મિજ્ઞાનને માટે બિંબમાં રહેલા રૂ૫ની આવશ્યકતા છે જ. દ્રવ્ય-ચાક્ષુષમાં રૂપવિષયકવનિયમાભાવ (દ્રવ્યના ચાક્ષુષ શાનમાં તેનું રૂપ વિષય બને જ એ આવશ્યક નથી એમ) કવિતાકેકને મત સમજાવતી વખતે સમજાવ્યો છે તેથી પીતશંખમનો સંભવ છે એમ પ્રતિબિંબની ઉત્પત્તિ માનનારે કહ્યું છે એમ સમજવું.
આરેય રૂપથી વિશિષ્ટ તરીકે રૂપરહિત વસ્તુને ચાક્ષુષભ્રમ થાય છે તેને માટે “નીલ આકાશ'નું ઉદાહરણ આપ્યું છે અને આ બાબતમાં સર્વસંમતિ છે એમ કહ્યું છે. પણ આ પાતત : ગગન ચાક્ષુષવૃત્તિને વિષય છે એમ કેવલ કવિતાકિને માન્ય છે. પૂર્વાચાર્યોને આ માન્ય નથી. આચાર્યોના મતે તે ગગનવ્યાપી સૂર્ય પ્રકાશ આદિ વિષયક ચાક્ષુષવૃત્તિથી પ્રકાશાદિથી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિના કાળમાં પ્રકાશાદિમાં અનુગત એવું ગગનથી અવચ્છિન્ન ચૈતન્ય છે તેની પણ અભિવ્યક્તિ થાય છે એમ માનીને અભિવ્યક્ત ગગનવછિન્ન સાક્ષીમાં નીલતાદિને અભ્યાસ સ્વીકારીને નલતાદિથી વિશિષ્ટ ગગન સાક્ષી માત્રથી ભાસ્ય બને છે એમ સ્વીકાર્યું છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org