________________
૩૩૪
सिद्धान्तलेशसहमहः એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આમ પ્રતિબિબન અધ્યાસ થાય છે એ સિદ્ધાન્ત મંદ બુદ્ધિવાળાઓને માટે જ વધારે સારે હશે એમ કૃષ્ણાનંદતીર્થ કહે છે. તેમની સંમતિ આ પક્ષને વિષે નથી.]
___ न च तत्रापि पूर्वानुभवसंस्कारदौर्घट्यम् । पुरुषसामान्यानुभव. संस्कारमात्रेण स्वप्ने प्वदृष्टचरपुरुषाध्यासवन्मुखसामान्यानुभवसंस्कारमात्रेण दर्पणेषु मुख विशेषाध्यासोपपत्तेः । इयांस्तु भेदः -स्वप्नेषु शुभाशुभहेत्वदृष्टानुरोधेन पुरुषाकृतिविशेषाध्यासः, इह तु बिम्बसन्निधानानुरोधेन मुखाकृतिविशेषाध्यास इति ।
न च प्रतिबिम्बस्य स्वरूपतो मिथ्यात्वे ब्रह्मप्रतिबिम्बजीवस्यापि मिथ्यात्वापत्तिर्दोषः। प्रतिविम्बजीवस्य तथात्वेऽप्यवच्छिन्नजीवस्य सत्यतया मुक्तिभाक्त्वोपपत्तेरिति ।
અને ત્યાં (પ્રતિબિંબાણાસપક્ષમાં) પણ પૂર્વ અનુભવને સંસ્કાર દુઘટ છે (અર્થાત્ સંભવે નહિ) એવું નથી, કારણ કે જેમ પુરુષ સામાન્યના અનુભવના સંસ્કાર માત્રથી સ્ત્રોમાં કયારેય ન જોયેલા પુરુષનો અધ્યાસ થાય છે તેમ મુખસામાન્યના અનુભવના સંસ્કાર માત્રથી દર્પણમાં મુખવિશેષને અધ્યાસ ઉપપન (શક્ય) છે. પણ આટલે ભેદ છે– સ્વપ્નમાં શુભ કે અશુભના હેતુભૂત અદષ્ટના અનુરોધથી પુરુષાકૃતિવિશેષને અધ્યાસ થાય છે, જ્યારે અહીં બિબના સાનિયને અનુરોધથી મુખાકૃતિવિશેષને અધ્યાત છે.
અને જે પ્રતિબિંબ સ્વરૂપઃ મિથ્યા હોય તે બ્રહ્મના પ્રતિબિંબરૂપ જીવને પણ મિથ્યાત્વ પ્રસિદ્ધ થશે એ દોષ નથી, કારણ કે પ્રતિબિંબભૂત જીવ તેવો (મિથ્થા) હોય તે પણ અવચ્છિન્ન જીવ સત્ય હેવાથી તે મુક્તિ પામી શકે છે (અર્થાત્ તેને બ્રહ્મથી અભેદ છે).
વિવરણઃ ઉપાધિથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ બિંબને પ્રાપ્ત કરે છે એમ જે ન સ્વીકારવામાં આવે છે જેને અધ્યાસ કરવામાં આવે છે તેના સજાતીય મુખ વિષે પૂર્વ અનભવ સંભવે નહિ. અને તેથી અધ્યાસના કારણભૂત સંસ્કારની ઉ૫૫ત્તિ ન થાય એમ જે શંકા કરેલી તેને ફરી રજૂ કરીને તેનું ખંડન અહીં કર્યું છે. પ્રતિબિંબને અધ્યાસ માનીએ તે પણ સરકારને સ ભવ નથી એમ ન કહી શકાય પુરુષસામાન્યન (પુરુષમાં સામાન્યતઃ દેખાતાં લક્ષણોના) અનુભવથી જે સંસ્કાર ઉત્પન્ન થયા હોય તેનાથી ક્યારેય ન જોયેલા પુરુષને અધ્યાસ સ્વપ્નમાં સંભવે છે તેમ મુખસામાન્યાનુભવજન્ય સંસ્કારથી દર્પણમાં મુખવિશેષને અધ્યાસ શકય છે શંકા થાય કે આવું જ હોય તે ચેત્રનું મુખ અને દર્પણ એકબીજાના સાનિધ્યમાં હોય ત્યારે ગમે તેના મુખના અધ્યાસને પ્રસંગ થાય, સ્તનની જેમ; આવા સંજોગોમાં સામે જે મુખ છે તેને જ અધ્યાસ નિયમ તરીકે (અપવાદ વિના) થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org