________________
૩૩૬
સિદ્ધાન્તા શંકા થાય કે તો પછી પ્રતિબિંબરૂપ છાયા જે તમસરૂપ ન હોઈ શકે તો ભલે બીજુ દ્રવ્ય હોય, કારણ કે માનેલાં દ્રવ્યમાં તેનો સમાવેશ (અન્તર્ભાવ) ન થઈ શકતો હોય તો તમસ (અંધકારની જેમ તેને બીજુ (જુદુ) દ્રય કલપી શકાય છે (તે સ્વતંત્ર દ્રવ્ય છે એમ માનવા માટે પૂરતું વજૂદ છે). (આ શંકાને ઉત્તર છે કે, તે બીજુ દ્રવ્ય શું પ્રતીયમાન (જ્ઞાત થતા) ચેસ રૂપ, પરમાણુ અને અવયવરચના અને કેત્ય મુખત્વ આદિ ધર્મોથી યુક્ત છે કે તેમના વિનાનું છે? જો આ છેલ્લે (બીજો) વિકલ્પ) માનવામાં આવે (અર્થાત્ તે ધર્મોથી રહિત હોય) તો એ બીજા દ્રવ્યથી રૂપવિશેષ આદિથી યુક્ત પ્રતિબિબની ઉપલબ્ધિને નિર્વાહ થઈ શકે નહિ, તેથી તેની કલ્પના વ્યર્થ છે. જ્યારે પ્રથમ વિકલ્પ (તે આ ધર્મોથી યુક્ત છે એમ) માનવામાં આવે તો એક અ૫પરિમાણવાળા (દર્પણમાં) એકસાથે અસ કીર્ણ તરીકે જુદાં જુદાં, એકબીજામાં સેળભેળ ન થઈ જતાં એવાં) જ્ઞાત થતાં મહાન (સ્થૂલ) પરિમાણવાળાં અનેક મુખપ્રાંતબિંબની સત્યતાને નિર્વાહ કઈ રીતે થઈ શકે? અને નિબિડ (ગીચ) અવયમાં અનુસ્મૃત દર્પણ જે તેવું જ રહેનારું છે તેની અંદર હનુ (હડપચી), નાસિકા આદિ અનેક નીચા, ઊંચા પ્રદેશવાળા અન્ય દ્રવ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે? વળી શ્વેત, પીળા લાલ આદિ અનેક રંગવાળા પ્રતિબિંબની ઉત્પત્તિમાં (કારણ બની શકે તેવું) દર્પણની અંદર રહેલું તેની નજીક રહેલું તેવું (તે રંગોથી યુક્ત) કોઈ કારણ નથી.
વિવરણ : પ્રતિબિબના મિથ્યાત્વને ખ્યાલ દઢ કરવા માટે તેના સત્યત્વમાં માનનાર મતની રજૂઆત કરીને તેનું ખંડન કરે છે. એક મત એવો છે કે પ્રતિબિંબ એ દર્પણદિમાં પડેલ મુખને એક ખાસ પ્રકારને પડછાયા છે (વૃક્ષાદિતા પડછાયામાં નીલતા -કાળાશ પડતા રંગ દેખાય છે જ્યારે પ્રાયઃ પ્રતિબિંબેમાં નીલતા દેખાતી નથી પણ તેનો અર્થ એ નહિ કે એ પડછાયો નથી, એ એક વિશેષ પ્રકારને પડછાય છે, માટે મુછાયાવિશેષ પદ પ્રયોજ્યું છે). આમ બિંબથી ભિન્ન હોવા છતાં તે શક્તિજિત આદિની જેમ પ્રતિભાસિક નથી, પણ બિંબની જેમ સત્ય છે. આ મત સ્વીકારે યોગ્ય નથી કારણ કે શરીરાદિની છાયા (પડછાયો) એ તે અંધકાર જ છે એ જાણીતું છે. મોતી, સ્ફટિક આદિનું પ્રતિબિંબ ત ર ગવાળું હોય છે, માણેકનું પ્રતિબિંબ લાલ રંગવાળું, સુવર્ણનું પ્રતિબિંબ પીળા રંગનું હોય છે–આ રંગે અંધકારમાં સંભવે નહિ તેથી પ્રતિબિંબ તમસરૂપ છાયા ન હોઈ શકે. વળી સૂર્ય આદિને પડછાયો હતો નથી જ્યારે તેમનું પ્રતિબિંબ તે હોય છે તેથી પ્રતિબિંબ છાયા ન હોઈ શકે. અને જેમ તમસ (અંધકાર)નો અન્તર્ભાવ માનેલાં નવ દ્રવ્ય (પૃથ્વી, પાણી વગેરે)માં ન થતો હોવાથી તેને દસમું દ્રવ્ય માન્યું છે તેમ પ્રતિબિંબરૂપ છાયાને પણ એક જુદું જ દ્રવ્ય માને-એવી દલીલ કઈ કરે તે એ પણ બરાબર નથી જો એ જુદું જ દ્રવ્ય હોય તે દેખાતાં રૂપ, પરિમાણુ, આકૃતિ વગેરેથી યુક્ત દ્રવ્ય છે કે તે વિનાનું ? જે એ ધર્મો વિનાનું હોય તે એ માનવાથી રૂપવિશેષ આદિથી યુક્ત પ્રતિબિંબનું ચાક્ષુષ જ્ઞાન થાય છે તેને સમજાવી શકાય નહિ અને તેથી આ કલ્પના અર્થહીન છે. જે એક્કસ રૂપ, પરિમાણ આદિથી યુક્ત એવું સત્ય દ્રવ્ય માનવામાં આવે તે એક જ નાના દર્પણમાં એક સાથે, અસંકીર્ણ-એકબીજાની સાથે સેળભેળ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org