________________
૩૩૮
सिद्धान्तलेशसमहः પહેલાંની જેમ રહે તેની સાથે વિરોધ ન થાય એ રીતનું, તેવા પ્રતિબિંબને ઉત્પન કરવામાં સમર્થ એવું કંઈક કારણ ક૯પવું જોઈએ”—તે એને ઉત્તર છે કે એમ હેય તે પછી શુક્તિરજત પણ ભલે સત્ય હોય. ત્યાં પણ પહેલાંની જેમ જ રહેલી શક્તિમાં તેની સાથે તાદમ્ય પામેલા રજતને ઉત્પાદનમાં સમર્થ એવું કંઈક કારણ કલ્પીને, તે રજત દેષ તરીકે માનેલા કારણથી સહકૃત ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે. એવા નિયમનું વર્ણન શક્ય છે, તેથી “શુક્તિરજત અસત્ય છે, પ્રતિબિંબ સત્ય છે એ અર્ધજરતીયન્યાયથી શું? (એ સ્વીકારવાને શો ફાયદો ?) અને એવું હેય તે (શુતિરજત સત્ય હોય તે) “રજત” એમ દેખાતી શુક્તિને અગ્નિમાં નાખવામાં આવતાં તે રજતની જેમ પીગળવી જોઈએ એમ માનવું નહીં પડે. કારણ કે અગ્નિ અને કસ્તુરી આદિનું પ્રતિબિંબ જેમ ઉષ્ણુતા, સુગન્ધ આદિથી રહિત હોય છે (છતાં તમે તેને સાચું માનવા તૈયાર છે), તેમ શુક્તિરજત દ્રવીભાવ (પીગળી જવું તે) ની યોગ્યતા વિનાનું હોઈ શકે (—અને છતાં સત્ય હોય).
વિવરણ: પ્રતિબિંબ સત્ય છે એવો દુરાગ્રહ રાખનાર દલીલ કરે કે પ્રતિબિંબ સત્ય છે પણ તેનું મહાપરિમાણ, ઊંચાનીચા પ્રદેશ વગેરે પ્રતીત થતા ધર્મો કલ્પિત છે. વસ્તુતઃ તે દષણાદિમાં રહી શકે તેટલા જ પરિમાણવાળાં પ્રતિબિંબ હોય છે. તેમનું મહાપરિમાણ વગેસ તિથી ભાસે છે. આમ પ્રતિબિંબ સત્ય છે, તેથી જેમ મી માં સંકે નીવારના અવયવોમાં વ્રીહિના અવયવો માને છે તેમ દર્પણના અવયવોમાં સંસ્કૃષ્ટ પ્રતિબિંબના અવયવો માનવા જોઈએ જે એને ઉત્પન્ન કરે છે. આને એ જ ઉત્તર (પ્રતિબંદી) આપતાં પ્રતિબિંબમિથ્યાત્વવાદી કહે છે કે એવું જે હોય તે શુક્તિરજાતને પણ સાચું માને અને સાચું હોય અને શક્તિમાં સદા હોય તો શુક્તિ દેખાય ત્યારે એ દેખાવું જ જોઈએ, પણ તેવું થતું નથી તેથી તે સત્ય હેઈ શકે નહિ એમ કોઈ કહે તે તેને ઉત્તર એ છે કે એ રજત એવું છે જે નિયમ તરીકે જેને દોષ માનવામાં આવે છે એનાથી યુક્ત ઇન્દ્રિયથી જ ગ્રાહ્ય છે તેથી એનું હમેશાં ગ્રહણ થતું નથી. માટે શુતિરજત અસત્ય પણ પ્રતિબિંબ સત્ય એમ માનવું એ અર્ધજરતીયન્યાય જેવું છે. વૃદ્ધાના મુખની કાઈ અભિલાષા કરે પણ તેનો અધ:કાયની અભિલાષા ન કરે તેના જેવું છે અને તેવું માનવાથી કઈ જ પ્રયોજન સરતું નથી. માટે માને તો બન્નેને સય માને અથવા પ્રતિબિંબને પણ શુકિતરજતની જેમ મિથ્યા માને ! કોઈ કહે કે શુકિતરજત જે સત્ય હોય તો એ અગ્નિમાં નાખતાં પીગળી જાય પણ તેમ થતું નથી. તે એની સામે ઉત્તર છે કે પ્રતિબિંબને સત્ય માને છે તે અગ્નિનું પ્રતિબિંબ ઉષ્ણતાથી યુક્ત હેવું જોઈએ અને કસ્તૂરીનું પ્રતિબિંબ સુગંધી હેવું જોઈએ. પણ તેવું નથી અને છતાં તમે જે એ પ્રતિબિંબને સત્ય માનવા તૈયાર હે તે શુકિતરજતને પણ સત્ય માનવું જોઈએ, અર્થાત બને મિથ્યા છે એમ જ સ્વીકારવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org