________________
દ્વિતીય પારદ
૨૭૫ દલીલ બરાબર નથી, કારણ કે દૂર પ્રદેશમાં વીલ રૂપ દેખાય છે તેથી નજીકમાં તેની અનુપલબ્ધિ છે તે હમ (ઝાકળ)ના આવરણની અનુપલબ્ધિની જેમ સમીપતા રૂપી દોષથી ઉત ન થઈ છે(-અર્થાત્ તેના જ્ઞાનનો અભાવ ટકી રહ્યો છે-) એ પણ સંભવ છે. અને અનુભવના બળે આકાશનું નીલરૂપ અવ્યાખ્યવૃત્તિ છે એમ (માનવું) ઉપપન્ન છે.
વિવરણ : અત્યાર સુધી જે તેની રજૂઆત કરી તેમને એ અભિપ્રાય હતો કે પ્રપંચના મિથ્યાત્વને સિદ્ધ કરનારી શ્રુતિ-યુક્તિઓનો વિરોધ પ્રત્યક્ષ નથી કરતું. અર્થાત્ પ્રત્યક્ષ અને કૃતિ-યુક્તિ વચ્ચે કેઈ વિરોધ નથી. હવે એવા મતની રજૂઆત છે જે અનુસાર પ્રત્યક્ષ ત્રિકાલાબાધિત સવનું ગ્રહણ નથી કરતું અને તેથી તેને કૃતિ સાથે વિરોધ હોય તે પણ પ્રપંચના મિથ્યાત્વની સિદ્ધિ અનુ૫૫ન્ન નથી, અર્થાત્ શક્ય છે કારણ કે શ્રુતિથી પ્રત્યક્ષને બાધ થઈ શકે છે. બે પ્રમાણે વચ્ચે વિરોધ હોય ત્યારે જેમાં દેશની શંકા કરી શકાય અને જે પૂર્વમાં પ્રવૃત્ત થયેલું હોય તે બાધ્ય બને છે, અને જેને વિષે કઈ દોષની શંકા હોય જ નહિ અને જે પર હોય તે બાધક બને છે. પ્રત્યક્ષ દેષની શંકાથી કલુષિત છે અને પૂર્વ પ્રવૃત્ત છે જ્યારે આગમ કે શ્રુતિ દોષરહિત છે અને પર છે તેથી શુતિથી પ્રત્યક્ષને
| થઈ શકે આ ચર્ચા આગળ આવશે. અપડેદ ન્યાય પ્રમાણે પર. પાછળથી આવતું વધારે બળવાન હોય છે. મનુએ પણ કહ્યું છે કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણમાં આગમ પ્રબળ છે.
(શંકા) વેદથી જ જાણી શકાય તેવી સ્વર્ગનું સાધન, સ્વર્ગ, મોક્ષ વગેરે બાબતને વિષે વેદપ્રાબલ્યનું આ વચન છે–જ્યારે મિથ્યાત્વ કંઈ વેદથી જ જાણી શકાય તેવું નથી કારણ કે અનુમાન વગેરેથી પણ તેની સિદ્ધિ માનવામાં આવે છે. તેથી ત્યાં જે શ્રુતિના પ્રાબલ્યવિષયક વચન છે તે પ્રમાણ નથી.
(ઉત્તર) પ્રમાણુના પ્રાબલ્યને પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થાય કે જ્યારે બે પ્રમાણ વચ્ચે વિરોધ હોય, અને બન્ને પ્રમાણ ન હોઈ શકે તેથી એકને બાધ થવો ઘટે. વેદથી જ જાણું શકાય તેવી બાબતમાં પ્રત્યક્ષાદિના વિરોધને પ્રશ્ન જ નથી તેથી એવી બાબતમાં વેદના પ્રાબલની ઉક્તિ નિરર્થક અને અનુચિત બને. તેથી આ કથન એવી બાબતે વિષે છે જ્યાં વેદના મિથ્યાત્વાદિ વિષયક અર્થમાં પ્રત્યક્ષના વિરોધને પ્રસંગ ઊભો થતો હોય.
(શકા, પ્રત્યક્ષનું અપ્રામાણ્ય કયાંક જોયું હોય તે પ્રપંચના સત્યત્વનું ગ્રહણ કરનાર પ્રત્યક્ષને વિષે પણ મિથ્યાત્વરૂપ વિરોધી કેટિના અનુસંધાનવાળાઓને કદાચ એ પ્રત્યક્ષમાં અપ્રામાણ્યરૂપ દોષની શંકા જાય. અને તે પછી કહી શકાય કે જેમાં દેષની શંકા છે તેવું પ્રત્યક્ષ, નિર્દોષ હોવાને કારણે પ્રબળ એવી મિથ્યાત્વવિષયક શ્રુતિથી બાધિત થાય છે. પણું પ્રત્યક્ષનું અપ્રામાણ્યું તે કયાંય જોયું નથી તેથી શ્રુતિથી તેને બાધ શકય નથી.
(ઉત્તર) (બધું પ્રત્યક્ષ સાચું છે એમ માનનાર સખ્યાતિવાદીને નારદનું વચન ટાંકીને ઉત્તર આપે છે). આકાશ ઢાઈ જેવું દેખાય છે, આગિ આગ જેવો દેખાય છે પણ આ પ્રત્યક્ષ અપ્રમાણુ છે એમ આપણે જોઈએ છીએ. માટે પ્રત્યક્ષથી દેખાતી વસ્તુઓ બાબતમાં પણુ પ્રત્યક્ષમાં પૂરેપૂરો વિશ્વાસ ન રાખતાં આગમ, ઉપદેશ, અનુમાન, અથપત્તિ વગેરેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org