________________
૩૦
सिद्धान्तलेशसमहः
પ્રબળતાને ટાળવી મુકેલ છે. બે અપચ્છેદ-શાસ્ત્રમાં પૂર્વ (શાસ્ત્ર) પર(શાસ્ત્ર)નું ઉપજી નથી તેથી પરથી પૂવને બાધ થાય એ બરાબર છે. જ્યારે અહીં તો વર્ણ, પદ આદિના સ્વરૂપનું ગ્રહણ કરનાર તરીકે પ્રત્યક્ષ મિથ્યાત્વને બંધ કરાવનાર આ ગામની પ્રતિ ઉપજીવ્ય હેવાથી આગમને જ તેનાથી નિરુદ્ધ મિથ્યાત્વનો બાધ કરાવનાર હોવાથી બાધ થાય એ બરાબર છે. અને એવી દલીલ ન કરવી જોઈએ કે મિથ્યાત્વકૃતિથી વણ, પદ આદિના સત્યત્વ અંશને ઉપમદ (બાધ) થતું હોવા છતાં ઉપજીવ્ય સ્વરૂપ અંશને બાધ થતો નથી તેથી ઉપજીવ્યો વિરોધ નથી (આ દલીલ બરાબર નથી, કારણ કે અહીં કશું જ નાના (ભિન, બ્રહ્મથી જુદું) નથી” વગેરે શ્રુતિઓ થી સ્વરૂપથી જ પ્રપંચના અભાવને બે ધ કરાવવામાં આવે છે.
વિવરણ: શાસ્ત્રથી ઉપજી અર્થાત્ જેના પર પિતે નિર્ભર છે એવા પ્રત્યક્ષને બાધ કેવી રીતે થઈ શકે એ શંકાને ઉત્તર અગાઉ આપ્યો છે કે આમ માનતાં ઉપજવ્ય પ્રત્યક્ષને વિરોધ થતો નથીઆ પરિવારની સામે વાંધો લેવા માટે ફરીથી શંકા અને સમાધાન રજ કર્યા છે. શંકા રજૂ કરી છે કે આગમ ભલે સ્વતઃ પ્રબળ હોય અને પ્રત્યક્ષ તેવું ન હોય તેમ છતાં પ્રત્યક્ષ આગમનું ઉપજીબ હવાથી જેના પર પિતે નિર્ભર છે. તે પ્રત્યક્ષને આગમ બાધ કરી શકે નહિ, બાયબાધકભાવને વિચાર કરતી વખતે આનું ધ્યાન રાખવું જ જોઈએ. ઉદાહરણ તરીકે રજૂ કરેલ અપચ્છેદશાસ્ત્રોમાં પર શાસ્ત્રથી પૂર્વ બાધ થાય છે પણ પૂર્વશાસ્ત્ર પરનું ઉપગ્ય નથી, જ્યારે પ્રત્યક્ષ તે વર્ણ, પદ આદિના સ્વરૂપનું ગ્રહણ કરે છે અને આમ તે આગમનું ઉપજીવ્ય છે તેથી વર્ણ, પદ આદિના મિથ્યાત્વને બંધ કરાવનાર આગમથી તેને બાધ થાય એ બરાબર નથી; ઊલટું પ્રત્યક્ષથી જ આગમને બાધા થવું જોઈએ કે એ પ્રત્યક્ષથી વિરુદ્ધ મિથ્યાત્વને બોધ કરાવતું નથી, ઉપર પરિહાર કરતાં કહ્યું છે કે મિથ્યાત્વ અંગેની શ્રુતિ વર્ણ, પદ આદિના સત્યત્વ અંશને ઉપમદ કરે છે પણ પિતાનાં ઉપજીવ્ય સ્વરૂપ અને ઉપમહ નથી કરતી (-વર્ણ, પદ વગેરે મિથ્યા છે એમ કહે છે, પણ વર્ણ, પદ આદિ નથી એમ નથી કહેતી-) પણ આ દલીલ બરાબર નથી. નાનાહિત વિદત્ત જેવી કૃતિઓ સ્વરૂપથી જ પ્રપંચના અભાવને બંધ કરાવે છે, અર્થાત તેમનું કહેવું એમ છે કે અહીં બ્રહ્મમાં કોઈ જ ભિન્ન વસ્તુ નથી, આમ વર્ણ, પદ આદિનું સ્વરૂપ જ ન હોવાથી ઉપજીવ્યને વિરોધ છે જ, તેને ટાળવો મુશ્કેલ છે માટે ઉપય પ્રત્યક્ષને આગમથી બાધ થઈ શકે નહિ.
अत्र केचिदाहु:-'वृषमानय' इत्यादिवाक्यं श्रवणदोषाद् 'वृषभमानय' इत्यादिरूपेण शृण्वतोऽपि शाब्दप्रमितिदर्शनेन शाब्दप्रमितौ वर्णपदादिप्रत्यक्षं प्रमाभ्रमसाधारणमेवापेक्षितमित्यद्वैतागमेन वर्णपदादिप्रत्यक्षमात्रमुपजीव्यम्, न तत्प्रमा । तथा च वर्णपदादिस्वरूपोपमर्देऽपि नोपजीव्यविरोध इति ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org