________________
ર૮૬
सिद्धान्तलेशसङ्ग्रह પ્રત્યક્ષ સાથે તેનો વિરોધ ટાળવાને માટે અતશ્રુતિને માટે પણ અન્ય વૃત્તિનો આશ્રય લેવો જોઈએ.
ઉત્તર : ના. આ બરાબર નથી. ઉપક્રમ-ઉપસ હારની એકરૂપતા વગેરે છ લિંગ મીમાંસાશાસ્ત્રમાં તાત્પર્ય નિર્ણય માટે પ્રતિપાદિત કર્યા છે તેમને લાગુ પાડીએ તે સમજાય છે કે અહંતશ્રુતિનું તાત્પર્ય અતપરક છે; તેથી તે તાત્પર્યાવાળી હેઈ ને પ્રત્યક્ષથી વધારે બળવાન છે અને પ્રત્યક્ષને જ બાધ તેનાથી થાય છે, તેને પ્રત્યક્ષથી બાધ ઉપપન્ન નથી માટે અત શ્રુતિની બાબતમાં લક્ષાવૃત્તિનો આશ્રય લેવાની જરૂર પડતી નથી, અને એ ઉચિત પણ નથી.
[ રેવતી ઋચા–રેવતીર્ન: સલમાઢ: ઈત્યાદિ ચો. વારતન્તીય– નવા વારતકૂએ ઋચામાં ગેય સામ અનિટોમ સામ-યજ્ઞા યજ્ઞા વો નય...એમાં ગેય સામી
[ જુઓ બ્ર. સૂ, શાંકરભાષ્ય ૧.૧.૧. (અધ્યાસભાષ્ય) પર ભામતી, પૃ. ૯-૧૭, (પરિમલ પ્રકાશન, ૧૯૮૨)
विवरणवात्तिके तु प्रतिपादितम्-न तात्पर्यवत्त्वेन श्रुतेः प्रत्यक्षात् प्राबल्यम् । 'कृष्णलं अपयेत्' इति विधेः श्रपणस्य कृष्णलार्थत्वप्रतिपादने तात्पर्येऽपि कृष्णले रूपरसपरावृत्तिप्रादुर्भावपर्यन्तमुख्यश्रपणसम्बन्धः प्रत्यक्षविरुद्धः इति तदविरोधाय श्रपणशब्दस्य उष्णीकरणमात्रे लक्षणाऽभ्युपगमात् ।
જ્યારે વિવરણવાર્તાક માં પ્રતિપાદન કર્યું છે કે તત્પર્યાવાળી છે માટે શ્રુતિનું પ્રત્યક્ષથી પ્રાબલ્ય નથી. કારણ કે “કૃષ્ણલન (સેનાનો ટુકડો જેનું વજન કૃષ્ણલકે ચઠી જેટલું છે તેને-) પકવ” એ વિધિનું પાક કૃષ્ણલને માટે છે એવું પ્રતિપાદન કરવામાં તાત્પર્ય હોવા છતાં કૃષ્ણલમાં રૂપરસની પર વૃત્તિ (ફેરફાર)ના પ્રાદુર્ભાવ સુધીના મુખ્ય પાકને સંબંધ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે તેથી તેની સાથે વિરોધ ન થાય એટલા માટે “શ્રપણ” (પાક) શબ્દની ઉષ્મીકરણ માત્રમાં લક્ષણા સ્વીકારવામાં આવે છે.
વિવરણ: વાચસ્પતિએ કહ્યું છે કે તાત્પર્ય શ્રુતિને બીજાં પ્રમાણ કરતાં પ્રબળ બનાવે છે તેનું ખંડન વિવરણવાન્તિકમાં કર્યું છે. કૂળરું પરકૃષ્ણલ (ચણોઠીના વજન જેટલે સેનાને ટુકડો) પકવવો' એ શ્રુતિનું કૃષ્ણલના અંગ તરીકે શ્રપણને વિષે તાત્પર્ય છે એ સિદ્ધ છે. રૂપ-રસની પરવૃત્તિને પ્રાદુર્ભાવ એટલે પૂર્વ રૂપ-રસાદિને નાશ થાય અને બીજાં રૂપરસાદિની ઉત્પતિ થાય ત્યાં સુધી અધિશ્રયણ આદિ વ્યાપાર એ શ્રપણું' શબ્દને મુખ્ય (અભિધાવૃત્તિથી) અર્થ છે. પણ કૃષ્ણલની બાબતમાં વાલા અધિશ્રણ (ચૂલા પર મૂકવું) આદિ સંપાદન કરવારૂપ પાક કરવામાં આવે તે પણ રૂપરસાદિપરાવૃત્તિને પ્રાદુર્ભાવ થતો નથી એમ પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ થયેલું છે. તેથી પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય એટલા માટે શ્રપણું” શબ્દનો અર્થ “ગરમ કરવું' એટલે જ લક્ષણવૃતિથી સ્વીકારવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org