________________
દ્વિતીય પરિચ્છેદ
સાવકાશ અને નિરવકાશ એ બેમાં નિરવકાશ વધારે બળવાન છે એ ન્યાય છે ( કાવાઉનાવાશયોરિવાજાં વસ્ત્રવત). “રક્ષાબંધનની રજા બધાં કાયાલયમાં રહેશે', “નગરપાલિકાનું કાર્યાલય ચાલુ રહેશે.” –આ બેમાં જે પહેલાથી બીજા વચનનો બાધ કરવામાં આવે તે બીજુ વચન નિરર્થક બની જાય; તેને કોઈ અવકાશ જ નથી, તે નિરવકાશ છે. તો પછી શા માટે એ રજૂ કરવામાં આવ્યું એ પ્રશ્ન થાય. પણ બીજા વચનથી પહેલા વચનને બાધ કરવામાં આવે તે નગરપાલિકાની કચેરી પૂરતી તેને કામ કરવાની તક ન મળે તે પણ અન્યત્ર તે અવકાશ છે જ–તે સાવકાશ છે, તેની સાર્થકતા રહે જ છે. તેથી બીજાથી પહેલા વચનને બાધ થઈ શકે છે અથવા બીજુ વચન વધારે બળવાન છે. આમ નિરવકાસ સાવકાશ કરતાં વધારે બળવાન છે.
પ્રશ્ન થાય કે કૃતિથી બાધિત મનાતું પ્રત્યક્ષ નિરવકાશ બની જતું હોય તે સ્થળે પ્રત્યક્ષથી શુતિને બાધ શા માટે માનવામાં આવે છે તેને ઉત્તર આપતાં કહ્યું છે કે પ્રત્યક્ષ શ્રુતિથી બાધિત થતું હોય તે પણ તે પિતાને ઉચિત વિષયનું સમર્પણ કરે છે એમ કહીને તેની ઉપપતિ બતાવવી જોઈએ કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન છે અને કઈ જ્ઞાનને વિષય હેય જ નહીં એવું બની શકે નહિ. તેથી જ અતશ્રુતિ સાથે વિરોધ હોવાથી દેતના પ્રત્યક્ષને તત્વ કે પરમાર્થના આવેદના સ્થાનથી તે ભ્રષ્ટ કરવામાં આવે છે, પણ તે સફળ પ્રવૃત્તિ કરાવી શકે એવા વ્યાવહારિક વિષયનું સમર્પણ કરે છે એમ માનીને તેની ઉપપત્તિ ભાળ્યાદિ ગ્રંથમાં કરવામાં આવે છે. તિબાધિત પ્રત્યક્ષનું પણ કેવલાદેત વેદાંતના સિદ્ધાંતમાં વ્યાવહારિક પ્રામાણય માનવામાં આવે છે તેથી પ્રત્યક્ષ જ્ઞાન વિષયરહિત છે કે નિરવકાશ છે એમ સિદ્ધાન્તને માન્ય નથી. એટલું જ કહેવું પૂરતું છે કે “આ રજત નથી' એ સર્વને માન્ય પ્રત્યક્ષથી શક્તિજિતને બાધ થાય છે તેમ છતાં અનુભવના સ્વરૂપને ધ્યાનમાં રાખીને સિદ્ધાન્તમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સામેના દેશમાં શક્તિ સાથે તાદાત્માપન રજત છે જે તેને વિષય છે અને એ રીતે શુક્તિરજાતના પ્રત્યક્ષનું સમર્થન કરવામાં આવે છે.
વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે અતકૃતિથી બાધિત થયેલા ઘટાદિ પ્રત્યક્ષને નિવિષય માનવામાં સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રસતિ થાય એ બાધક છે; જયારે શુક્તિ રજતાદિ-પ્રત્યક્ષને નિવિષય માનતાં આવું બાધક નથી કારણ કે કયાંક અસત્ રજતાદિનું પણ ભાન (પ્રકાશન) સ્વીકારવામાં આવે છે. તેમ છતાં શુક્તિરતાદિપ્રત્યક્ષ તત્કાલ ઉત્પન્ન થયેલા રજતાદિને વિષય કરે છે એમ સિદ્ધાન્તમાં સ્વીકારવામાં આવે છે કારણ કે કોઈપણ અનુભવ વિષય વિનાને હેઈ શકે નહિ. તેથી જયાં શ્રુતિથી બાધિત થયેલું પ્રત્યક્ષ નિરવકાશ પ્રસક્ત થતું હોય ત્યાં પ્રત્યક્ષથી શ્રુતિને બાધ યોગ્ય છે, અને સિદ્ધાન્તને માન્ય છે તેથી મુનિનું પ્રાબલ્ય ઓત્સર્ગિક છે, સામાન્ય નિયમ છે જેમાં અપવાદ શકાય છે. કેવલાદેતવેદાંતની અનિર્વચનીય ખ્યાતિમાં પુરાવતી દેશમાં તે જ વખતે ઉપનન થયેલું (અનિર્વચનીય) રજત શુનિરજત પ્રત્યક્ષને વિષય માનવામાં આવે છે પણ ઢંકાયેલું છે. અન્ય દેશમાં રહેલું રજત (–અન્યથાખ્યાતિની જેમ), કે આન્તર અર્થાત જ્ઞાનાકાર રજત (માત્મખ્યાતિની જેમ) કે અસત્ રજત (અસખ્યાતિની જેમ) તેને વિષય માનવામાં નથી આવતું, કારણ કે તેવા રજતને ઈદમ' અર્થથી અભિનવને અનુભવ સાથે વિરોધ છે. વ્યવહિત કે આન્તર કે અસત રજતાદિનું “ઇદમ' અર્થ સાથે તાઓ સંભાવે નહિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org