________________
૨૮
सिद्धान्तलेशसंग्रहः
વગેરેમાં રહેલાં ગંધ આદિ વિષે ગન્ધ પૃથ્વીનેા જ ગુણ છે, જળ આદિના ગુણુ નથી’ ઇત્યાદિ રૂપે આપણા જેવાથી પ્રત્યક્ષથી વિવેક કરવા શકય નથી.
કાઈશ કા કરે કે પૃથ્વી વગેરે પ્રાયઃ એકબીજાની સાથે સંસૃષ્ટ (તાદાત્મ્યાપન્ન) હાવાથી એકના ધર્મના અન્યત્ર અવભાસ સ‘ભવે છે માટે પ્રત્યક્ષ વુ છે જેમાં દોષની શંકા થાય છે તેથી ત્યાં (એ બાબતમાં) આગમથી મેધ આપવામાં આવે છે, (તેા ઉત્તર છે કે) એવુ' હાય તેા અહી' પણ બ્રહ્મ અને પ્રપ`ચને ઉપાદાનઉપાદેયભાવ હેાવાને કારણ તે એ પરસ્પર સ`સૃષ્ટ હેાવાથી એકના ધર્મના અન્યત્ર અવભાસની સભાવના છે તેથી પ્રત્યક્ષ દેષની શ'કાવાળુ છે. (અને) તેની છે, ભાસે છે, પ્રિય છૅ, રૂપ અને નામ એ પાંચ અંશને! સમૂહ છે. પહેલાં ત્રણ બ્રહ્મરૂપ છે, તે પછીનાં બે જગરૂપ ઇં’ એમ વૃદ્ધોક્ત આગમથી વ્યવસ્થા કરવામાં આવી—આમ અને (પરિસ્થિતિએ)માં સમાનતા છે.
આમ ઉપજન્ય વિરોધ થશે એ (દલીલ) પણ (ખરાખર) નથી, કારણ કે વણું, પદ, વાકચ આર્કિના રવરૂપાંશના પ્રત્યક્ષને ઉપજીન્ય બનાવીને (તેને આધાર લઈ ને) આગમ પ્રમાણ અનુપજીત્ર્ય એવા તેના સત્યત અંશનું ઉપમન કરે છે (એમ આ ચિંતકા કહે Ë). (૧)
વિવરણ : આકાશમાં નીલરૂપતુ પ્રત્યક્ષ જ્ઞાન થાય તેને બાધ યૌક્તિક નિશ્ચયથી શકય નથી એમ બતાવીને હવે પ્રત્યક્ષથી તેને બાધ શકય નથી એમ બતાવવા પૂર્વ પક્ષી પાસે શંકા રજૂ કરાવી તેનું ખંડન અહીં કર્યુ છે. વાસ્તવમાં ભૂમિની નજીના આાશ પ્રદેશમાં કયાંય નીન્નરૂપ છે જ નહિ. ત્યાં દેખાતું હોય તા ઉપર રહેલા આકાશપ્રદેશમાંના નીલરૂપનુ જ દૂરવદોષને કારણે ભૂમિની નજીકમાં દર્શન થાય છે એવી સભાવના બતાવી શકાય. તેથી પ્રત્યક્ષ પ્રમાણથી આકાશમાં પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેના બાધ થઈ શકે નહિ; એ તો આગમથી જ શકય છે એમ કર્યુ, પ્રત્યક્ષના ખાધ આગમથી થાય છે તેનુ બીજું ઉદાહરણ આપ્યું છે—પાણીમાં અને વાયુમાં પૃથ્વીની જેમ ગધની ઉપલબ્ધિ થવાથી કોઈક અનભિજ્ઞ એમ કહે કે તેમાં પણ ગન્ધ સ્વાભાવિક છે તેા તેમ માની ન લેવું; પણ એમ સમજવું જોઈએ કે પાણી અને વાયુને ચાંટેલી ગંધ તેષામાં રહેલા પૃથ્વી દ્રવ્યની જ છે. પૃથ્વીમાં જ ગન્ધ છે; એવુ જ બીન' દ્રબ્યાનુ છે. રસ એકલા જળને ગુણ છે, રૂપ તે ગુણુ છે, સ્પશ વાયુને, શબ્દ આકાશના પૃથ્વી વગેરેમાં રસાદિની ઉપલબ્ધિ પણ પૃથ્વી આદિમાં રહેલા જલાદિ દ્રવ્યને આશ્રિત રસાદિવિષયક જ છે એમ બતાવનાર પુરાણું. વચને ધ્યાનમાં લેવાં.
(શંકા) જળમાં પુષ્પાદિ પાર્થિવ દ્રવ્યના સસર્ગ હાય ત્યારે ગંધ !! ઉપલબ્ધિ થાય છે, અન્યથા નહિ તેથી અન્વય વ્યતિરેકથી જ એવા નિય સભવે છે કે ગન્ધ એ એકલી પૃથ્વીના ગુણ છે તેને માટે આગમની શી જરૂર?
(ઉત્તર) પાર્થિવ દ્રવ્ય સ્વભાવથી જ જલના ઉપષ્ટ ભ(ટેકા)વાળુ છે. હવે આ વસ્તુમાં ગોંધ છે. તે પૃથ્વીની જ છે, જળની નથી એવા વિવેક પ્રત્યક્ષથી આપણા જેવા કેવી રીતે કરી શકે? જળમાં જ ગંધ કયાંક સ્વાભાવિક છે, કયાંક આપધિક છે એવી કલ્પનાન પણ શકયતા છે જ. તેથી અન્વય-વ્યતિરેકથી નિય નહીં થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org