________________
૨૮૨
सिद्धान्तलेशसङ्ग्रहः અગ્નિષ્ઠામ સામ કરીને આ યાગથી પશુની ઈચ્છા રાખનારે ઇષ્ટ સંપાદન કરવું? એ વિશિષ્ટવિધિનું પ્રામાણ્ય તાત્પર્યને વિષય નહિ એવા વિશેષણ સ્વરૂપને વિષે જોવામાં આવે છે, તેથી ઉક્ત નિયમની સિદ્ધિ નથી. એ દેખીતુ છે કે અહીં રેવતી ચા જેનો આધાર છે તેવું વારવન્તીય સામ વિશેષણ છે. અને એ સેમ આદિ વિશેષણની જેમ લોકસિદ્ધ નથી, જેથી તેનાથી વિશિષ્ટ યાગના વિધિમાત્રમાં વાક્યનું પ્રામાણ્ય હોય. તેમ વિશિષ્ટવિધિથી વિશેષણને આક્ષેપ થઈ જાય એવું પણ નથી. કારણ કે આક્ષેપથી વિશેષણનું જ્ઞાન થતાં વિશિષ્ટવિષયક વિધિ થશે, અને એ થતાં તેનાથી વિશેષણને આક્ષેપ થશે એમ અન્યાશ્રય (દેવ) પ્રસક્ત થશે. તેથી વિશિષ્ટવિધિને બંધ કરાવનાર જ વાક્યનું વિશેષણના સ્વરૂપ વિષે પણ પ્રામાણ્ય છે એમ કહેવું પડશે. અને ત્યાં (તેને વિષે) તાત્પર્ય નથી, કારણ કે બન્ને રથાનમાં તાત્પર્ય હોય તે વાયભેદ (દોષ)ની પ્રસિદ્ધિ થશે.
એ જ રીતે વિધેયસ્તુતિપરક અથવાદનું પણ સ્તુતિના દ્વારભૂત અર્થમાં તાત્પર્ય નથી તેથી તેમના કરતાં પ્રત્યક્ષ જ બળવાન હોવાથી તેની (પ્રત્યક્ષની) સાથે વિરોધ ન થાય તેટલા માટે તેમાં બીજી વૃત્તિની કલ્પના કરવામાં આવે છે.
વિવરણઃ પૂર્વપક્ષીની શંકાનું સમાધાન કરતાં વાચસ્પતિમ પિતાની ભામતી નામની બહ્મસૂત્રશાંકરભાષ્યની ટીકામાં કહ્યું છે કે જે શ્રુતિ તાત્પર્યવાળી હોય તે જ પ્રત્યક્ષ કરતાં બળવાન છે, બધો શ્રુતિ નહિ. રોમેન ને એ શ્રુતિનું સમયાગના સંબંધમાં તાત્પય નથી માટે એ શ્રુતિની અપેક્ષાએ પ્રત્યક્ષ જ બળવાન છે, તેથી પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય માટે લક્ષણે કલ્પવી એ ઉચિત છે. એ જ રીતે “યુગમાન: વસ્તર:' જેવાં અથવાદવાકયોનું પણ પિતાના અર્થમાં તાત્પર્ય નથી (આવાં વાકાને કહેવાને આશય એ નથી કે પ્રસ્તર ખરેખર યજમાન છે ઇત્યાદિ–) તેથી પ્રત્યક્ષ શ્રુતિ કરતાં પ્રબળ છે અને પ્રત્યક્ષ સાથે વિરોધ ન થાય માટે ગૌણ વૃત્તિ આદિની કલ્પના મેગ્ય છે. બીજી બાજુએ પ્રપંચના મિથ્યાત્વને બંધ કરાવનારી કૃતિઓનું તે પિતાના અર્થમાં તાત્પર્ય છે તેથી આવી શ્રુતિઓ પ્રત્યક્ષની અક્ષિાએ વધારે બળવાન છે અને તે પ્રત્યક્ષને બાધ કરે એમાં કઈ મુશ્કેલી નથી.
આ સમાધાનની સામે શંકા થાય કે મંત્ર અને અર્થવાદવાકયોનું પણ પિતાના અર્થમાં તાત્પર્ય કેમ ન હોય. તેને ઉત્તર એ છે કે મંત્ર અને અર્થવાદ વાકયોના પિતાના અર્થમાં ફળ નથી અને ગૌરવ થાય છે તેથી તેમનું સ્વાર્થમાં (પિતાના અર્થમાં) તાત્પર્ય માનવામાં નથી આવતું. તેવા સવા” જેવા મંત્રોથી અને “વામાનઃ પ્રતર જેવા અર્થ વાદેથી વિધેયગત સ્તુતિ લક્ષણથી માનવી જોઈએ, તેથી મંત્રાદિ વાકયોના દ્રવ્યદેવતારિરૂપ અર્થને જેનો લક્ષણું કરવાની છે તે સ્તુતિની સાથે સંબંધ કહેવો જોઈએ. નહીં તે ભત્રાદિને પોતાના જ્ઞાય સાથે સંબંધ ન હોય તે એ સ્તુતિના લક્ષક બની શકે નહિ. તેથી સ્તુતિને વિષે લક્ષણા કરવાની હોય ત્યારે મંત્રાદિને વાક્ષાર્થ ધારભૂત (માધ્યમ) બને છે. જેમ નાચ ઘોષ' માં ગંગા પદથી તીરને વિષે લક્ષણું કરવાની હોય છે ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org