________________
પ્રથમ પરિચ્છેદ
૨૫૭
પ્રાપ્ત થતાં તેના જ્ઞાનને અપરોક્ષાર્થી ભિન્નત્વરૂપ અપરોક્ષત્વ પ્રાપ્ત થાય છે. અને આમ વિષયાવરિંછન તન્યગત અજ્ઞાનની નિવૃત્તિની પહેલાં જ્ઞાનને અપરોક્ષત્વ પ્રાપ્ત થતું ન હોવાને કારણે સિદ્ધાન્તીને જે જ્ઞાનગત અપરોક્ષત્વ માન્ય છે અને જે વિષયાવછિન્ન ચિત ગત અખાનની નિવૃત્તિથી પ્રયુક્ત છે તે અજ્ઞાનની નિવૃત્તિની પ્રતિ પ્રાજક હોઈ શકે નહિ. તેથી અજ્ઞાનની નિવૃત્તિના પ્રયોજક તરીકે અપક્ષવને નિવતક જ્ઞાનનું વિશેષણું બનાવી શકાય નહિ. જે અજ્ઞાન જે પુરુષ પ્રતિ જે વિષયનું આવરણ કરે તે તેના તદિષયક જ્ઞાનથી દૂર કરી શકાય છે એમ જે જ્ઞાન અને અજ્ઞાનના વિરોધના પ્રોજકની સમજૂતી આપી છે તેમાં અપક્ષત્વ નિવક જ્ઞાનનું વિશેષણ થઈ શકે નહિ એમ કહેવાને ભાવ છે. તેથી “અજ્ઞાનના આયરૂપ ચૌનન્યના સંસર્ગથી નિયતત્વ (વ્યાપ્ત હોવું) નિવક જ્ઞાનનું વિશેષણ હેવું જોઈએ જેથી પરોક્ષજ્ઞાનને અજ્ઞાનનિવક માનવું ન પડે.
શંકા : વિષયની સાથે સંસ્કૃષ્ટ વૃત્તિજ્ઞાનને વિષયગત અજ્ઞાનનું નિવતક કયાંય માન્યું નથી.
ઉત્તર : બ્રહ્મવિષયક વૃત્તિાનમાં તેમ માન્ય છે. બ્રહ્મજ્ઞાન મૂલ અજ્ઞાનના આશ્રયભૂત અને બધાંના ઉપાદાનભૂત બ્રહ્મમાં નિયમતઃ સંસર્ગવાળું છે. જ્યારે બ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાનને ઉદય થાય છે ત્યારે નિયમતઃ તે બ્રહ્મસંસષ્ટ જ ઉદય પામે છે કારણ કે બ્રહ્મ સર્વનું ઉપાદાન છે. કાર્યમાત્ર જન્મથી માંડીને ઉપાદાનભૂત બ્રહ્મ સાથે સંસર્ગવાળું છે એ નિયમ હેઈને બ્રહ્મવિષયક વૃત્તિજ્ઞાનને પણ પિતાથી જેને નાશ થવાનો છે તે મૂલ અજ્ઞાનના આશ્રયભૂત બ્રહ્મ સાથે નિયમતઃ સંસગ હોય છે એમ આથી સિદ્ધ થાય છે. શ્રુતિ પણ કહે છે કે બ્રહ્મજ્ઞાન અજ્ઞાનનું નિવક છે – તરત શોધામવિ (છા. ૭.૧૩). અહીં શાક એટલે અજ્ઞાન; અને આત્મા એટલે પ્રાગાત્માથી અભિન્ન બ્રહ્મ.
શ કા : પરક્ષ વૃત્તિઓને વિષયથી અવચ્છિન્ન તન્ય સાથે સંસગ નથી હોતે તે ઐયિક વૃત્તિઓને તેની સાથે સંસર્ગ હોય છે તેમાં શું હેતુભૂત છે?
ઉત્તર : ઇન્દ્રિયને સંનિક તેમાં હેતુભૂત છે. આનાથી એમ સૂચિત થાય છે કે પરોક્ષ વૃત્તિઓની બાબતમાં “ અજ્ઞાનના આશ્રયભૂત વિષયાવછિન્ન રોતન્ય સાથેના સંસર્ગથી નિયતવ' એ વિશેષણ ન હોવાથી જે અજ્ઞાન જે પુરુષની પ્રતિ.' ઇત્યાદિ અંશ હોવા છતાં પણ ત્યાં અતિપ્રસંગ નથી. અજ્ઞાન અને જ્ઞાનના વિરોધનું પ્રાજક આમ કરે છે
જે અજ્ઞાન જે પુરુષનો પ્રતિ જે વિષયનું આવરક હોય, તે તેનું તે વિષયનું જ્ઞાન જે તેના અજ્ઞાનના આશ્રયભૂત ગૌતન્ય સાથે નિયમતઃ સંસષ્ટ ઉત્પન્ન થાય છે, તેનાથી નિવૃત્ત થાય છે.” ઘટાવચ્છિન્ન મૈતન્યમાં તેનું આવરણ કરનાર અનેક અજ્ઞાને છે. તેમાં કેટલાંક અજ્ઞાન દેવદત્ત પ્રતિ તેનું આવરણ કરે છે, અને કેટલાંક યાદત્ત આદિની પ્રતિ તેનું આવરણ કરે છે. પ્રત્યેક વિષય માટે પુરુષભેદથી અનેક અજ્ઞાને છે. આમ વિષયનું આવરણ કરનાર અજ્ઞાનમાંથી જે અજ્ઞાન જે પુરુષ (દેવદત્ત)ની પ્રતિ જે વિષય (ઘટ)નું આવરણ કરે છે, તે અજ્ઞાન તેના દેવદત્તના) તદિષયક (ધટવિષયક) જ્ઞાનથી નાશ પામે છે– આ જ જ્ઞાન તેના અજ્ઞાનના આશ્રયભૂત નેતન્યમાં નિયમતઃ સંસર્ગથી ઉત્પન્ન થયું હોય છે. સંસર્ગનિયમ આ પ્રમાણે છે :- જ્યારે જ્યારે ઘટ અને ઇન્દ્રિયના સંનિર્મથી ઉત્પન્ન થતું ઘટવિષયક વૃત્તિજ્ઞાન અસ્તિત્વમાં આવે છે (ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યારે ઘટાવછિન્ન ચૈતન્યમાં તે ઘટવિષયક વૃત્તિતાનને સંયગ હોય જ છે. આમ જ્યાં જ્યાં ઇન્દ્રિયજન્ય
સિ-2
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org