________________
૨૫૮
सिद्धान्तलेशसमहः વૃત્તિની ઉત્પત્તિ હોય છે ત્યાં ત્યાં વિષયાવચ્છિન્ન ચૈતન્યમાં તે વૃત્તિઓને સંસગ હોય જ છે એ નિયમ સપષ્ટ ભાસે છે. આમ બીજ વિષયો, બીજા પુરુષે, બીજાં અજ્ઞાન અને બીજાં શાનેમાં આ પ્રોજક દરેકમાં વિશેષ કરીને ચોજી લેવું.
न चैवं सति नाडीहृदयस्वरूपगोचरशब्दज्ञानस्याप्यज्ञाननिवर्तकत्वप्रसङ्गः । तस्य कदाचिदर्थसम्पननाडीहृदयान्यतरवस्तुसंसर्गसम्भवेऽपि विषयसंसर्ग विनापि शाब्दज्ञानसम्भवेन तत्संसर्गनियतात्मलाभत्वाभावात् । तस्माज्ज्ञानाज्ञानविरोधनिहाय वृत्तिनिर्गमो वक्तव्य इति । છે અને આમ હોય તો નાડી અને હૃદયના સ્વરૂપવિષયક શબ્દજન્ય જ્ઞાન પણ અજ્ઞાનનિવર્તક બને એવો પ્રસંગ આવશે એમ નથી. કારણ કે તેને ( શબ્દ જ્ઞાનના) કદાચિત અર્થ બનેલ નાડી અને હૃદયમાંથી એક વસ્તુ સાથે સંસર્ગને સંભવ હોવા છતાં વિષય (વિષયાવચ્છિને ચૈતન્ય) સાથેના સંસગ વિના પણ શબ્દજન્ય જ્ઞાનને સંભવ હોવાથી તેની ઉત્પત્તિ એવી નથી કે છે જે તેના (વિષયાવચ્છિન્ન ચૈતન્ય) સાથેના સંસર્ગથી નિયત હોય. તેથી જ્ઞાન અને અજ્ઞાનના વિરોધના નિર્વાહ માટે વૃત્તિને નિગમ થાય છે એમ કહેવું માનવું) જોઈએ.
વિવરણ: (શંકા) પક્ષ વૃત્તિઓને વિષયાવછિન ચૈતન્ય સાથે સંસગ નથી હોત તેથી તેમને અજ્ઞાનની નિવર્તક માનવાને પ્રસંગ આવતો જ નથી એમ કહેવું બરાબર નથી કારણ કે કયાંક પરોક્ષ વૃત્તિને પણ વિષય સાથે સંસગ હોય છે – જેમ કે, “હાપુરી ના સન્તિ' (હદયકમળમાં નાડીઓ છે) એ વાકયજન્ય વૃત્તિ કયારેક હદયપુંડરીકમાં રહેલા અન્તઃકરણમાં નાડી અને હૃદય એ બેમાંથી એક વસ્તુના અવચ્છેદથી ઉત્પન્ન થાય છે તેથી તે વૃત્તિને તે બેમાંથી એક વસ્તુથી અવછિન ચૈતન્ય સાથે સંસર્ગ છે માટે તે આવરણની નિવર્તક બની શકે એ પ્રસંગ થાય છે. આ ઈછાપત્તિ છે એમ નહીં કહેવાય કારણ કે એમ હોય છે ત્યારે તેમાંની એક વસ્તુ અંગે જિજ્ઞાસાને ઉદય ન થવો જોઈએ (-પણ થાય છે).
(ઉત્તર) "નિયત’ પરથી શંકાનું નિવારણ થઈ શકે છે. જે વૃત્તિજ્ઞાનની ઉત્પત્તિ વિષયાવચ્છિન્ન તન્યના સંસથી નિયત કે વ્યાપ્ત હેય અર્થાત્ જે વિયાવછિન્ન ચૈતન્યથી સંસ્કૃષ્ટ તરીકે જ નિયમતઃ ઉપન્ન થાય છે તે અજ્ઞાનનિવર્તક છે પણ જ્યારે જ્યારે હદયાદિવિષયક શબ્દજન્ય વૃત્તિને ઉદય થાય છે ત્યારે ત્યારે તે વૃત્તિને હદયાદિમાંથી એક વસ્તુથી અવછિન્ન ચૈતન્ય સાથે સંસર્ગ હોય જ છે એવું નથી. ઈન્દ્રિયજન્યવૃતિઓ તે તે તે ઇન્દ્રિયના ગલકથી અવચ્છિન્ન અન્તઃકરણ પ્રદેશમાં નિયમતઃ ઉત્પન્ન થાય છે. પણ જે વૃત્તિઓ ઈન્દ્રિયજન્ય નથી તે અન્તઃકરણમાં ઉત્પન્ન થતી હોય છે ત્યારે અમુક અન્તઃકરણ પ્રદેશમાં ઉત્પન્ન થવી જોઈએ એને માટે કારણ ન હોવાથી હૃદયાદિવિષયક શાબ્દવૃત્તિ કદાચિત કૈવવશાત હદયાદિથી અવછિન્ન અન્તઃકરણમાં જન્મય ખરી, પણ કયારેક હદયાદિ પ્રદેશને છોડીને અન્ય પ્રદેશથી અવચ્છિન્ન અન્તઃકરણમાં તે ઉત્પન્ન થાય. આમ ઉપર કહેલ નિયમ નથી તેથી પક્ષ વૃત્તિજ્ઞાન અજ્ઞાનનું નિવતક બનતું નથી, કારણ કે વૃત્તિતાન અઝાનના આશ્ર-ભૂત વિષયાવચ્છિન્ન શૈતન્યના સંસગ વિના અજ્ઞાનનિવતક બની શકતું નથી અને જ્ઞાન અજ્ઞાનનિવર્તક બને તે માટે વૃત્તિને નિગમ માન જ જોઈએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org