________________
૨૨૪
सिद्धान्तलेशसङ्ग्रहः | (આ દલીલ બરાબર નથી, કારણ કે એમ હેય તે પતિ શંખના ભ્રમમાં ચક્ષુની જરૂર નથી એમ માનવું પડે. ત્યાં શંખના ગ્રહણમાં ચક્ષુની અપેક્ષા નથી એ દેખીતું છે, કારણ કે રૂપ વિના કેવળ શંખ ચક્ષુથી ગ્રાહ્ય બની શકતું નથી. તેમ પીળાશને ગ્રહણમાં પણ (ચક્ષુની અપેક્ષા નથી, કારણ કે આરેપિત વરતુની બાબતમાં એ ઍન્દ્રિયક છે (ઈન્દ્રિયગ્રાહ્ય છે) એમ સ્વીકારવામાં નથી આવતું.
વિવરણ : મિજ્ઞાનવાદી પ્રતિભાસિક રજતના ચાક્ષુષત્વના અનુભવને બીજી રીતે સમજાવીને ધમી અને ઇન્દ્રિયના સંનિકથી ઉત્પન્ન થતી વૃત્તિ ધમી માત્રને વિષય કરે છે એમ બતાવવાના આશયથી શંકા કરે છે કે પ્રતિભાસિક રજત સાથે ઇન્દ્રિયને સંનિકર્ષ નથી એ જ એ રજતને ચાક્ષુ માનવામાં બાધક બને છે. તેથી તેને ચહ્નગ્રંહ્ય માની શકાય નહિ. એ રજત ઈદવૃત્તિ-સમકાલ હોઈને દુષ્ટ ઇન્દ્રિયના સંપ્રયોગથી ઉત્પન્ન થયું છે એમ પણ માની શકાય નહિ કારણ કે કોઈ પણ ઈન્દ્રિયના સંનિકને જ્ઞાનનું કારણ માન્યો છે પણ કઈ અર્થના કારણ તરીકે તેને માનવામાં નથી આવ્યો. પ્રતિભાસિક રજતને ઍન્દ્રિયક (ઈન્દ્રિગ્રાશ) માનનાર પક્ષમાં એક વસ્તુ સાથે ઇન્દ્રિય-સંનિષ” અન્ય વસ્તુ વિષે વૃત્તિ ઉત્પન્ન કરે છે એવી એક કલ્પના કરવી પડે, અને જ્ઞાનનું કારણ એવો સંનિકષ રજત આદિ અર્થની ઉત્પત્તિમાં કારણ છે એવી બીજી કલ્પના કરવી પડે તેથી આ મતમાં ગૌરવને દોષ છે એવો ભાવ છે.
- હવે ધમિજ્ઞાનવાદીને કઈ પૂછે કે જે સ નિકષ રજતાદિ અર્થની બાબતમાં કારણ ન હોય તો શું કારણ છે. માત્ર અવિદ્યાને તે કારણે માની શકાય નહિ કારણ કે તે સદા હેય છે તેથી રજતાદિને અયાસ કયારેક થાય છે અને કયારેક નહિ એમ કદાચિક તરીકે પ્રતીત થતા અધ્યાસને માટે એ જવાબદાર હોઈ શકે નહિ. આને ઉત્તર આપતાં ધર્મિજ્ઞાનવાદી કહે છે કે ઇન્દ્રિયના સંનિકષને કારણે “ઇદમ' અર્થને જ વિષય કરનારી વૃત્તિ ઉત્પન્ન થાય છે. તે અધ્યાસને વિષે નિમિત-કારણ બને છે અને તેનાથી ક્ષુબ્ધ થયેલી અવિદ્યા રજતાકારે પરિણમે છે. ઈદમ' આકારવાળી વૃત્તિથી અભિવ્યક્ત એવું જે ઈદમ' અર્થથી અવછિન્ને ચૈતન્ય તે રજતનું અધિષ્ઠાન છે. તેથી રજત રજતવિષયકવૃત્તિ વિના જ ચૈતન્યથી ભાસિત થઈ શકે છે જેમ અહંકારાદિ થાય છે તેમ. અને આ ઈદેવૃત્તિ કાદાચિત્ર હોવાથી રતાદિને અયાસ પણ કદાચિક છે. આમ રજત ઈદવૃત્તિની તરત જ પછી હોઈને તે ઇદ વૃત્તિથી જન્ય છે અને એ ઇદંવૃત્તિથી અભિવ્યક્ત થયેલ સાક્ષી પર તેને અધ્યાત હોઈને એ સાક્ષીથી ભાસિત થાય છે.
હવે ધર્મિજ્ઞાનવાદીની સામે કોઈ શંકા કરે કે બાહ્ય ચૈતન્યથી અવભાસ્ય શુક્તિરજતાદિ ને અહંકારાદિની જેમ સાક્ષીથી ભાસિત થતાં કેવી રીતે કહી શકાય તો તે શંકા
બરાબર નથી કારણ કે “સાક્ષીથી ભાસિત થવું એને અર્થ એ જ છે કે પિતાને વિષય કરનાર જ્ઞાનરૂપ વૃત્તિથી અનુપહિત ચૈતન્યથી ભાસિત થવું. અને આમ જેમ અવિદ્યા, અહંકાર અને તેના ધર્મોને અવભાસિત કરતું ચૈતન્ય અવિદ્યાદિવિષયક જ્ઞાનરૂપ વૃત્તિથી ઉપહિત નથી બનતું તેમ શુક્તિરજતાદિને ભાસિત કરનારુ ચૈતન્ય પણુ શુક્તિરજતાદિને વિષય કરનારી જ્ઞાનાત્મક વૃત્તિથી ઉપહિત નથી બનતું તેથી તેને સાક્ષિભાસ્ય કહ્યું છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org