________________
પ્રથમ પરિચ્છેદ
૨૩૫
પણ સંખ્યાનો આશ્રય છે એ ભ્રમ થવાથી દ્રવ્યત્વને અધ્યાસ થાય છે. એકત્વ, દિવ આદિ સંગને યોગ્ય નથી છતાં અદ્ર યમાં દ્રવ્યવને આરોપ જોઈએ છીએ. જે નિયમના અક્ષરાથને પૂરેપૂરા વળગી રહીએ તે અંધકાર કે એકવાદિમાં જે દ્રવ્યવને ભ્રમ થાય છે ત્યાં દ્રયની સાથે સંયોગ ન હોવાથી નિયમને વ્યભિચાર થશે તેથી નિયમને વ્યાવહારિક દષ્ટિએ જ સમજવો જોઈએ. જે દ્રવ્યત્વનું અધિકરણ છે તેના પ્રત્યક્ષમાં ઈન્દ્રિયસંગ કારણ છે. ઉપર બંને કિરસામાં દ્રવ્યત્વને આરોપ થયો છે અને છતાં નિયમ લાગુ પડે છે. તે જ રીતે પ્રતિભાસિક રજતમાં જેમ અધિષ્ઠાન (શક્તિ)ના ઈદવને આરોપ થાય છે તેમ તેના દ્રવ્યત્વને આરોપ થાય છે અને આમ વ્યાવહારિક દૃષ્ટિએ શુક્તિરજત દ્રવ્યવનું અધિકરણ છે અને ઇન્દ્રિયસંગથી તેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેથી દ્વિતીય નિયમ ભંગ નથી.
ત્રીજા નિયમની સિદ્ધિ નથી કારણ કે દ્રવ્યના પ્રત્યક્ષમાં તેની સાથે ઇન્દ્રિયને સંયોગ કારણ છે એ નિયમ કર્યા પછી દ્રવ્યવિશેષ રજતના પ્રત્યક્ષમાં રજતની સાથે ઇન્દ્રિયને સંયોગ કારણ છે એવા વિશેષ નિયમની કઈ જરૂર નથી. કોઈ શંકા કરે કે જે સામાન્ય કાયને જે સામાન્ય હેતુ હોય એના વિશેષમાં તેને વિશેષ હેતુ હોય એ ન્યાય પ્રમાણે વિશેષ કાર્યકારણભાવને વારી શકાય નહિ. તેના ઉત્તરમાં કહ્યું છે જ્યાં સામાન્ય કાર્યકરણ ભાવને લીધે અતિપ્રસંગ ઉભો થતો હોય -ગમે તે કારણ ગમે તે કાર્યને હેતુ બની જતે હાય-) ત્યાં આ ન્યાય લાગુ પડે છે. અન્યત્ર નહિ. જેમ કે બીજથી અંકુર થાય છે એમ માનતાં ગમે તે બીજમાંથી ગમે તે અંકુરની ઉત્પત્તિને પ્રસંગ આવી પડે છે તેથી તે તે (વિશેજ) બીજમાંથી તે તે (વિશેષ) અંકુર થાય છે એવા વિશેષ નિયમની આવશ્યકતા રહે છે. પણ અહીં તેવું નથી તેથી ત્રીજો વિશેષ કાર્યકારણભાવવિષયક નિયમ બકરીના ગળામાં લટક્તા સ્તનની જેમ નકામે છે.
. न चात्रापि 'द्रव्यप्रत्यक्षे द्रव्यसंयोगः कारणम्' इति सामान्यनियममात्रोपगमे अन्यसंयोगादन्यद्रव्यप्रत्यक्षापत्तिरिति अतिप्रसङ्गोऽसीति वाच्यम् । 'तत्तद्र्व्यप्रत्यक्षे तत्तद्र्व्यसंयोगः कारणम्' इति नियमाभ्युपगमात् । अन्यथा तृतीयनियमेऽप्य तिप्रसङ्गस्य दुरत्वात् । तस्मान्नास्ति क्लुप्तनियमभङ्गप्रसङ्गः।
किं चात्र क्लुप्तनियमभङ्गेऽपि न दोषः, 'इदं रजतं पश्यामि', 'नीलं जलं पश्यामि' इत्यादेरनन्यथासिद्धस्यानुभवस्य प्रथमगृहीतानामपि 'प्रत्यक्षमात्रे विषयसन्निकर्षः कारणम्' इत्यादि नियमानां व्यावहारिकविषये सङ्कोचकल्पनमन्तरेणोपपादनासम्भवात् ।
અને એવી દલીલ કરવી નહિ કે અહીં પણ “દ્રવ્યના પ્રત્યક્ષમાં દ્રવ્યને સંગ કારણભૂત છે એ સામાન્ય નિયમ માત્ર માનવામાં આવે તો એક દ્રવ્યના સાગથી અન્ય દ્રવ્યના પ્રત્યક્ષની આપત્તિ છે તેથી અતિપ્રસંગ છે. ( આ દલીલ બરાબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org