________________
सिद्धान्तलेशसङ्ग्रह નથી, કારણ કે “તે તે દ્રવ્યના પ્રત્યક્ષમાં તે તે દ્રવ્યને સંગ કારણ છે એમ નિયમ સવીકારવામાં આવે છે, કેમ કે અન્યથા ત્રીજા નિયમમાં પણ અતિપ્રસંગ ટાળો મુશ્કેલ બને. તેથી માનેલા નિયમના ભંગનો પ્રસંગ નથી . વળી અહીં માનેલા નિયમને ભંગ થાય તો પણ દોષ નથીકારણ કે
આ ૨૪ત જોઉં છું” “નીલ જલ જોઉં છું વગેરે અનન્યથાસિદ્ધ (બીજી કોઈ રીતે સિદ્ધ ન થતે એવો અનુભવ છે તેનું પ્રત્યક્ષમાત્રમાં વિષય-સંનિક કારણ છે' વગેરે જે પ્રથમ ગૃહીત નિયમ છે તેમનો વ્યાવહારિક વિષયમાં સંકેચ માન્યા વગર ઉપપાદન (શક્યતા બતાવી તે) સંભવતું નથી.
- વિવરણ : સામાન્ય કાર્યકારણુભાવ માનતાં બીજાંકુરની બાબતમાં ગમે તે બીજમાંથી ગમે તે અંકુરની ઉત્પત્તિને પ્રસંગ આવે છે તે અહીં પણ ઉપસ્થિત થશે તેથી વિશેષ નિયમની આવશ્યકતા છે એવી દલીલના ઉત્તરમાં કહ્યું છે કે તે તે દ્રવ્યના પ્રત્યક્ષમાં તે તે દ્રવ્યને સંગ કારણ છે એમ જ નિયમ સમજવાને ; પણ તે ન્યાયથી ત્રીજા કાયકારણભાવની સિદ્ધિ થતી નથી. જે ત્રીજા નિયમથી જ અતિપ્રસંગ ટાળવા ધારતા હે તે એટલું ધ્યાનમાં રાખજે કે “રજતનું પ્રત્યક્ષ રજતના સંગથી થાય છે એ ત્રીજા નિયમની કલ્પનામાં પણ અતિપ્રસંગને દોષ રહેવાને જ– એક રજતના ચક્ષુ સાથેના સંગથી અન્ય રજાતના પ્રત્યક્ષને પ્રસંગ રહેશે જ. આમ આ ત્રીજો નિયમ નકામે જ છે. આમ પહેલા અને ત્રીજા નિયમની સિદ્ધિ નથી અને બીજા નિયમ સાથે કોઈ વિરોધ નથી તેથી કઈ માનેલા નિયમના ભંગનો પ્રસંગ નથી.
કઈ શંકા કરે કે પહેલા અને બીજા નિયમને વિરોધ થાય છે જ એમ પહેલાં કહ્યું છે, અને તેમાં સમાવિષ્ટ વ્યક્તિના નિયમના વિરોધને પણ ટાળી શકાશે નહિ તેથી માનેલા નિયમને ભંગ નથી એમ કહેવું બરાબર નથી. આ શકોના ઉત્તરમાં કહે છે કે અહીં શુરિજત વગેરે સ્થળે ઉક્ત નિયમ ભંગ થાય તો પણ કઈ દેવું નથી. રજત જોઉં છું' વગેરે અનુભવની બીજી કોઈ રીતે સિદ્ધિ થતી નથી તેથી ચાક્ષુષત્વ માનવું જ પડે અને કહેલા નિયમોને વ્યાવહારિક વિષયમાં (દ્રવ્યત્વનું અધિકરણ તે દ્રવ્ય એ પ્રમાણે રજતત્વને આરોપ માનીને) સંકેચ માન્યા વિના આ અનુભવને બીજી કઈ રીતે સમજાવી શકાય નહિ, તેમની શકયતા બતાવી શકાય નહિ.
- [ વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ સમીક્ષા કરતાં કહે છે કે સ્વપ્નકાળમાં કેવળ સાક્ષિભાસ્ય રજતાદિને વિષે જે ચાક્ષુષત્વને અનુભવ થાય છે તેની બાબતમાં જેમ થાય છે તેમ અહીં પણ આરે પરૂપતની કલ્પના સંભવે છે તેથી તેનું અનન્યથાસિદ્ધત્વ (બીજી કઈ રીતે સિદ્ધ ન થવું તે) સિદ્ધ થતું નથી. માનેલી સામગ્રીને અભાવ તે સ્વપ્નની જેમ અહીં પણ સમાન છે. અન્યથા સ્વપ્નમાં ઈન્દ્રિયના વ્યાપારની કMાનો પ્રસંગ આવે ]
અનુભવ સાથે વિરોધ આવતાં, સ્વપ્નમાં ઈન્દ્રિો કામ નથી કરતી એમ જે કૃતિમાં કહ્યું છે તેને બીજી રીતે સમજાવી શકાય એવી દલાલ સ્વપ્નની બાબતમાં જોડી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org