________________
પ્રથમ પરિચ્છેદ
૨૪૫ વિવરણ : વૃત્તિનિગમની સિદ્ધિ કરતાં કેટલાક કહે છે કે વિષયનું અધિષ્ઠાન હેવાથી વિષયથી અવચ્છિન્ન જે બ્રહ્મરૌતન્ય છે તે જ વિષયને પ્રકાશ છે, જીવૌતન્ય નહિ; છવચૈતન્ય વિષયની પ્રતિ ઉપાદાન નથી તેથી તેની સાથે વિષયને સાક્ષાત્ તાદાભ્ય સંબંધ નથી. તાદામ્યરૂપ સંબંધ સંભવ હોય ત્યાં સુધી સ્વરૂપસંબંધ કે અન્ય કોઈ સંબંધની, જેમ કે પરમ્પરાસંબંધની કલ્પના કરવી એગ્ય નથી. આમ વિષયાવછિન્ન બ્રહ્મૌતન્ય જ વિષયનું પ્રકાશક છે અને તે આવૃત છે તેથી તેના આવરણના અભિભવરૂપ અભિવ્યક્તિને સિદ્ધ કરવા માટે વૃત્તિને નિગમ માનવે જોઈએ.
પણ અનુમિતિ આદિ પક્ષકાનની બાબતમાં વૃત્તિથી અવિચિછન્ન ચિતન્ય જ વિષયનું પ્રકાશક હોવાને કારણે ત્યાં વૃત્તિનિગમ માનવાની જરૂર ઊભી થતી નથી. અહીં વૃત્તિના નિગમમાં હેતુભૂત સંનિકર્ષને અભાવ છે, વહિ વગેરે વ્યવહિત છે તેથી વૃત્તિને સંસમાં નથી અને વૃત્તિના નિર્ગમનું દ્વાર (જેમ પ્રત્યક્ષમાં ઇન્દ્રિયરૂપી કાર છે તેમ) ઉપલબ્ધ નથી તેથી એમ જ માનવું જોઈએ કે અનિગત વૃત્તિથી અવછિન્ન ચેતન્ય જ સ્વરૂપસંબંધથી વિષયનું પ્રકાશન કરે છે. બીજો કોઈ રસ્તો ન હોવાથી આમ માનવું જોઈએ.
अन्ये तु-अहङ्कारमुखदुःखादिष्वापरोक्ष्यं साक्षाच्चैतन्यसंसर्गिषु क्लुप्तमिति घटादावपि विषयसंसृष्टमेव चैतन्यमापरोक्ष्यहेतुरिति तदभिव्यक्तये वृत्तिनिर्गमं समर्थयन्ते ।
જ્યારે અન્ય (ચિંતકે) અહંકાર, સુખ, દુઃખ આદિ (વિ ) જેમને ચૈતન્ય સાથે સાક્ષાત્ સંસર્ગ (તાદાસ્ય) છે, તેઓમાં અપક્ષતા માનવામાં આવી છે તેથી ઘટાદિની બાબતમાં પણ વિષયની સાથે સંસગ (તાદામ્ય)વાળું જ ચૈતન્ય અપક્ષતાને હેતુ છે માટે તેની અભિવ્યક્તિને માટે વૃત્તિના નિગમનું સમર્થન કરે છે.
વિવરણ: અન્ય ચિન્તક વૃત્તિના નિગમનની બાબતમાં બીજી રીતે સમજાવે છે. જેમ અહંકાર સુખ વગેરે વિષયોની અપેક્ષતામાં સંસગ (તન્ય સાથેનું તાદામ્ય) પ્રયોજક છે, તે જ હકીકત ઘટાદિની બાબતમાં પણ સ્વીકારવી જોઈએ. વિષયની સાથે સંસષ્ટ બ્રહમૈતન્ય જ તેની અપક્ષતામાં પ્રયોજક છે; વિષયની સાથે અસંતૃષ્ટ (તાદામ્ય વિનાનું) છવચૈતન્ય અપરોક્ષતામાં પ્રાજક નથી. પણ આ વિષયાવચ્છિન્ન બ્રહ્મચૈતન્ય આવૃત્ત છે તેથી તેના આવરણના અભિભવરૂપ તેની અભિવ્યક્તિને માટે વૃત્તિનિગમનની જરૂર છે એમ આ ચિંતક વૃત્તિનિગમનનું સમર્થન કરે છે.
इतरे तु-शब्दानुमानावगतेभ्यः प्रत्यक्षावगते स्पष्टता तावदनुभूयते । न हि रसालपरिमलादिविशेष शतवारमाप्तोपदिष्टेऽपि प्रत्यक्षावगत इव स्पष्टताऽस्ति, तदनन्तरमपि 'कथं तद्' इति जिज्ञासाऽनुषोः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org