________________
૪૮
सिद्धान्तलेशसमहः
કર્યો. એ ઉપાધિ પણ નથી કારણ કે આમ્રફલમાં રહેલા જાતિવિશેષમાં પ્રત્યક્ષથી પણ તેનું ગ્રહણ થતું નથી; માટે પ્રત્યક્ષથી જતિવિશેષનું ગ્રહણ થાય તે પણ જિજ્ઞાસા ચાલુ રહેવી જોઈએ. પ્રત્યક્ષથી પણ એ જાતિવિશેષનું સ્વરૂપથી જ ગ્રહણ થાય છે એમ કહેવું જોઈએ. અને સ્વરૂપથી તેનું જ્ઞાન તે ઉક્ત શબ્દથી પણ થાય છે તેથી શબ્દથી જ્ઞાત થતી વસ્તુમાં સ્પષ્ટતા હોય તે જિજ્ઞાસા ચાલુ રહેવી ન જોઈએ. પણ જિજ્ઞાસા રહે છે તેથી શબ્દથી જ્ઞાત વસ્તુમાં સ્પષ્ટતાને અભાવ હોય છે એમ માનવું જોઈએ.
तस्मात् प्रत्यक्षग्राह्येऽभिव्यक्तापरोक्षैकरसचैतन्यावगुण्ठनात् स्पष्टता जिज्ञासानिवर्तनक्षमा, शब्दादिगम्ये तु तदभावादस्पष्टतेति व्यवस्थाs
શુપાવ્યા ગત સાદિય સુણ સ્પષ્ટતા શાશ્વત્તિवेद्यस्यापि ब्रह्मणो मननादेः प्रागज्ञानानिवृत्तावस्पष्टता, तदनन्तरं तभिवृतौ स्पष्टतेति वृनिनिर्गममुपपादयन्ति ।।
તેથી પ્રત્યક્ષથી ગ્રાહ્ય પદાર્થમાં અભિવ્યક્ત જે અપક્ષ, એકરૂપ ચૈતન્ય તેની સાથે તાદામ્ય હોવાથી જિજ્ઞાસાને દૂર કરવા સમર્થ સ્પષ્ટતા હોય છે. જયારે શબ્દાદિથી જ્ઞાત પદાર્થમાં તેનો (અભિવ્યક્ત ચૈતન્ય સાથે તાદાગ્યો . અભાવ હોવાથી અસ્પષ્ટતા છે એવી વ્યવસ્થા સ્વીકારવી જોઈએ. એથી જ (અર્થાત્ અભિવ્યક્ત ચૈતન્યના સંસર્ગથી જ) સાક્ષીથી વેદ્ય સુખ આદિમાં સ્પષ્ટતા છે. શબ્દજન્ય વૃત્તિથી બ્રહ્મ વેદ્ય હોવા છતાં પણ મનન આદિની પહેલાં અજ્ઞાનની નિવૃત્તિ નથી હોતી ત્યારે તેની અસ્પષ્ટતા હોય છે. તે પછી તેની નિવૃત્તિ થતાં સ્પષ્ટતા હોય છે. આમ (આ ઈતર ચિંતકે) વૃત્તિના નિર્ગમનને યુક્ત તરીકે બતાવે છે (નિગમનનું ઉપપાદન કરે છે).
વિવરણ: પ્રત્યક્ષથી જ્ઞાત થતા પદાર્થમાં સ્પષ્ટતા હોય છે તેવી સ્પષ્ટતા શબ્દાદિથી જ્ઞાત પદાર્થમાં નથી હોતી તેનું કારણ એ છે કે અપરોક્ષ કે સ્વયંપ્રકાશ, એકરસ (એકરૂ૫) જે મૈતન્ય તેની સાથે તેનું તાદામ્ય હોવાથી પ્રત્યક્ષમાહ્ય પદાર્થમાં વિષયતાવિશેષરૂપ સ્પષ્ટતા હોય છે. એથી વિષયગત સ્પષ્ટતાની પ્રોજક જે આવરણુનિવૃત્તિરૂપ વિષયમૈતન્યાભિવ્યક્તિ તેની સિદ્ધિને માટે વૃત્તિના નિર્ગમનની અપેક્ષા છે એમ સૂચિત થાય છે. અભિવ્યક્ત રૌતન્યના સંસર્ગથી જ સુખાદિમાં સ્પષ્ટતા છે જ્યારે શબ્દજન્ય વૃત્તિથી જ્ઞાત બ્રહ્મમાં નથી હોતી. તથતિ આદિ શબ્દથી જન્ય વૃત્તિ મનન આદિના અનુષ્ઠાનની પહેલાં અસંભાવના (-છવ બ્રહ્મ હોઈ જ ન શકે, અને વિપરીતભાવના (-દેહ કે પ્રાણુદિ જવરૂપ છે ઇત્યાદિ)થી પ્રતિબદ્ધ હોવાથી તે અજ્ઞાનને નાશ નથી કરી શકતી. મનન આદિના અનુષ્ઠાન પછી તે અપ્રતિબદ્ધ બને છે અને અજ્ઞાનને નાશ કરી શકે છે અને તેથી બ્રહ્મની સ્પષ્ટતા સંભવે છે એ ભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org