________________
પ્રથમ પરિચ્છેદ
૨૪૭
વિવરણ : પ્રત્યક્ષમાં વસ્તુની બાબતમાં આવરણ દૂર કરવાની આવશ્યક્તાનું પ્રતિપાદન કરીને તેને દૂર કરવા માટે વૃત્તિના નિર્ગમનની આવશ્યક્તાનું પ્રતિપાદન અહીં કરે છે. પ્રત્યક્ષમાં વસ્તુ અંગે જેવું સપષ્ટ જ્ઞાન થાય છે તેવું શબ્દ અને અનુમાનથી થતું નથી. આમ્રલની સુગંધ, તેના રસ વગેરે વિષે કઈ વિશ્વાસપાત્ર સજજન (આપ્ત) સો વાર વાત કરે તો પણ તે કેવાં હશે એવી જિજ્ઞાસા ટકી રહે છે; પ્રત્યક્ષથી અનુભવ કર્યો હોય તે જે સ્પષ્ટતા હોય છે તે શબ્દાદિથી જ્ઞાત પદાર્થને વિષે નથી હોતી.
આની સામે કોઈ દલીલ કરી શકે કે “આમ્રફ્સમાં મધુર રસ આદિ છે' એવા સે વાર ઉચ્ચારાયેલા આપ્તવાથી મધુરતાદિ સામાન્યથી વિશિષ્ટ તરીકે રસાદિનું જ્ઞાન થાય છે પણ મધુરત્વથી વ્યાપ્ય જે જાતિવિશેષ છે તેનાથી વિશિષ્ટ રસાદિનું જ્ઞાન થતું નથી. રસ મધુરતા અવાનર જાતિવાળે છે એવું જ્ઞાન થાય છે પણ મધુરતાથી પણ અવાન્તર જાતિ છે માધુર્યને પેટા પ્રકાર–તેનાથી વિશિષ્ટ તરીકે રસાદિનું જ્ઞાન થતું નથી તેથી એ જાતિવિશેષની જિજ્ઞાસા ચાલુ રહે એ સમજી શકાય તેવું છે. શબ્દપ્રમાણથી વસ્તુ જ્ઞાત હોય તે પણ સ્પષ્ટતાને અભાવ છે એમ કહેવું બરાબર નથી. અસાધારણ જે જાતિવિશેષ છે તેનાથી અવચ્છિન્ન તરીકે માધુર્યાનું જ્ઞાન નથી એવો આશય છે. તેનું કારણ એ છે કે આમ્રફલમાં જે માધુય આદિ છે તેમાં રહેલો જે અવાનર જાતિવિશેષ છે તેને વાચક શબ્દ નથી. અને ધારે કે એવો શબ્દ છે તો પણ એ શબ્દની શક્તિનું ગ્રહણ શ્રોત્રથી નથી, તેથી તે અવાન્તર જાતિવિશેષથી વિશિષ્ટ તરીકે માધુર્યાદિનું જ્ઞાન થતું નથી.
આ શંકાને ઉત્તર છે એ અવાનર જાતિનું વાચક પદ ન હોય તો પણ તેને બધ કરાવનાર વાકયરૂપ શબ્દ તો છે જ. અને તેનાથી જાતિવિશેષનું જ્ઞાન પણ થાય છે. અને આમ જ્ઞાત થયેલા જાતિવિશેષમાં સ્પષ્ટતાને અભાવ હોવાને કારણે જ જિજ્ઞાસા ચાલુ રહે છે. “આમ્રકલમાં સૌથી ચઢિયાતો માધવિશેષ છે" એ વાકયરૂપ શબ્દ માધયમાં રહેલા જાતિવિશેષને બંધ કરાવે છે કે અન્યમાં રહેલા જાતિવિશેષ ? માધુર્યમાં જ રહેલા જાતિવિશેષને બંધ કરાવતું હોવો જોઈએ, અન્યમાં રહેલાને નહિ, અન્યથા તેને અપ્રમાણુ માન પડે શનું પ્રામાણ્ય તાત્પયવિષયક માનવામાં આવે છે અને આપ્તજનનું વાકય અપ્રમાણ હોઈ શકે નહિ.
આમ્રફલના માધુર્યમાં રહેલા જાતિવિશેષનું જ્ઞાન શબ્દથી થાય છે એમ સ્વીકારીને પણ કેઈ શંકા કરી શકે કે શબ્દ તે જાતિવિશેષને વિશેષ તરીકે સામાન્યરૂપથી બંધ કરાવે છે, વિશેષે કરીને નહિ. અર્થાત જેમ એ વિશેષ આમ્રફલના માધુર્યમાં રહેલા જાતિવિશેષમાં છે તેમ અન્ય ફળના માધુર્યમાં રહેલા જાતિવિશેષમાં પણ હોય છે તેથી એ સામાન્ય રૂપ છે. શબ્દ જાતિવિશેષમાં રહેલા વિશેષથી વિશિષ્ટ તરીકે જાતિવિશેષનું જ્ઞાન નથી કરાવતે અને આમ આમ્રફલના માધયમાં રહેલા જાતિવિશેષનું સ્વરૂપથી શબ્દ દ્વારા જ્ઞાન થયું હોવા છતાં તેના પિતાનામાં રહેલા અસાધારણ વિશેષથી વિશિષ્ટ તરીકે તેનું જ્ઞાન ન થયું હોવાને કારણે એને વિષે જિજ્ઞાસા રહે છે.
આ શંકાને ઉત્તર આમ આપી શકાય –જાતિવિશેષમાં રહેલ અસાધારણ-વિશેષ જાતિરૂપ છે કે ઉપાધિરૂ૫? (ઉપાધિ એટલે જાતિવિશેષના આશ્રયથી ઇતરમાં નહીં રહીને જાતિવિશેષના આશ્રમમાં રહે તે). એ જાતિ નથી કારણ કે જાતિમાં તેને અંગીકાર નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org