________________
सिद्धान्तलेशसङ्ग्रहः
વિવરણ : અપરોક્ષત્વ ઉપાધિ છે એ પક્ષનું હવે ખઢન કરે છે અપરાક્ષત્વની સમજૂતી જ આપી શકાતી નથી અપરાક્ષવ એટલે ઇન્દ્રિયથી જન્ય હેવુ તે, કે ઇન્દ્રિયના સ ંનિકથી જન્ય હાવુ તે, કે સિદ્ધાન્તીન માન્ય હોય તે ? અપરાક્ષત્વ એટલે ઇન્દ્રિયથી જન્ય હેવુ તે એવું લક્ષણુ આપી શકાય નહિ. કારણ કે સુખાદિ પ્રત્યક્ષરૂપ નિત્ય સાક્ષીને એ લાગુ નહિ પડે તેથી અવ્યાપ્તિદેષ તેમાં માનવા પડશે. વળી જે બટની બાબતમાં અનુમાનથી કે શબ્દથી ગુરુત્વ (ભારેપણા)ને અનુભવ થયા હોય એ ઘટને વિષે ઇન્દ્રિયસનિક થતાં ‘આ ભારે ધડેા' એવું પ્રત્યક્ષજ્ઞાન થાય છે ત્યાં વિશેષણીભૂત ગુરુત્ર અશમાં અતિવ્યાપ્તિ થશે. શંકા થાય કે ગુરુત્વ ઇન્દ્રિયને યેાગ્ય નથી ઇન્દ્રિયથી જાણી શકાય તેવુ નથી) તેથી તે અશનુ પરાક્ષ જ્ઞાન ઇન્દ્રિયજન્ય નથી માટે તેન આ લક્ષણ લાગુ નહીં પડે અને અ તાપ્તિને દોષ નહી માની શકાય. આ શ કાને ઉત્તર એ છે કે ગુરુત્વના જ્ઞાનને માટે બીજુ કાઇ કરણુ ન હેાવાથી તે અશ પરક્ષ હોવા છતાં તેમાં ઇન્દ્રિયને જ્ઞાન ઉત્પન્ન કરનાર માનવી પડશે, જેમ રુચિદત્ત અનુભિતિમાં મનને કરણ માને છે તેમ.
૨૫૪
[વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતી અતિવ્યાપ્તિના દોષની બાબતમાં સમત જણાતા નથી. તેઓ ઉમેરે છે કે અહી શંકા થઈ શકે કે ઇન્દ્રિયથી જન્ય હેાય તે અપરાક્ષ હોય છે. ગુરુત્વ અ શનુ નાન એ રોતે ઇન્દ્રિયથી જન્ય નથી તેથી તેને લક્ષણુ લાગુ નહી પડે અને અતિવ્યાપ્તિ ! દોષ નહીં ગણી શકાય. આના ઉત્તર છે કે તેમ હોય તે પણ સાક્ષિપ્રત્યક્ષને લક્ષણુ લાગુ નથી પડતુ એ અવ્યાપ્તિના દોષના નિરાસ તો નથી જ થયો.]
વળી રૂપાદિ સાક્ષાત્કાર જેવાં અનેક નાનામાં ઇન્દ્રિયજન્યત્વ જાણી શકાતું નથી, કારણ કે અનુગત જન્યતાવચ્છેદક ન હેાવાથી તેના જ્ઞાન વિના જન્યત્વનુ જ્ઞાન સ ંભવતુ નથી. કોઈ દલીલ કરે કે 'હું ધટના સાક્ષાત્કાર કરુ છુ” એ અનુભવથી સિદ્ધ કોઈક અખંડ ઉપાધિને જ જન્યતાવચ્છેદક માની લે. તેના ઉત્તર છે કે તા એ જ ભન્ન અપરાક્ષત્વ હા, ખીજુ નહીં. અવચ્છેદ્યરૂપ જન્યત્વના ગ્રહણની પહેલાં જ અવચ્છેદકનું ગ્રહણ આવશ્યક છે તેથી ‘સાક્ષાત્ દરમિ' એ અનુભવને યોગ્ય જે અપરોક્ષવ તેને અનુભવને યેાગ્ય નહીં એવે ઇન્દ્રિયજન્યવ–ધમ હેાઈ શકે નહિ.
શકા થાય કે એમ હાય તેા ઉક્ત જન્યતાવઅેક ઉપાધિ જ ભલે અપાક્ષત્વરૂપ હા, તો ઉત્તર છે કે એ ઉપાધિ વ્યાવૃત્તિ છે કે અવ્યાવૃત્તિ? વ્યાપ્યવૃતિ હાઇ શકે નહિ કારણ કે ‘આ દંડી હતા ' એ પ્રત્યક્ષમાં ક્રૂડ અંશમાં અતિવ્યાપ્તિને દ્વેષ થાય. અવ્યાપ્યવૃત્તિ પણ ન માની શકાય કારણ કે અવ દકના ભેદનુ નિરુપણ થઈ શકતુ નથી એવી લીલ ન કરી શકાય કે વિષ્ણુમિત્રવિષયક વરૂપ અવચ્છેદથી ત્યાં અપરેક્ષરૂપ ઉપાધિ છે, અને દંઢવિષયક વરૂપ અવચ્છેદથી ત્યાં જ અપરેક્ષ વરૂપ ઉપાધિના અભાવ પણ છે. આ દીલ બરાબર નથી કારણ કે એમ હાય તા ૬ ડ અંશમા વિષ્ણુમિત્ર વિષયકત્વના અભાવ માનવા પડશે તેથી ત્યાં પ્રત્યક્ષમાં વિષ્ણુમિત્રવિષકત્વ અને તેના અભાવને વિરોધ ન થાય તેને માટે બીજા અવચ્છેદ્રકની જરૂર પડશે અને આમ અનવસ્થાના દોષ ઉપસ્થિત થશે. અને અખડોપાધિના સ્વીકારમાં જાતિમાત્રના વિક્ષ્યને પ્રસંગ આવશે તેથી અપરાક્ષત્વ ઉપાધિ છે એ પક્ષ સંભવતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org