________________
• પ્રથમ પરિચ્છેદ
૨૨૯ (કડવા) રસનો આસ્વાદ નથી લીધે એવા બાળને મધુર (એવા માતાના દૂધ)માં સિક્તતા (કડવાશ)ને અવભાસ (સાક્ષાત્કાર) અન્ય જન્મના અનુભવથી જન્ય સંસ્કાર
ને કારણે થાય છે ” એવું પ્રતિપાદન કરનાર પન્ચપાદિકાગ્રન્થ (Text of the પન્ના )થી સ્વરૂપથી જેને અધ્યાસ કરવામાં આવ્યું છે તેવા જ તિક્તરસના ઈદ્રિયગ્રાહ્યત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે તેથી (આરે નીલવાદિ પણ ઇન્દ્રિયગ્રાહ્ય છે). અન્યથા ત્યાં રસના-વ્યાપારની અપેક્ષા ઉપપન ન બને (ત્યાં ૨સનાના વ્યાપારની અપેક્ષા હોઈ શકે નહિ).
વિવરણ: સાક્ષિભાસ્યત્વવાદી દલીલ કરે કે પિત્તદ્રવ્ય નયનપ્રદેશમાંથી વિષય(શંખ)| દેશ સુધી જતું હોય ત્યારે જેમ પિત્તથી દૂષિત આંખવાળા નયનપ્રદેશથી માંડીને તે વિષય (શંખ)ને વ્યાપે ત્યાં સુધી તેની પીળાશ જુએ છે તેમ જ બીજા પણ નયનની નજીક, અને વચગાળામાં પીળાશને જોતા હોય તે શંખ-દેશમાં પણ તેનું ગ્રહણ કરી શકે, અન્યથા નહિ. જેમ એક નાનકડા પક્ષીને ભૂમિ પરથી ઊડતું જોઈએ તે તે આકાશમાં દૂર સુધી જાય ત્યાં સુધી તેને જોઈ શકીએ છીએ; તે અચાનક દૂર આકાશમાં જોઈ શકાતું નથી તેવું અહીં પણ છે. • કવિતાર્કિકમતાનુયાયીને આ દલીલ બરાબર નથી લાગતી. દૃષ્ટાંતમાં ગગનના " ઉપરના ભાગમાં દૂર પક્ષીને જે કોઈ માણસ બીજા માણસને કહે કે મારી આંખની પાસે - તમારી આંખને માંડો તો તમે પણ પક્ષીને જોઈ શકશે. અને એ બીજો માણસ તેમ કરીને
પક્ષીને જોઈ શકે છે. પણ પીળા શંખની બાબતમાં તેમ બનતું નથી. કે અથવા બે ઘડી માની લઈએ કે અનુભવાયેલી વસ્તુને આરોપ થતું હોય ત્યાં કોઈ ક રીતે આંખની જરૂર હોય; પણ જ્યાં જેને યાદ જ કરી છે એવી નીલતા આદિને અધ્યાસ થતું હોય ત્યાં તે ઇન્દ્રિયની અપેક્ષા છે એમ બિલકુલ કહી શકાય નહિ.
જલના આધારરૂપ ભૂભાગમાં અથવા જળમિશ્રિત કોઈ દ્રવ્યવિશેષમાં નીલતા હોય છે અને ત્યાં જ અનુભવાતી નીલતાને જળમાં અધ્યાસ થાય છે એવી શંકાને ટાળવાને માટે રેતીમય તલ અતિધવલ છે અને નદી-જલ સ્વચ્છ કે નિર્મલ છે એમ વિશેષણ પ્રર્યું છે. એ જ રીતે રાતમાં ચંદ્રિકામાં પણ નીલને અનુભવ થતો નથી તેથી અનુભવાયેલી નીલતાને આરોપ વસ્ત્રમાં કર્યો છે એમ કહી શકાશે નહિ. “પીત શંખ', “જલની નીલતા' વગેરે અધ્યાસમાં આરોગ્ય પીળાશ, નીલતા વગેરેથી સંબંધિત અધિષ્ઠાન વિષયક ચાક્ષુષ વૃત્તિને સ્વીકાર કરવામાં ન આવે તે પણ ચક્ષુને ઉપગ નથી’ એ મતને પરિહાર કરવો મુશ્કેલ નથી, કારણ કે શંખાદિ ધમી માત્રને વિષય કરનારી ચાક્ષુષ વૃત્તિને સંભવ પહેલાં બતાવ્યું છે એમ સમજવું. - આરોગ્ય (પીળાશ વગેરે) ઈન્દ્રિયજન્યવૃત્તિનો વિષય છે એ બાબતમાં પપાદિકાકારની સંમતિ બતાવી છે. તેમણે કહ્યું છે કે આ જમે જે બાળકે સનેન્દ્રિયથી તિક્ત રસને અનુભવ નથી કર્યો તે બાળકને મીઠા એવા માના દૂધમાં તિક્તતાને સાક્ષાત્કાર થાય છે તે બીજા જન્મમાંના રિક્તરસના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારં કારણે થાય છે. આરોપમાં આરેયના સજાતીય એવા પૂર્વના અનુભવથી ઉત્પન્ન થયેલો સંભકાર કારણભૂત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org