________________
પ્રથમ પરિચ્છેદ
રર૩
રજત છે. “અદમ' અથ સાથેને સંનિકર્ષ એ રજત વિષયક વૃત્તિની ઉત્પત્તિમાં પણ હેતુ બની શકે છે. અહીં શંકા થાય કે એક વસ્તુ સાથે સંનિકર્થ હોય અને અન્ય વસ્તુવિષયક વૃત્તિ ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવામાં આવે તો ઘટ અને ઇન્દ્રિયના સંનિકથી પટવિષયક વૃત્તિ માનવાને પ્રસંગ આવશે. પણ આ શંકા બરાબર નથી. કારણ કે કોઈ પણ વસ્તુવિષયક વૃત્તિની બાબતમાં તેને પિતાને ઈન્દ્રિય સાથે સંનિકર્ષ અથવા પિતાની સાથેના તાદામ્યના આશ્રયરૂ૫ અન્ય વસ્તુને ઇન્દ્રિય સાથે સંનિકર્ષ હેતુ છે. અર્થાત રજત સાથે ઇન્દ્રિયને સંનિકર્ષ થાય તે રજતવિષયક વૃત્તિ ઉત્પન્ન થાય છે. ઉપરાંત રજતની ઈદમ' અર્થમાં કલ્પના કરવામાં આવે છે તેથી “ઈદમ ” અર્થ રજત સાથેના તાદાઓને આશ્રય છે, તેથી “ઈદમ' સાથેને ઈન્દ્રિય–સંનિક રજતવૃત્તિની ઉત્પત્તિમાં કારણભૂત બની શકે છે, જ્યારે ઘટ સાથેને સંનિક પટવિષયક વૃનિમાં હેતુભૂત નથી કારણ કે ઘટ પટ સાથેના તાદાત્મને આશ્રય નથી (પટને ઘટમા અધ્યાસ થતું નથી). પ્રાતિભાસિક રજતને ચક્ષુ સાથે સંપ્રયોગ થતો નથી છતાં તે ચાક્ષુષ એવી વૃત્તિને વિષય છે એમ માની શકાય કારણ કે “હું ચક્ષુથી રજત જોઉં છું' એ તે રજતના ચાક્ષુષત્વને અનુભવ આપણને થાય છે.
न च स्वसंप्रयोगाभावादेव बाधकान्न तच्चाक्षुषम् । नापि दुष्टेन्द्रियसम्प्रयोगजन्यम् इन्द्रियवृत्तिसमकालम्, ज्ञानकारणस्येन्द्रियसम्प्रयोगस्यार्थकारणत्वाक्लुप्तेः । किं त्विदंवृत्त्यनन्तरभावि तजन्यं तदभिव्यक्ते साक्षिण्यध्यासात् तद्भास्यम् । चाक्षुषत्वानुभवस्तु स्वभासकचैतन्याभिव्यठजकेदंवृत्तिजनकत्वेन परम्परया चक्षुरपेक्षामात्रेणेति वाच्यम् ।
तथा सति पीतशङ्खभ्रमे चक्षुरनपेक्षाप्रसङ्गात् । न हि तत्र शङ्खग्रहणे चक्षरपेक्षा, रूपं विना केवलशङ्खस्य चक्षुर्णाह्यत्वायोगात् । नापि पीतिमग्रहणे, आरोप्ये ऐन्द्रियकत्वानभ्युपगमात् ।
અને એવી દલીલ કરવી નહિ કે પિતાની (અર્થાત રજતની) સાથે (ઇન્દ્રિયના) સંનિષને અભાવ જ (૨જતને ચાક્ષુષ માનવામાં) બાધક હોવાથી તે (રજા) ચાક્ષુષ નથી; તેમ ઈદ્રિયવૃત્તિ-સમકાલ એવું તે (રજત) દુષ્ટ ઇન્દ્રિયના સંનિકર્ષથી ઉત્પન્ન થયેલું પણ હોઈ શકે નહિ, કારણ કે ઇન્દ્રિયને સંનિકર્ષ જે જ્ઞાનનું કારણ છે તેને અર્થના કારણ તરીક માનવામાં નથી આવ્યું. પરંતુ ઈદે વૃત્તિ પછી તરત થતું તે તેનાથી (ઇદ વૃત્તિથી) ઉત્પન્ન થાય છે અને તેનાથી (ઇદ્રવૃત્તિથી) અભિવ્યક્ત થયેલા સાક્ષીપર તેનો અધ્યાસ થવાથી તે તેનાથી (સાક્ષીથી) ભાસ્ય છે (ભાસિત થઈ શકે છે). તેનો ચાક્ષુષ તરીકે અનુભવ થાય છે તે તે પિતાના (શુક્તિરજતના) ભાસક ચૈતન્યની અભિવ્યંજક જે ઈદ વૃત્તિ તેનું ચક્ષુ જનક હેવાથી પરંપરાથી ચક્ષુની અપેક્ષા છે તેટલા માત્રથી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org