________________
૨૨
सिद्धान्तलेशसङ्ग्रहः તેથી ઈદમ આકારવાળી વૃત્તિની કાય પરથી કલ્પના કરી શકાય નહિ. અપ્રતિબદ્ધ “ઈદમ' અથ (આ પદાર્થ) સાથે (ઇન્દ્રિયના) સંનિકર્ષરૂપ કારણ પરથી પણ તેની કલ્પના કરી શકાય નહિ, કારણ કે તેથી (ઇન્દ્રિયસંનિકર્ષથી) થતી “ઈદમ’ વૃત્તિને જ દુષ્ટ ઇન્દ્રિયના સંનિકર્ષથી યુભિત અવિદ્યાનું પરિણુમભૂત તથા પે તાના (અર્થાત્ ઈદમ’ વૃત્તિના) સમાન કાલમાં વિદ્યમાન એવું ૨જત વિષય છે એમ અમારાથી કહેવામાં આવે છે, અને ત્યાં (શ્વમસ્થલમાં) જ્ઞાનના સમાનકાલમાં ઉપન થયેલા અને પ્રતીતિ કાળમાં જ જેની સત્તા છે એવા ૨જતમાં તેની (રજત- પ્રતિભાસની) પહેલાં (ઈન્દ્રિય-) સંનિષ ન હોવા છતાં પણ તેના (૨જતના) તાદામ્યના આશ્રયરૂપ “દમ” અર્થના સંનિકર્ષથી જ તે (રજત) પણ ચક્ષથી ગ્રાહ્ય હોય એ ઉપપન્ન છે તેથી ઉપર્યુક્ત કપના કરી શકાય નહિ). (રજતના ચાક્ષુષત્વની ઉપપત્તિ છે, કારણ કે “ચક્ષુથી ૨જતને જોઉં છું' એમ પિતાની સાથે (ઈન્દ્રિય-) સંનિકર્ષ ન હોવા છતાં, પ્રતિભાસિક ૨જતના ચક્ષુષત્વને અનુભવ થાય છે.
વિવરણઃ કવિતાર્કિકમતાનુયાયી કહે છે કે ધર્મિજ્ઞાન કેઈ પણ રીતે અધ્યાસના કારણ તરીકે સિદ્ધ થતું નથી તેથી “ઇદમ આકારવૃત્તિની કપના તેના કાર્ય (અધ્યાસ)ને આધારે કરી શકાય નહિ. ઈદમ' આકારવાળી વૃત્તિ અનુભવથી સિદ્ધ થઈ શકે, અથવા કાય પરથી તેની કલ્પના કરી શકાય, કે તેના કારણે પરથી તેની કલ્પના કરી શકાય. પહેલા બે વિકલ્પને નિરાસ કરીને કવિતાર્કિકમતાનુયાયી હવે ત્રીજા વિકલ્પનું નિરાકરણ કરે છે કે
ઈદમ અર્થ સાથેના સંનિકર્ષરૂ૫ અપ્રતિબદ્ધ કારણથી પણ તેની કલ્પના કરી શકાય નહિ. યક્ત સંનિક ને લીધે જે વૃત્તિ ઉત્પન્ન થાય છે તે બ્રાતિરૂપ જ ઉત્પન્ન થાય છે. અને તેની પહેલાં ઈદમ' અર્થને જ વિષય કરનારી કોઈ અમારૂ૫ વૃત્તિ નથી કારણ કે તેને માટે પ્રમાણુ નથી. “અદમ' અર્થાયી અવછિન્ન ચૈતન્યમાં રહેલી રજતરૂપે પરિણામ પામતી અવિદ્યા દુષ્ટ ઈન્દ્રિયના સંનિકર્ષરૂપ અધ્યાસના નિમિત્તકારણથી ક્ષોભ પામે છે અર્થાત કાર્યાભિમુખ બને છે. અને તે પછીની ક્ષણે રજતરૂપે પરિણમે છે. દુષ્ટ ઇન્દ્રિયના સંનિકને લીધે વૃત્તિ પણ તે જ રીતે ઉત્પન્ન થાય છે. અને આમ અપ્રતિબદ્ધ દુષ્ટ ઈન્દ્રિયના સંપ્રયોગથી થતી અર્થવિષયક વૃત્તિ પિતાના (અર્થાત વૃત્તિના) જ કાળમાં ઉત્પન્ન થયેલા રજતથી વિશિષ્ટ “અદમ' અથને વિષય કરે છે.
અહીં શંકા થાય કે ધમિજ્ઞાનના પક્ષમાં ઇદમ' આકારવાળી વૃત્તિ વિદ્યામાં ભ - કરનારી છે, અને તેના અભાવના પક્ષમાં ધર્મિજ્ઞાનનો હેતુ સંનિકર્ષ અવિદ્યામાં ક્ષેભ કરનારે છે એમ વિભાગ છે. ત્યાં બીજો પક્ષ બરાબર નથી કારણ કે “અદમ' અર્થ સાથેનો સંનિક “ઈદમ' આકારવાળી વૃત્તિનું કારણ છે તેમ રજતવિષયક વૃત્તિનું કારણ નથી અને જ્ઞાન-સમકાલ (જ્ઞાનની સાથેસાથે) ઉત્પન્ન થયેલા રજતને જ્ઞાનની પહેલાં ચક્ષુ સાથે સંનિક નથી. આમ રજતવિષયક વૃત્તિ માટે સામગ્રીનો અભાવ છે એ જ સિદ્ધ કરે છે કે “દમ” વૃત્તિ ધર્મને જ વિષય કરે છે.
આ શંકાને ઉત્તર આપવા માટે કવિતાર્કિકમતાનુયાયી કહે છે કે ત્યાં ભ્રમસ્થલમાં પ્રતિભાસકાળમાં જ જેનું અસ્તિત્વ છે અર્થાત્ પ્રતીતિથી જેની સત્તા વ્યાપ્ય છે એવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org