________________
પ્રથમ પરિચ્છેદ
૨૨૧ વિવરણ : સાદશ્યજ્ઞાન અધ્યાસનું કારણ છે એ મતમાં ચક્ષુને સંનિકર્ષ થતો હોય ત્યાં ચાક્ષુષ સાદશ્યજ્ઞાન ધર્મિજ્ઞાન તરીકે અને દેષ તરીકે રજતાદિના અધ્યાસની ઉત્પતિમાં કારણભૂત છે. જ્યાં ત્વગિન્દ્રિયને સંનિકળ્યું હોય ત્યાં સ્પર્શ પ્રકારનું સાદશ્યજ્ઞાન કહ્યા પ્રમાણે રજતાદિના અયાસની ઉત્પત્તિમાં કારણભૂત છે. પણ કવિતાર્કિકના મતમાં તે ધર્મિજ્ઞાન અધ્યાસનું કારણ થઈ જશે એ બીકથી સાદશ્યજ્ઞાનને કયાંય કારણભૂત માનવામાં આવતું નથી. જો એમ હોય તો ત્વગિન્દ્રિય અને “આ' પદાર્થને સંનિકર્ષ થતું હોય ત્યાં વિશેષ. દશનના સામગ્રીને અભાવ હોવાથી કવિતાકિકને માન્ય અધ્યાસનું કારણ છે જ ત્યાં અયાસ કેમ થતું નથી લોખંડના ટુકડાને હાથથી સ્પર્શ થતાં તેના નીલરૂપવિશેષના દર્શનની સામગ્રીને અભાવ હોવાથી અને સદશ્યજ્ઞાનની જરૂર ન હોવાથી ત્યાં રજત અયાસ થવો જોઈએ. એ કેમ થતું નથી એવી શંકા સાદજ્ઞાનકારવાદી કરે છે.
તેને ઉત્તર આપતાં કવિતા કિકમતાનુયાયી કહે છે કે અધ્યાસ થાય જ છે. પણ વિશેષદશનની સામગ્રીનો અભાવ હોવાથી કઈ એવા વિશેષ (ખાસ લક્ષણોનું દર્શન નથી થતું જેને લઈને આ ત બું કે તેનું નથી જ એમ જાણી શકાય; તાંબા વગેરેની વ્યાવૃત્તિ કરી શકે તેવા કોઈ વિશેષનું જ્ઞાન થતું નથી. તેથી રજત જ અધ્યાસ થ ય એ જરૂરી નથી, તાંબા કે સુવર્ણાદિને અધ્યાસ પણ થઈ શકે અને આ સંજોગોમાં “આ' પદાથ સંશયનો વિષય બને છે – આ તાંબું હશે કે રજત કે સુવર્ણ? પણ કઈ ધનભંડાર કે ખજાને જયાં મોટે ભાગે રજત જ રહેતું હોય ત્યાં કઈ લેખંડને ટુકડો પડ્યો હોય અને તેને સ્પર્શ થાય તે રજત જ અધ્યાસ થાય છે; કારણ કે આ રજતને ખજાને છે એ ખ્યાલ મગજમાં હોય છે જે તાંબા, સુવર્ણ વગેરેની વ્યવૃત્તિ કરે છે; અને કયાંક સ્પશેલા લોખંડના ટુકડામાં રજતાદિને અધ્યાસ નથી પણ થતા. વિપક્ષી શંકા કરે કે વિશેષદર્શનની સામગ્રીનો અભાવ તે ત્યાં પણ હોય છે તેથી એવા સ્થળે પણ રજત અધ્યાસ થવો જોઈએ. સાદશ્યજ્ઞાનને અધ્યાસનું કારણ માનીએ તે અહીં સાદશ્યજ્ઞાનના કારણને અભાવ હોવાથી અધ્યાસ થવો જરૂરી નથી. તેને ઉત્તર કવિતાર્કિકમતાનુયાયી એમ કહીને આપે છે કે તમારા મતમાં પણ સાદશ્યજ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયને દેષ ન હોય કે પદાર્થની નજીક ગયા પછી જેમ રજતને અપ્યાસ થતો નથી એમ સ્વીકારવામાં આવે છે તેમ અમારા મતમાં પણ કયાંક અભ્યાસ ન થાય તે કોઈ હાનિ નથી.
तस्मान्न कार्यकल्प्या इदमाकारवृत्तिः । नाप्यप्रतिबद्धेदमर्थसंप्रयोगकारणकल्प्या। ततो भवन्त्या एवेदंवृत्तेर्दुष्टेन्द्रियसंप्रयोगक्षुभिताविद्यापरिणामभूतस्वसमानकालरजतविषयत्वस्यास्माभिरुच्यमानत्वात् । तत्र च ज्ञानसमानकालोत्पत्तिके प्रतिभासमात्रविपरिवर्तिनि रजते तत्प्राचीनसंप्रयोगाभावेऽपि तत्तादात्म्याश्रयेदम संप्रयोगादेव तस्यापि चक्षुर्ग्राह्यत्वोपपत्तेः । 'चक्षुषा रजतं पश्यामि' इति प्रातिभासिकरजतस्य स्वसंप्रयोगाभावेऽपि चाक्षुषत्वाગુમવતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org