________________
૨૧૯
પ્રથમ પરિચ્છેદ एवं जलधिजले नियतनीलरूपाध्यासप्रयोजकदोषेण दूरे नीरत्वव्यञ्जकतरङ्गादिग्राहकासमवधानेन च शौक्ल्यजलराशित्वादिविशेषदर्शनसामग्र्यभावाच्छिलातलत्वाद्यध्यासः । विस्तृते पटे परिणाहरूपविशेषदर्शनसामग्रीसत्त्वाद् न पुण्डरीकमुकुलत्वाध्यासः। कर्तनादिघटिततदाकारे तदभावात् तदध्यास इति ।
એ જ રીતે સમુદ્રના જલમાં નિયત એના નીલરૂપના અધ્યાસમાં પ્રાજક દોષથી અને દૂર દેશમાં નીરવ (જલ)ના વ્યંજક તરંગાદિનું ગ્રહણ કરનાર (ચક્ષુસંધનકર્ષ આદિ) ની હાજરી નહીં હોવાથી શુકલતા, જલરાશિત્વ વગેરે વિશેષના દર્શનની સામગ્રી નહીં હોવાથી શિલાતલત્વાદિ (-બીજે પાઠ છે-નીલ શિલાતલત્વ) ને અધ્યાસ થાય છે. (અને) ફેલાવેલા પટ (કપડા)માં વિસ્તારરૂપ વિશેષના દશનની સામગ્રી હોવાથી કમલની મુકુલાવસ્થાને અધ્યાસ થતો નથી (જ્યારે કાતરથી) કાપવા વગેરેથી તે આકાર જેને આપવામાં આવ્યું છે તેવા પટમાં તેને અભાવ હોવાથી તેને અધ્યાસ થાય છે.
વિવરણ: શુક્તિરજતજમની બાબતમાં જે કહ્યું છે કે સાદશ્યજ્ઞાન વિના જમ થાય છે તે ન્યાય બીજા ભ્રમમાં પણ લાગુ પાડે છે. સમુદ્રના જલમાં નીલશિલાતલને અધ્યાસ થાય છે (સફેદ જલને બદલે નીલશિલાતલ દેખાય છે, તેમાં શુકલરૂપાત્મક વિશેષનું દર્શને અને જલરાશિવાદિરૂપ વિશેષનું દર્શન પ્રતિબંધક છે. અને તેથી શુકલરૂપાદિના દશ”નની સામગ્રી પણ આ અધ્યાસમાં પ્રતિબંધક છે. આમ પ્રતિબંધક બની શકે એવા જ્ઞાનની સામગ્રીના અભાવને લીધે જ નીલશિલાત્વના આરોપ થાય છે. પણ એવું માનવું બરાબર નથી... પહેલાં જળમાં નીલતાના અધ્યાસથી સદશ્ય જ્ઞાન સિદ્ધ થતાં તે દોષને લીધે નીલશિલાતલને અધ્યાસ થાય છે.
શંકા થાય કે સમુદ્રના પાણીના પૂરમાં શુક્લરૂપાત્મક વિશેષના દશનની સામગ્રીને અભાવ અસિદ્ધ છે. અને નીલશિલાતલત્વન આરેપ થયે તે પહેલાંના કાળમાં ચક્ષુની સાથે સંયુક્ત જળમાં શુક્લરૂપનું તાદામ્ય સ્વીકાર્યું હોવાથી ચક્ષુસંયુક્તતાદામ્યરૂપનિક અને પ્રકાશ વગેરે હોવાથી જલરાશિવાદિરૂપ વિશેષના દર્શનની સામગ્રીને અભાવ પણ અસિદ્ધ છે કારણ કે જલરાશિત્વના વ્યંજક તરગાદિનું પ્રત્યક્ષ છે. આવી શંકાના ઉત્તરમાં કહ્યું છે કે નીલરૂપને અધ્યાસ નિયત છે. સમુદ્રનું પાણી દૂર હોય ત્યારે જેમ નીલત્વને અધ્યાસ થાય છે તેમ નજીક ગયા પછી પણ તેનો અધ્યાસ થાય છે એથી એ નિયત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શુકલરૂપાત્મક વિશેષના દર્શનની સામગ્રી નિયત નીલરૂપાધ્યાસના પ્રાજક દોષથી પ્રતિબદ્ધ છે તેથી કે અપ્રતિબદ્ધ નથી (રુકાવટ વિનાની નથી); દૂરસ્વરૂપ દેષને લીધે જલરાશિત્વરૂપના વ્યંજક તરંગાદિના ગ્રાહકની હાજરી નથી હોતી. તેથી જલરાશિત્વરૂપ વિશેષના દર્શનની સામગ્રી નથી હોતી. આમ દિવિધ પ્રતિબંધક (અધ્યાસમાં પ્રતિબંધક બની શકે એવાં) જ્ઞાનની સામગ્રીના અભાવને લીધે સમુદ્રના પાણીમાં નીલશિલાતલવાદિને અધ્યાસ સંભવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org