________________
૧૯૪
सिद्धान्तलेशसमहः
ઉત્તર-: ઉષાકાળમાં સૂર્યના પ્રકાશના તારતમ્ય પ્રમાણે બાહ્ય અંધકારને તારતમ્યપ્રયુક્ત અભિભવ થાય છે, તેથી તે અંધકારથી આવૃત પદાર્થોનું તારતમ્યભાવપ્રયુક્ત પ્રકાશન થાય છે. એ જ રીતે વિષયવિશેષરૂપે કારણવિશેષરૂપથી પ્રયુત જે વૃત્તિઓમાં ઉત્કર્ષ તારતમ્યરૂ૫ વિશેષ છે તેને લીધે તરતમભાવયુક્ત આવરણુભિભવ થાય છે. તેથી આનંદ પણ તરમભાવથી યુક્ત તરીકે પ્રકાશે છે.
શંકા : આમ હોય તો આનંદ એક માન્ય હોવા છતાં સ્વરૂપાનંદ આદિ ભેદ કેવી રીતે માન્યા છે?
ઉત્તર ઃ આન દ વસ્તુતઃ એક જ છે તેમ છતાં તેમાં ઉપાધિ પ્રયુક્ત ભેદ માનવામાં આવ્યા છે. જેમ કે વિદ્યાથી આવરણની નિવૃત્તિ થતાં પ્રકાશને આનંદ તે સ્વરૂપાનંદ; આવરણની નિવૃત્તિ ન થઈ હોય તે દિશામાં વૃત્તિ સાથેના સંબંધને કારણે પ્રકાશ આનંદ તે વિષયાનંદ એ સ્વરૂપાનંદ અને વિષયાનંદનો ભેદ સમજ. તે પ્રમાણે વૃત્તિના ભેદ પ્રમાણે આન દને ભેદ માને છે તેથી વિષયાનંદે એકબીજાથી ભિન્ન હોઈ શકે છે. આ પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે અહંકારાદિ કેવળ સાક્ષીથી ભાસ્ય છે તેથી સ્વરૂપાનંદને અનાવૃત માનીએ કે આછત માનીએ ગમે તે મતમાં સાક્ષિ–ચેતન્ય અનાવૃત હેવાથી આવરણને અભિભવે માટે તેને કઈ વૃત્તિની અપેક્ષા રહેતી નથી અને સાક્ષિમૈતન્યથી જ અહંકારાદિનું પ્રકાશન થાય છે એ બંને પક્ષમાં સમાન છે. (૧૬)
(१७) नन्वेवं कथमहङ्कारादीनामनुसन्धानम् । ज्ञानसूक्ष्मावस्थारूपस्य संस्कारस्य ज्ञाने सत्ययोगेन नित्येन साक्षिणा तदाधानासम्भवात् ।
શંકા થાય કે આમ હોય તે અહંકારાદિનું અનુસંધાન કેથી રીતે થાય ? કારણ કે જ્ઞાન હોય ત્યારે જ્ઞાનની સૂક્ષ્મ અવરથારૂપ સંસ્કારને સંભવ નહીં હિાવાથી નિત્ય સાક્ષીથી તેનું ઉત્પાદન સંભવે નહિ.
વિવરણ: ઉપર જણાવેલા સિદ્ધાંતની સામે શંકા રજૂ કરી છે. કઈ વસ્તુને અનુભવ થયો હોય તે એ અનુભવ સંસ્કાર ઉત્પન્ન કરે અને એ સંસ્કારથી સ્મૃતિ ઉત્પન્ન થઈ શકે. સિદ્ધાન્તમાં સંસ્કારને અનુભવના નાશરૂપ અર્થાત અનુભવની સૂક્ષ્મ અવસ્થારૂપ માન્ય છે. તેથી જે અહંકારાદિના અવભાસ માટે સાક્ષીને વૃત્તિની અપેક્ષા ન રહેતી હોય તે સાક્ષી નિત્ય હેઈને અહંકારાદિને અનુભવ ચાલુ જ રહેવાને અર્થાત આ અનુભવને નાશ કે તેની સૂક્ષ્માવસ્થા અર્થાત સંસ્કાર સંભવશે નહિ અને તેને લીધે અહંકારાદિનું અનુસંધાન, કે સ્મૃતિ સ ભવશે નહિ. આમ અહંકારાદિથી અવછિન્ન સાક્ષિતન્ય અનાવૃત હેવાથી આવરણના અભિભવને માટે તેને વૃત્તિની અપેક્ષા ન હોય તે પણ સંસ્કારને માટે તે તેની અપેક્ષા માનવી જ પહશે અને આમ હેય તે અહંકારાદિ કેવળ સાક્ષિ ભાસ્ય છે એ સિદ્ધાન્તને બાધ થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org