________________
પ્રથમ પરિચ્છેદ
૧૯૩ સ્વરૂપ પ્રકાશ આવરણને વિરોધી નથી એમ બતાવવા બીજી દલીલ રજૂ કરી છે. તમે કહેલે અર્થ હું જાણુ નથી'–– કોઈ આપ્ત પુરુષ ઉપદેશ આપે કે " વેદાંતથી પ્રતિપાદિત પરમાત્મા શ્રીકૃષ્ણ જ છે અને એ અસંયમીઓથી જાણી શકાતા નથી. પણ મંદબુદ્ધિવાળા શિષ્યને વાકક્ષાર્થનું જ્ઞાન થતું નથી. તે ‘તમે કહેલ અર્થ હું જાણુ નથી એમ અજ્ઞાનને અનુભવ કરે છે એ લેકમાં જાણીતું છે. શિષ્યનું તાત્પર્ય એ છે કે તમારા વાક્યને કોઈ અર્થ છે એ હું જાણું છું કારણ કે એ આપ્તનું વાક્ય છે. પણ તેને વિશેષરૂપે હું જાણતો નથી.' આમ વાકયાર્થ પ્રકારનો સામાન્યાકાર જ્ઞાત છે. અને તે જ વિશેષના આવરક અજ્ઞાનના વિષય તરીકે પ્રકાશે છે. અને આમ “તમે કહે અર્થ હુ જાણતો નથી એ અનુભવમાં અજ્ઞાનના વિશેષણ તરીકે પ્રકાશ સામાન્યાકાર આવરણને વિષય નથી.
વિશેષ જે આવરણને વિષય છે તે પ્રકાશમાન નથી, તેથી પ્રકાશમાન હોવા છતાં આવત હોઈ શકે એ બાબતમાં આ અનુભવ પ્રમાણ નથી એવી શંકા થાય તો તેના જવાબમાં કહ્યું છે કે અનાવૃત સામાન્યના અવચ્છેદથી વિશેષના આવરણને જ અનુભવ થાય છે એમ માનવું બરાબર નથી. એકનું આવરણ કરનાર અજ્ઞાન અન્યના અવચ્છેદથી પ્રકાશે છે એમ સ્વીકારવામાં આવે તે હું રૌત્રને જાણ નથી' એમ અનુભવાતું અજ્ઞાન વિથ મિત્રવિષયક તરીકે પ્રસક્ત થાય. ગમે તેનું અજ્ઞાન ગમે તેને વિષય બનાવી શકે એ પ્રસંગ –અતિપ્રસંગઆવશે. પૂર્વપક્ષી કહે છે કે આવું નહિ અને કારણ કે સામાન્ય-વિશેષભાવ નિયામક બનશે. વિશેષનું આવરણ કરનાર અજ્ઞાનને અવચ્છેદ સામાન્યથી થશે, અન્યથી નહિ; રૌત્ર અને વિષયુમિત્રમાં સામાન્ય-વિશેષભાવ નથી તેથી આ પ્રસંગ નહિ આવે. આને ઉત્તર આપતાં સિદ્ધાન્તી પૂછે છે કે સામાન્ય–વિશેષભાવ એ વ્યાયવ્યાપકભાવ જ છે કે તેનાથી જુદો છે. તે જુદો હોઈ શકે નહિ કારણ કે તેનું નિરૂપણ થઈ શકતું નથી. જે એ વ્યાયવ્યાપકભાવ જ છે એમ માનીને તે વહ્નિના અજ્ઞાનના અનુભવમાં ધૂમનું આવરણ કરનાર અજ્ઞાનના અનુભવને પ્રસંગ થાય. તેથી અજ્ઞાનના અનુભવમાં અજ્ઞાનના વિશેષણ તરીકે જે વસ્તુ પ્રકાશે તે જ આવરણને વિષય છે એમ માનવું જોઈએ. એકનું આવરણ કરનાર અજ્ઞાન અન્યથી અવછિન તરીકે ભાસી શકે નહિ.
શકાઃ આનંદ આવૃત હોય તે વિષયસંપર્કની દશામાં ખાસ કરીને આનંદને પ્રકાશ ન થવું જોઈએ.
ઉત્તર : અજ્ઞાન તે તે સુખરૂપવૃત્તિથી વિષયીકૃત આનંદનું આવરણ નથી કરતું.
શકા : વૃત્તિને આવરણને અભિભવ કરનાર તરીકે સ્વીકારવામાં આવે છે તે પછી અજ્ઞાન સુખવૃત્તિથી વિજયીકૃત આનંદનું આવરક નથી એમ કેવી રીતે કહેવાય?
ઉત્તર : વૃત્તિકૃત આવરણુભિભવ એ સુખવૃત્તિવિષય-પ્રયુક્ત અનાવરકત્વરૂપ જ છે.
શકા : સુખરૂપત્તિ એકરૂપ છે તેથી તેનાથી કરવામાં આવેલો આવરણાભિભવ પણ એકરૂપ જ હેવો જોઈએ. અને આમ હોય તે વિષય સાથેના સંબંધની દશામાં આનંદ
એકરૂપ તરીકે જ પ્રકાશો જોઈએ, ઉત્કૃષ્ટ-અપકૃષ્ટરૂપે તરતમભાવથી નહિ. - . સિ-૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org