________________
પ્રથમ પરિચ્છેદ
૧લઉં વૃત્તિ હાજર હોય ત્યારે “કદાચ મને એનું જ્ઞાન થાય છે, કે નથી થતું એવા સંશયને પ્રસંગ થાય; અને ઘટાદિવૃત્તિના નાશ પછી “મને એનું જ્ઞાન થયું કે નહિ' એવા સંશયને પ્રસંગ થાય તેથી વૃત્તિનું જ્ઞાન થાય છે એમ તે માનવું જ જોઈએ. અને વૃત્તિનું વૃત્તિથી જ જ્ઞાન થાય છે એ પક્ષમાં અનવસ્થાને દેષ આવી જ પડશે. આ જ દલીલ કરીને ન્યાયને માન્ય અનુવ્યસાય (-હું ઘટને જાણું છું” એ ઘટ-જ્ઞાનનું પ્રત્યક્ષજ્ઞાન-)નું ખંડન વેદાંતગ્રંથમાં કરવામાં આવ્યું છે,
આમ, સ્વગોચર વૃત્તિથી જ સ્વગોચર સંસ્કારનું આધાન થાય છે એવો નિયમ નથી કારણ કે વૃત્તિની બાબતમાં તેને સંભવ નથી. પણ આનો અર્થ એ નથી થતું કે ઘટગોચર વૃત્તિથી પટાદિને વિષે સંસ્કારનું આધાન શક્ય થવું જોઈએ. નિયમ એ છે કે જે વસ્તુવિષયક વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યથી જેટલા પદાર્થો પ્રકાશે છે, એ વસ્તુવિષયક વૃત્તિથી તેટલા પદાર્થોને વિષે સંસ્કારનું આધાન થાય છે; અને ઘટગોચર વૃનિથી અવચ્છિન્ન ચેતન્યમાં પટાદિ પ્રકાશિત થતાં નથી તેથી તેમને વિષે સંસ્કારના આધાનને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ સ્વગોચરવૃત્તિથી જ સ્વગોચર સંસ્કારનું આધાન થાય એ નિયમ નથી.
શકા : ઇટાદિવૃત્તિથી અછિન ચૈતન્યમાં ઘટાદિનું પ્રકાશન થાય એ વાત નિર્વિવાદ છે. ત્યાં તન્યમાં અહંકારનું પણ પ્રકાશન થાય છે એ અગાઉ બતાવ્યું. તે પ્રમાણે ધટાદિ વૃત્તિથી અહ કારની બાબતમાં પણ ભલે સંસ્કારનું આધાન થાય. તે પણ ઘટાદિરૂપ વૃત્તિનું પિતાથી અવનિ (સ્વાવછિન્ન) રૌતન્યમાં પ્રકાશન અસિદ્ધ છે તેથી તે પિતાને વિષે સંસ્કારને ઉત્પન્ન કરી શકશે નહિ, તેમ સુખ, દુ:ખ, ઈચ્છા, દેષ આદિ જે અહંકારના ધર્મો છે તેમને ઘટાદિવૃત્તિથી અવછિન્ન તન્યમાં પ્રકાશનને પ્રસંગ નથી થતા તેથી તે વૃત્તિથી સુખાદિને વિષે સંસ્કારનું આધાન ન થાય. કોઈ દલીલ કરે કે સુખાદિરૂપ વૃત્તિઓને વિષે ઘટાદિવૃત્તિથી ભલે સંસ્કારનું આધાન ન થાય તે પણ સુખદુઃખાદિવિષયક અન્તઃકરણવૃત્તિએથી જ સુખાદિરૂપ વૃત્તિઓની બાબતમાં સંરકારનું આધાન ભલે થાય, કારણ કે જ્ઞાનરૂપ ઘટાદિવૃત્તિઓને વિષે સંસ્કારના આધાનને માટે બીજી વૃત્તિ માનવામાં થાય છે તેમ અનવસ્થાને પ્રસંગ નહિ થાય–તે આ દલીલ બરાબર નથી. સુખદુઃખાદિવિષયક વૃત્તિ માનવામાં આવે તો એ જ્ઞાનરૂપ માનવામાં આવશે કે ઇરછાદિત્તિની જેમ ક્રિયાદિરૂપ. એ જ્ઞાનરૂપ હાઈ ન શકે, કારણ કે જ્ઞાનરૂપ વૃત્તિનું ઉત્પાદક કારણું નથી–મન જ્ઞાનનું કારણ છે એ મતનું આગળ ખંડન કરવામાં આવશે. જે તેને ક્રિયારૂપ માનવામાં આવે તો તે વૃત્તિના પણ સંસ્કારના આધાનને માટે તેને વિષેની બીજી વૃત્તિ માનવી પડશે અને એ જ અનવસ્થા પ્રાપ્ત થશે. તેથી જ્ઞાનરૂપ ઘટાદિવૃત્તિને વિષે, તેમ જ જ્ઞાનથી ભિન્ન એવી સુખદુઃખાદિરૂપ વૃત્તિઓને વિષે સંસ્કારનું આધાન કેવી રીતે થશે ?
ઉત્તર : ઉપર કહ્યો છે તે નિયમ છે તેથી અન્તઃકરણમાં જે જે વૃત્તિઓ ઉત્પન્ન થાય—પછી તે જ્ઞાનરૂપ હોય કે તેનાથી ભિન્ન હેય–તે બધી સ્વરવાવચ્છિન્ન (પિતપતાથી અવચ્છિન્ન) નિત્ય ચૈતન્યથી પ્રકાશિત થાય છે. અને આમ ચૈતન્ય નિત્ય હોવા છતાં તેનાથી ભાસ્ય તરીકે તથા તેના અવરછેદક તરીકે ઉત્પન્ન થતા અહંકારના ધર્મો અનિત્ય હોવાથી તે ધર્મથી વિશિષ્ટ અને તે તે ધર્મના અવભાસક તન્યના નાશરૂપ તે ધર્મવિષયક સરકારી સંભવે છે; તેથી જ્ઞાનસુખાદિની બાબતમાં સંસ્કારની અનુપત્તિ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org