________________
૪
सिद्धान्तलेशसङ्ग्रह આ શંકાનું સમાધાન કરતાં કહે છે કે ઇદમાકાર વૃત્તિથી નાશ પામી શકે તે અજ્ઞાન જુદું છે અને રજતનું ઉપાદાન બને છે તે અજ્ઞાન જુદું છે. તેથી નિયમમાં વ્યભિચાર નથી, તેમ રજતની ઉત્પત્તિ ન સંભવે એવું પણ નથી. ઇદમાકાર વૃત્તિથી “ફ” અંશવિષયક અજ્ઞાનની નિવૃતિ થાય જ છે, તેમ છતાં શુક્તિવ વગેરે વિશેષ અંશનું અજ્ઞાન નિવૃત્ત થતું નથી અને તેજ રજતનું ઉપાદાન છે. શક્તિવાદિનું અજ્ઞાન હોય તે જ રજતાયાસને અનુભવ થાય છે, શુક્તિવાદિનું જ્ઞાન હોય તો અધ્યાસના અભાવનો અનુભવ થાય છે. શંકરાચાર્યના અયાસભાષ્ય પર પક્ષ પદની પંચપાદિકા ટીકા છે અને તેના પર પ્રકાશાત્મનન વિવરણ છે તેમાં તેમણે પણ આ જ વાત કરી છે કે અજ્ઞાન જેનો રજતાદિના અધ્યાસ સાથે અન્વય-વ્યતિરેક સંબંધ અનુભવમાં આવે છે (અજ્ઞાન હોય તે અયાસ થાય, ન હોય તે ન થાય એવો અવિનાભાવ સંબંધ પ્રમાણુથી જ્ઞાત છે) તે અજ્ઞાન જ રજતાંદિઅધ્યાસનું ઉપાદાન છે.
[ननु कथं मिथ्याज्ञानमध्यासस्योपादानम् । तस्मिन् सति अध्यासस्योदयादसति चानुदयाવિતિ પૂન: ...મિથ્યાજ્ઞાનમેવાધ્યાસોપારાનમ્ નામાd:#ળાવાદિષા તિ મ ]
શકા : શંકા થાય કે સામે રહેલ દ્રવ્ય જે શુક્તિવાદિ વિશેષરૂપથી વિશિષ્ટ છે તેનું જ રજતના કારણરૂ૫ અજ્ઞાનથી આવરણ માનવામાં આવે છે તે જ અધિષ્ઠાન હોય, અને નહી કે ઇદત્વ રૂપથી વિશિષ્ટ દદ-અંશ, કારણ કે વિલાસયુક્ત અજ્ઞાનને વિષય જ અધિષ્ઠાન હોય છે. અને એમ હોય તે અધિષ્ઠાન અને આરેય એક જ્ઞાનના વિષય હોય છે એવો નિયમ હોવાથી “શુતિ રજત છે' એવો ભ્રમ થવો જોઈએ; “આ રજત છે' એ શાનને આકાર ન લેવો જોઈએ. કારણ કે “દમ” અંશ અધિષ્ઠાન નથી.
ઉત્તર : સંક્ષેપશારીરકાર સર્વજ્ઞાત્મમુનેને મત ટાંકીને સમાધાન કર્યું છે કે શુક્તિત્વ વિશેષરૂપથી સામે રહેલું અવનિ ચૈતન્ય એ અધ્યાસના ઉપાદાનરૂપ અજ્ઞાનને વિષય હેઈને, અર્થાત તેનાથી આવૃત હેઈને એ અધિષ્ઠાન છે. “ઇદમ ” અા અધિષ્ઠાન છે જ નહિ, એ તે આધાર છે. અધિષ્ઠાન હોવું અને આધાર હોવું એમાં ભેદ છે. સવિલાસ અશાન અર્થાત્ રજતાદિવિક્ષેપયુક્ત અજ્ઞાનને વિષય હેય, અર્થાત તેનાથી આકૃત હોય તે અધિષ્ઠાન. અને જે અશ્વસ્ત રજતરૂપ ન હોવા છતાં તેનાથી અભિન તરીકે ફરે કે ભાસે તે આધાર. અધિકાનનું જ આરોપિત રજત સાથે તાદામ્ય છે તેથી “ઇદમ' અંશ અધિષ્ઠાન હોઈ શકે નહિ એમ નણવું. આ મતમાં અધિષ્ઠાન અને આરોગ્ય એક જ્ઞાનના વિષય નથી, પણ આધાર અને આરોગ્ય એક જ્ઞાનના વિષે છે તેથી બ્રમમાં શુક્તિ અંશના ઉલ્લેખની આપત્તિ નથી. સંક્ષેપશારીરમાં અધિષ્ઠાન અને આધારને ભેદ આ પ્રમાણે બતાવ્યો છે.
संसिद्धा सविलासत्वमोहविषये वस्तुन्यधिष्ठानगी
धारेऽध्यसनस्य वस्तुनि ततोऽस्थाने महान् संभ्रमः । (१.३१) શક્તિ આદિ અંશ અજ્ઞાનથી આવૃત થાય છે તેથી તે અધિષ્ઠાન છે; આરોગ્ય સાથે જેનું તાદામ્ય ન હોવા છતાં તેવું ભાસે છે તે “ઇદમ' અંશ આધાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org