________________
પ્રથમ પરિચ્છેદ
૨૦૫ - अपरे तु – 'इदं रजतम्' इति इदमंशसंभिन्नत्वेन प्रतीयमानस्य रजतस्य इदमंशाज्ञानमेवोपादानम् । तस्य चेदमाकारवृत्त्या आवरणशक्तिमात्रनिवृत्तावपि विक्षेपशक्त्या सह तदनुवृत्तेः नोपादानत्वासंभवः । जलप्रतिबिम्बितवृक्षाधोऽग्रत्वाध्यासे जीवन्मुक्त्यनुवृत्ते प्रपञ्चाध्यासे च सर्वात्मना अधिष्ठानसाक्षात्कारानन्तरभाविन्यामावरणनिवृत्तावपि विक्षेपशक्तिसहिताज्ञानमात्रस्योपादानत्वसंप्रतिपरित्याहुः ।
જ્યારે બીજ કહે છે કે “આ રજત છે' એમ “ઇદમ” અંશ સાથે તાદામ્યથી જ્ઞાત થતા રજતનું ઉપાદાન “ઈદમ ” અંશનું અજ્ઞાન જ છે. અને “ઈદમ'. આકાર વૃત્તિથી તેની આવરણશક્તિ માત્રની નિવૃત્તિ થતી હોવા છતાં વિક્ષેપશક્તિની સાથે તેની અનુવૃત્તિ છે તેથી તેનું ઉપાદાન બનવું અસંભવ છે એવું નથી કારણ કે જલમાં પ્રતિબિંબિત વૃક્ષના અધોડગ્રત્વ (અગ્ર ભાગ નીચે હોવો તે) ના અધ્યાસમાં અને જીવન્મુક્તિમાં ચાલુ રહેતા પ્રપંચના અધ્યાયમાં સર્વ અંશમાં અધિષ્ઠાનના સાક્ષાત્કાર પછી તરત જ આવરણની નિવૃત્તિ થઈ હોવા છતાં વિક્ષેપશક્તિ-સહિત અજ્ઞાન માત્ર ઉપાદાન છે એ બાબતમાં સંમતિ છે.
વિવરણ શંકા થાય કે ભાષ્ય, ટીકા, વિવરણ વગેરે ગ્રંથમાં અધિષ્ઠાન અને આરોગ્ય બંને બ્રાન્ત જ્ઞાનમાં પ્રકાશમાન છે એવું સમર્થન કર્યું છે તેથી ઉપરના મતથી તેને વિરોધ થાય છે. આ શંકાના સમાધાનાથે ભાષાદિથી અવિરુદ્ધ અન્ય મત અહીં રજૂ કર્યો છે. “અદમ' અંશનું અજ્ઞાન જ રજતનું ઉપાદાન છે. અર્થાત વિશેષ અંશનું અજ્ઞાન ઉપાદાન નથી, વિશેષ અંશનું આરોપમાં (બ્રાન્ત જ્ઞાનમાં) ફુરણ થતું નથી તેથી તે અધિષ્ઠાન બની શકે નહિ એ ભાવ છે. શક્તિત્વાદિરૂપ વિશેષનું દર્શન અયાસનું પ્રતિબંધક છે, અધ્યાસ થતો અટકા ની શકે તેવું છે માટે ઉપર જે અન્વય-વ્યતિરેકની વાત કરી તેને સંબંધ તેના અભાવ સાથે છે એવો ભાવ છે - આ વિશેષ દશન ન હોય તે અભ્યાસ થાય, હેય તે અભ્યાસ ન થાય.
હવે પ્રશ્ન થાય કે “અદમ' આકારવાળી વૃત્તિથી “ઇદમ' અંશનું અજ્ઞાન દૂર થઈ જવું જોઈએ, તે પછી ઈદમ' અંશ અધિષ્ઠાન કેવી રીતે બની શકે. તેને ઉત્તર છે કે આ વૃત્તિથી આ અજ્ઞાનના આવરણ અંશને નાશ થાય છે પણ વિક્ષેપશક્તિથી યુક્ત અજ્ઞાન તે રહે જ છે અને તે રજતનું ઉપાદાન છે, અજ્ઞાનની આવરણશક્તિ નાશ પામે અને છતાં વિક્ષેપશક્તિ સાથે અજ્ઞાન ટકી રહે એ શક્ય છે એ બતાવવા બે દષ્ટાંત આપ્યાં છે–જલપ્રતિબિંબિત વૃક્ષના અગ્રત્વના અધ્યાસનું, અને જીવન્મુક્તિની અવસ્થામાં ચાલુ રહેતા પ્રપંચના અધ્યાસનું. રજતાદિ શ્રમના સ્થળે અધિષ્ઠાનને પૂરેપૂરો – સર્વાશમાં સાક્ષાત્કાર નથી કારણ કે શુક્તિત્વાદિ વિશેષરૂપથી શક્તિને સાક્ષાત્કાર નથી. માટે ત્યાં “અદમ' અંશનું અજ્ઞાન નાશ પામ્યું હોવા છતાં વિશેષ અંશના અજ્ઞાનની નિવૃત્તિ ન થઈ હોવાથી તે અધ્યાસનું ઉપાદાન બને છે એમ કહેવા કારણ કદાચ મળે. પણ પ્રતિબિંબરૂપી શ્રમના સ્થળમાં તો “જળમાં વૃક્ષ છે જ નહિ, આ વૃક્ષને અગ્ર ભાગ ઉપર છે' એવું પૂરેપૂરું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org