________________
૨૦
પ્રથમ પરિચ્છેદ આમ હોય તો (અર્થાત અહમાકાર અને પક્ષવૃત્તિ સ્વીકારીએ તો) બાહ્ય (ઘટાદિ) વિષયક અપક્ષ વૃત્તિ જ આવરણને દૂર કરનારી છે એ છે નિયમ ઠરે છે.
" (શકા) આ પણ નિયમ નથી કારણ કે શક્તિ રજત(બ્રમ)ના સ્થળે ઈદમાકાર (“આ” આકારવાળી) વૃત્તિ અજ્ઞાનને દૂર નથી કરતી; અન્યથા (અજ્ઞાનરૂપ) ઉપાદાનના અભાવને લીધે રજતની ઉત્પત્તિ સંભવત નહીં.
(સમાધાન) અહીં (આ શંકાના ઉત્તરરૂપે કહે છે: ઈદમાકાર વૃત્તિથી ઈદમ અંશનું અજ્ઞાન નાશ પામે છે તે પણ શુક્તિત્વાદિ વિશેષ અંશના અજ્ઞાનની નિવૃત્તિ (નાશ) ન થઈ હોવાથી એ જ રજતનું ઉપાદાન કારણ છે, કારણ કે શુક્તિત્વાદિનું અજ્ઞાન હોય ત્યારે રજતરૂપી અધ્યાસ અનુભવાય છે, (અ) તેનું ( શુક્તિત્વાદિ વિશેષ અંશનું) જ્ઞાન હોય ત્યારે તેનો (અધ્યાસને) અભાવ અનુભવાય છે. અધ્યાસભ, ખ્યની (પદ્મપાદકૃત પંચપાદિકા) ટીકાના (પકાશાત્મનના) વિવરણમાં જેના અન્વય-વ્યતિરેકનો અનુભવ થાય છે તેવું જ આ જ્ઞાન ૨જતાદિ અધ્યાસનું ઉપાદાન છે એમ કહ્યું છે (તેથી આનું સમર્થન થાય છે).
તેથી જ સંક્ષેપશારીરકમાં પણ એવો ભેદ બતાવ્યું છે કે “શુક્તિ” અંશ અધિષ્ઠાન છે અને “ઈદમ' અંશ આધાર છે. વિલાસયુક્ત (અર્થાત્ ૨જતાદિ વિક્ષેપયુક્ત) અજ્ઞાનને વિષય તે અધિષ્ઠાન, અને તદુરૂપ (તે રૂપ કે આકારવાળું) ન હોવા છતાં તે રૂપથી આપ્યબુદ્ધિમાં સક્રતુ તે આધાર. (-ચિંતકે આવું સમાધાન આપે છે ).
વિવરણ : શંકા થાય કે અપરોક્ષવૃત્તિ આવરણને નાશ કરે છે એ નિયમ છે, પણું અહમાકાર અપરોક્ષવૃત્તિની બાબતમાં તે આ સાચું નથી, તેથી નિયમન સંકોચ બતાવ્યો છે કે બાહ્ય ધટાદિ વિષયાકાર પરિણુત વૃત્તિઓ જ આવરણની અભિભાવક કે નાશક છે.
વળી શંકા થાય કે આવો પણ નિયમ ન હોઈ શકે કારણ કે આ રજત છે એ ભ્રમ સ્થળે પહેલાં ઇદમાકાર અપક્ષવૃત્તિ ઉપન થાય છે, અને પછી “આ રજત છે', એવો ભ્રમ થાય છે. આ પહેલી ઉત્પન્ન થયેલી ઈદમાકાર અપરોક્ષવૃત્તિ અજ્ઞાનની નિવતક નથી કે છે ? જે અજ્ઞાનની નાશક ન હોય તે ઉપર કહેલે સંકેચયુક્ત નિયમ પણ બરાબર નથી. જેમ પ્રત્યેક અપક્ષવૃતિ અજ્ઞાનનિવર્તક છે એવો નિયમ નથી કારણ કે અહમાકાર વૃત્તિમાં વ્યભિચાર છે, એની બાબતમાં આ હકીકત જોવા મળતી નથી, તેમ બાહ્ય ધટાદિવિષયક દરેક અપક્ષવૃત્તિ અજ્ઞાનનિ તક છે એ મિ પણ નથી કારણ કે ઇદમાકાર વૃત્તિમાં વ્યભિચાર છે. બાહ્ય ઈદમ' અંગે વૃત્તિ છે પણ અજ્ઞાનને નાશ નથી. જે એથી અજ્ઞાનને નાશ થાય છે એમ માનીએ તે રજતનું ઉપાદાન નહીં રહે અને તેથી તેની ઉત્પત્તિ શકય નહી બને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org