________________
પ્રથમ પાંચછેદ
૨૦૭ કવિતા(કચક્રવતી નૃસિંહભોપાધ્યાય તે માને છે કે (રજતભ્રમ સ્થળે) આ રજત છે. (“રું ગામ') એ ભ્રમરૂપ વૃત્તિ સિવાયની (તેનાથી પ્રથફ) ૨જતી ઉપત્તિની પહેલાં “ઇદમ્ ' આકારવાની વૃત્તિ જ નથી, તેથી તેમાં અજ્ઞાન વિકત્વ છે કે નહિ એ વિચાર આલંબન (આધાર) વિનાને છે. જેમ કે – શ્રમરૂપ વૃત્તિથી પ્રથક ૧ ઇદમ' આકારવાળી વૃત્તિ અનુભવથી સિદ્ધ નથી, કારણ કે બે જ્ઞાનેને અનુભવ નથી. (તેમ) અધિષ્ઠાતનું સામાન્ય જ્ઞાન અધ્યાસનું કારણ છે માટે તેવી વૃત્તિ) તેના કાર્ય પરથી કલપી શકાય એવું પણ નથી કારણ તે (અધિષ્ઠાનના સામાન્ય જ્ઞાનરૂપ “ ઇદમ્ ” આકારવાળી વૃત્તિ) તેનું કારણ છે એ બાબતમાં કે પ્રમાણ નથી.
અને અધિષ્ઠાન સાથેનો (ઈન્દ્રિયનો સંબંધ ન હોય ત્યારે ૨જતાદિની ઉત્પતિ થતી નથી એ એ બાબતમાં પ્રમાણ છે એવું નથી, કારણ કે તેથી તે દુષ્ટ ઇન્દ્રિયને સંબંધ જ અધ્યાસના કારણ તરીકે પ્રાપ્ત થાય છે.
શકા : સંપ્રયાગ (ઈન્દ્રિયને સંબંધ) સર્વત્ર જમવ્યાપી નથી (–અર્થાત જ્યાં બમ હોય ત્યાં સંપ્રયેાગ હોય જ છે એવું નથી, જ્યારે અધિષ્ઠાનનું કુરણ (સામાન્ય જ્ઞાન) તે સ્વતઃ પ્રકાશમાન પ્રત્યગામા (રૂપી અધિષ્ઠાન) પર અહંકારના અધ્યાસને પણ વ્યાપે છે.
ઉત્તર : આવી દલીલ કરવી જોઈએ નહિ, કારણ કે તે (અધિષ્ઠાનનું સામાન્ય જ્ઞાન) પણ ઘટાદિના અધ્યાસનું વ્યાપી નથી, કેમ કે ઘટાદના પ્રત્યક્ષ જ્ઞાનની પહેલાં તેના અધિષ્ઠાનભૂત નીરૂપ બ્રહ્મમાત્રને વિષય કરનારી કોઈ ચાક્ષુષ વૃત્તિ સંભવતી નથી, અને) સ્વરૂપપ્રકાશ (પણ) આવૃત છે. જે સ્વરૂપ પ્રકાશ) આવૃત હેય કે અનાવૃત, સમાનપણે અધિષ્ઠાને પ્રકાશ માત્ર અધ્યાસનું કારણ બને છે એમ કહેવામાં આવે તે શુક્તિના “ઈદમ અંશ સાથે (ઈદ્રિય) સંપ્રયેાગ થાય તે પહેલાં પણ તેનાથી મુક્તિથી) અવછિન ચૈતન્યરૂપ પ્રકાશ જે આવૃત છે તેનું અસ્તિત્વ હોય છે તેથી ત્યારે પણ અધ્યાસ થે જોઈએ (પણ તેમ થતું નથી).
શકા : અધ્યાસસામાન્યમાં અધિષ્ઠાનનું પ્રકાશસામાન્ય હેતુ છે અને પ્રતિભાસિક અયાસમાં અભિવ્યક્ત અધિષ્ઠાનનો પ્રકાશ હેતુ છે તેથી (ઉપર કહેલ) અતિપ્રસંગ નથી; કેમ કે સામાન્યમાં સામાન્ય અને વિશેષમાં વિશેષ હેતુ હોય એ ઉચિત છે.
ઉત્તર : આવી દલીલ કરવી નહિ, કારણ કે આમ પણ (આમ માનવા છતાં) શંખમાં પ્રતિભાસિક પીળાશના અને કૂવાના પાણીમાં પ્રતિભાસિક નીલત્વના વગેરે અધ્યાસેને આ (અભિવ્યક્ત અધિષ્ઠાનનું પ્રત્યક્ષ) વ્યાપતું નથી, કારણ કે રૂપરહિત (દ્રવ્યનું ચાક્ષુષ જ્ઞાન સંભવતું નથી અને ત્યારે (અધ્યાસની પહેલાં) શંખ આદિમાંના શુકલરૂપનું જ્ઞાન ન હોવાને કારણે અધ્યાસની પહેલા રૂપરહિત શંખાદિ અધિષ્ઠાનવિષયક વૃત્તિ સંભવતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org