________________
सिद्धान्तलेशसङ्ग्रह અવચ્છિન્ન વહનિથી પ્રકાશિત થાય છે તેમ જ્ઞાન, સુખ વગેરે અન્તઃકરણની વૃત્તિઓ સવ–સ્વાવચ્છિન્ન (પતતાથી અવચ્છિન્ન) અનિત્ય સાક્ષીથી પ્રકાશિત થાય છે તેથી તેમની બાબતમાં પણ સંસ્કારનું આધાન યુક્ત છે. પણ જે
“એક ઘટના આકારવાળી બુદ્ધિમાં રહેલ ચિત (ચિદાભાસ) ઘટને જ પ્રકાશિત કરે; ઘટના જ્ઞાતતા બ્રહ્મચૈતન્યથી પ્રકાશિત થાય છે” - એમ ટસ્થદીપમાં કહેલે પક્ષ કે વિષયનું વિશેષણરૂપ જ્ઞાન વિષયથી અવચ્છિન્ન બ્રહ્મચૈતન્યથી પ્રકાશિત થાય છે; અને જે તપ્રદીપિકામાં કહેલ પક્ષ કે જ્ઞાન, ઇચ્છા વગેરે અનવછિન શુદ્ધ ચૈતન્યરૂપ નિત્ય સાક્ષીથી પ્રકાશિત થાય છે, તે બનેમાં પણ ચૈતન્ય સ્વસંસૃષ્ટના અપરોક્ષજ્ઞાન રૂપ હોવાથી વૃત્તિને સંસગ અવશ્ય માનવે પડશે. તેથી તેનાથી (જ્ઞાન ઈચ્છાદિ વૃત્તિથી) સંસૃષ્ટ (સાક્ષી) અનિત્યરૂપ હોવાથી તેમનામાં સંસ્કારના આધાનમાં કઈ અનુપપત્તિ નથી.
વિવરણ : ઉપરની શંકાનું સમાધાન કરતાં અહીં એવી રજૂઆત કરી છે કે અહં. કારાદિ વિષયક વૃત્તિ વિના જ સંસ્કારની ઉપપત્તિ છે તેથી સિદ્ધાન્તને વિરોધ નથી. અહંકાર જેમ પિતાથી (અહંકાથી) અવચ્છિન્ન સાક્ષીથી પ્રકાશિત થઈ શકે છે તેમ ઘટ પટાદિ વિષય અંગેની વૃત્તિથી અવચ્છિન્ન સાક્ષીથી પણ પ્રકાશિત થઈ શકે છે. તેથી તે (અર્થાત ધટાદિ અંગેની વૃત્તિથી અવછિન્ન સાક્ષિ–ચૈતન્ય અનિત્ય હોવાથી જેમ ધટાદિ વિષયની બાબતમાં સંસ્કારનું આધાન સંભવે છે તેમ તે જ વૃત્તિથી અવછિન સાક્ષિચૈતન્યથી જ અહંકારાદિની બાબતમાં પણ સંસ્કારનું આધાન સંભવે છે તેથી અહંકારાદિવિષયક વૃત્તિની અપેક્ષા નથી એ ભાવ છે.
શકા :- અહંકારથી વ્યતિરિક્ત ઘટાદિની બાબતમાં સર્વત્ર આપણે જોઈએ છીએ કે વિષયાકાર (વટાદિ આકારવાળી) વૃત્તિથી અવચ્છિન્ન ચૈતન્યથી જ ઘટાદિ વિષયક સંસ્કારનું આધાન થાય છે. તેથી એવો નિયમ તારવી શકાય કે પિતાને વિષેની વૃત્તિથી જ પિતાને વિષે સંસ્કારનું આધાન થાય છે. તે અહંકાર માત્રની બાબતમાં જ કેમ શકય બને કે અન્ય વિષયક વૃત્તિથી અહંકારવિષયક સંસ્કારનું આધાન થાય? ;
ઉત્તર : સ્વાકાર વૃત્તિથી અવછિન્ન સાક્ષીથી જ પિતાને વિષે સંસ્કારનું આધાન થાય છે એ નિયમ નથી, કારણ કે તેને માટે કઈ પુરા નથી. અને તે પ્રાજક નથી, ઊલટું એ નિયમ હેય તે વૃતિવિષયક સંસ્કાર સંભવ ન હોવાથી વૃત્તિની સ્મૃતિ સંભવશે નહિ. જ્ઞાનરૂપ વૃત્તિના સંસ્કારાદિને માટે વૃત્તિવિષયક અન્ય વૃત્તિ માનીએ તો અનવસ્થાને દોષ આવી પડશે. ઘટાદિ વિષયક વૃત્તિના સ્મરણની સિદ્ધિ માટે એ વૃત્તિવિષયક બીજી વૃત્તિ સ્વીકારવામાં આવે તો એ બીજી વૃત્તિના સ્મરણને માટે એ બીજી વૃત્તિવિષયક ત્રીજી વૃત્તિ પણ માનવી પડે અને આમ તે તે વૃત્તિવિષયક વૃત્તિ માનવી પડે તેથી છે અનવસ્થાને પ્રસંગ થાય
- શંકા ઃ બીજી ત્રીજી આદિ વૃત્તિઓમાંથી કેટલીક અજ્ઞાત હોઈને જ નાશ પામે છે એમ માની શકાય તેવી અનવસ્થાને પ્રસંગ નહીં થાય.
ઉત્તર : ઉત્પન્ન થયેલી વૃત્તિનું જ્ઞાન થવું જ જોઈએ. નહીં તે ઘટાદિ આકારવાળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org