________________
૨૦૦.
सिद्धान्तलेशसहमहः કારણ કે અન્યજ્ઞાનની ધારા વખતે અવિદ્યાવૃત્તિઓને પણ માનવામાં આવે તે એક સાથે બે વૃત્તિઓ માનવી પડે જે યુક્ત નથી.
ઉત્તર : અવિદ્યાવૃત્તિઓથી સંસ્કારનું આધાન થાય છે એ પક્ષમાં અન્યના જ્ઞાનની ધારા વખતે અમર્યાદિના અનુસંધાનની ઉપપત્તિ છે. માથામાં વેદના, પગમાં સુખ” એમ અવછેદક ભેદથી જેમ સુખ અને દુઃખને સાથે અનુભવ થાય છે એમ જોઈએ છીએ તેમ અન્યના જ્ઞાનની ધારાના કાળમાં પણ અન્ય વસ્તુ વિષયક અન્તઃકરણત્તિ અને આતમર્થવિષયક અવિદ્યાવૃત્તિ એમ બે વૃત્તિઓ એક સાથે પ્રભાતામાં અવચ્છેદકભેદથી હેય તે તેમાં કોઈ વિરોધ નથી. - શક : અવિદ્યાવૃત્તિના સંતાનની વાત કરી છે એ બરાબર નથી. અન્યજ્ઞાનની ધારાના કાળમાં એક જ અવિદ્યાવૃત્તિ છે એમ કહી શકાય, કારણ કે ભિન્ન ભિન્ન અનેક અવિદ્યાવૃત્તિઓ છે એમ માનવા માટે પ્રમાણ નથી; અને એક અવિદ્યાવૃત્તિ માનવામાં લાધવ છે.
ઉત્તર : સાચુ છે. તે પણ અન્ય જ્ઞાનની ધારા અન્તઃકરણત્તિઓની સંતતિરૂપ છે તેથી તત્કાલીન અવિદ્યાવૃત્તિ પણ સંતતિરૂપ સંભવે છે એ સંભાવના માત્રથી “અવિદ્યાવૃત્તિ સન્તાન' એમ કહ્યું છે અને એટલે જ કહ્યું છે કે સત્તાનો સંભવ છે.
अपरे तु-अहमाकारा वृत्तिरन्तःकरणवृत्तिरेव । किं तु उपासनादिवृत्तिवन्न ज्ञानम्, क्लुप्ततत्करणाजन्यत्वात् । न हि तत्र चक्षुरादिप्रत्यक्षलक्षणं सम्भवति, नवा लिङ्गादिकम्, लिङ्गादिप्रतिसन्धानशून्यस्याप्यहङ्कारानुसन्धानदर्शनात् । नापि मनः करणम् । तस्योपादानभूतस्य क्वचिदपि करणत्वाक्लुप्तेः । तर्हि आमर्थप्रत्यभिज्ञाऽपि ज्ञानं न स्यादिति चेत्, न, तस्या अहमंशे ज्ञानत्वाभावेऽपि तनांशे स्मृतिकरणत्वेन क्लुप्तसंस्कारजन्यतया ज्ञानत्वात् । अंशभेदेन ज्ञाने परोक्षत्वापरोक्षस्ववत् प्रमात्वाप्रमात्ववच्च ज्ञानत्वाज्ञानत्वयोरपि अविरोधादित्याहुः ।
જ્યારે બીજા કહે છે કે અહમાકાર વૃત્તિ અન્તઃકરણવૃત્તિ જ છે. પણ ઉપાસનાદિ વૃત્તિની જેમ તે જ્ઞાન નથી કારણ કે તેના (જ્ઞાનનાં) જે કરણ માન્યાં છે તેનાથી તે જન્ય નથી; દેખીતી રીતે ત્યાં તેની બાબતમાં) ચક્ષુરાદિ પ્રત્યક્ષલક્ષણ (કરણ નથી) કે લિંગાદિ (કરણ) નથી, કેમકે લિંગાદિન પ્રતિસંધાન વિનાનાને પણ અહંકારનું અનુસંધાન થતું જોવામાં આવે છે. તેમ મન પણ (તેનું) કરણ નથી, કારણ કે ઉપાદાનભૂત એવા તેને ક્યાંય કરણ તરીકે માનવામાં નથી અવુિં. શંકા થાય કે તે પછી અહમર્થની પ્રત્યભિજ્ઞા પણ જ્ઞાન નહીં હોય. આને ઉત્તર છે કે ના. તેનું (પ્રત્યભિજ્ઞાનાનું) “અહમ' અંશમાં જ્ઞાનત્વ ન હોવા છતાં “તત્તા” (તેપણુ) અંશમાં જ્ઞાનવું છે કારણ કે સ્મૃતિના કરણ તરીકે માનેલા સંસકારથી તે જન્ય છે. અંશભેદથી જેમ જ્ઞાનમાં પરોક્ષ અને અપક્ષને વિરેાધ નથી અને પ્રમાત્વ અને અપ્રમાત્વને વિરોધ નથી તેમ જ્ઞાનત્વ અને અજ્ઞાનત્વને પણ વિરોધ નથી (તેથી અહમર્થ–પ્રત્યભિજ્ઞામાં “અહમ” અંશમાં અજ્ઞાનત્વ અને “તત્તા' અશમાં જ્ઞાનત્વ છે. (આમ અહમથ અંશમાં અન્તઃકરણવૃત્તિથી જ સંસ્કારનું આધાન સંભવે છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org