________________
પ્રથમ પરિચ્છેદ વ્યાખ્યા પ્રમાણે ભાષાન્તર આમ હોવું જોઈએ –(ઊંઘમાંથી) ઊઠેલાની બાબતમાં અવિદ્યા આદિનું અનુસંધાન સિદ્ધ થાય તે માટે સુષુપ્તિમાં કરિપત અવિદ્યાદિ વિષયક અવિદ્યાદિવૃત્તિની જેમ અહમ આકાર અવિદ્યાવૃત્તિને માનીને અહમર્થની બાબતમાં સંસ્કારનું ઉપપાદન કરે છે.
અને આ પક્ષમાં “આટલે વખત હું આ જોતો જ રહ્યો” એમ અન્યના જ્ઞાનની ધારા વખતે અહમથેનું અનુસંધાન અનુપપન્ન નહિ બને (અનુપપન્ન બનશે એવી શંકા કરવી નહિ) –કારણ કે અવચ્છેદકભેદથી જેમ સુખ અને દુઃખ એક સાથે થાય છે તેમ બે વૃત્તિઓ સાથે થાય તેમાં વિરોધ નથી તેથી અન્યના જ્ઞાનની ધારાના સમયે પણ અહમાકાર અવિદ્યાવૃત્તિની સંતતિ (પ્રવાહ) સંભવે છે. - વિવરણ : જે સ્વગોચર વૃત્તિથી જ સ્વસંસ્કારનું ઉત્પાદન થાય છે એમ જ કહેવું &ોય તે પણ અનુપપત્તિ નથી, કારણ કે અહંકાર અને તેના ધર્મોને વિષય કરનારી અવિદ્યા વૃત્તિઓથી સંસ્કારના આધાનને સંભવ છે. વૃત્તિવિષયક વૃત્તિ માનવાથી અગાઉ કહેલ અનવસ્થા દેષ આવી પહશે એવી શંકા કરવી નહિ, કારણ કે અવિદ્યાવૃત્તિઓ અનુભવને યોગ્ય નથી તેથી તેમને વિષે જ્ઞાનને માટે કે સંસ્કારને માટે જ્ઞાન, ઇચ્છા આદિના અનુભવકાળે બીજી અવિદ્યાવૃત્તિઓ માનવામાં આવતી નથી. સુષુપ્તિમાં અવિદ્યાવૃત્તિઓ સંસ્કાર ઉત્પન્ન કરે છે એ માનવામાં આવે છે તેથી આમાં ગોરવ દેષ નથી. આવા આશયથી બીજે મત અહીં રજૂ કર્યો છે.
કણાનંદતીર્થને અપ્પય્યદીક્ષિતની શબ્દ-રચના રુચી નથી–“ મૂળમાં શબ્દો જેમ વંચાય છે તેમ તે એવી ભ્રાન્તિ થાય કે સુષુપ્તિમાં જે અવિદ્યાદિનું અનુસંધાન છે તેની સિદ્ધિને માટે તથા સુષુપ્તિમાં કવિપત વૃત્તિને જ અહંકાર માની છે.” તેમણે શબ્દોની યોજના કરી છે તે પ્રમાણે ઉપર અર્થે આવે છે. “અવિદ્યાદિમાં આદિ પદથી સુખ અને સુષુપ્તને સંગ્રહ કર્યો છે. “સુહમદમાશં વિદ્યારિક '–“હ સુખે સૂતે; મેં કંઈ જાણ્યું નહિ –એમ સુષુપ્તિકાલીન સુખ, સુષુપ્તિ અને અવિદ્યાનું ઊંધમાંથી ઊડ્યા પછી અનુસંધાન થતું જોવામાં આવે છે. તત્કાલીન અવિદ્યાદિ-અનુભવ નિત્ય સાક્ષીરૂપ હોવાથી તેને અવિદ્યા-વૃત્તિરૂપ અવચ્છેદક ની કલ્પના કરવામાં ન આવે તે સંસ્કાર ન સંભવે અને તેથી ઉપર કહેલ અનુસંધાનના અભાવને પ્રસંગ થાય.
શંકા : અજ્ઞાન, અહંકારાદિ વિષયક અવિદ્યાવૃત્તિ માનવામાં આવે તો તે અજ્ઞાનાદિ કેવલ સાક્ષીથી વેદ્ય છે એ સિદ્ધાન્તને બાધ થાય.
ઉત્તર : ના, નહીં થાય. અવિદ્યાવૃત્તિઓ માનેલાં જ્ઞાનનાં કરણાથી ઉત્પન્ન થતી નથી તેથી તે જ્ઞાનાત્મક વૃત્તિ નથી. કેવલ સાક્ષી એટલે જ્ઞાનાત્મક વૃત્તિથી અનુપહિત સાક્ષી. (અહમથની વાત કરી છે ત્યાં તેના ધર્મોને પણ સંગ્રહ કરવો જોઈએ કારણ કે તુલ્ય ન્યાયે અહમથેના ધર્મોની બાબતમાં પણ અવિદ્યાવૃત્તિઓથી સંસ્કારનું ઉ૫પાદન કર્યું છે એમ વિચારવું જોઈએ.)
શંકા : આ પક્ષમાં અન્યના જ્ઞાનની ધારા ચાલતી હોય ત્યારે અહમર્યાદિવિષયક અવિદ્યાવૃત્તિને સંભવ ન હોવાથી અહમર્યાદિની બાબતમાં સંસ્કાર ઉત્પન ન કરી શકાય;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org