________________
પ્રથમ પરિચ્છેદ
૧૯૧ सर्वथापि साक्षिचैतन्यस्यानावृतत्वेनावरणाभिभवार्थ वृत्तिमनपेक्ष्यैव तेनाहङ्कारादिप्रकाशनमिति तुल्यमेव ॥१६॥ - જ્યારે બીજા કહે છે કે આનંદ પ્રકાશમાન હવા, છતાં “મારામાં (વેદાંતપ્રતિપાદ્ય આનંદ) નથી, નથી પ્રકાશતો એ આવરણનો અનુભવ હોવાથી તે આવૃત જ છે. કારણ કે સાક્ષી એક હોવા છતાં તેમાં અવિદ્યાથી કપિત રૂપભેદ સંભવે છે તેથી ચિત રૂપથી અનાવરણ અને આનંદરૂપથી આવરણ હવામાં વિરોધ નથી; અને સ્વરૂપ-પ્રકાશ આવરણને નિવક ન હોવાથી તે પ્રકાશતો હોય તે પણ આવરણ હેવામાં વિરોધ નથી; અને “તમે કહેજો અર્થ હું જાણતા નથી એમ પ્રકાશમાનમાં જ આવરણ જોવામાં આવે છે. એવી શંકા થાય કે “ ત્યાં (‘તમે કહેલે અથ હું જાણતો નથી” એ અનુભવમાં) આવરણ રહિત જે સામાન્ય આકાર છે તેના અવચ્છેદથી વિશેષનું આવરણ જ અનુભવાય છે”—પણ આવી દલીલ કરવી નહિ કારણ કે એકના આવરણનું ભાન અન્યના અવચ્છેદથી થાય તે અતિપ્રસંગ (ધ્રાષ) થાય. અને સામાન્ય વિશેષભાવ નિયામક છે તેથી અતિપ્રસંગ નહીં થાય એમ કહેવું નહિ, કારણ કે વ્યાયવ્યાપકભાવથી અતિરિક્ત સામાન્ય-વિશેષભાવ ન હોવાથી ‘અગ્નિને જાણ નથી” એમાં (અગ્નિના આવરક અજ્ઞાનના અનુભવ સ્થળમાં) ધૂમના આવરક અજ્ઞાનના અનુભવને પ્રસંગ થશે. તેથી જેનાથી અવચ્છિન્ન વિશેષિત) તરીકે અજ્ઞાન પ્રકાશે છે તે જ આવૃત છે માટે (વસ્તુ) પ્રકાશમાન હોવા છતાં તેને વિષે અજ્ઞાન હોય એ યુક્ત છે.
' અને અજ્ઞાન જેમ સાક્ષી અશને છોડીને તેનાથી અન્ય) શૈતન્યનું આવરણ કરે છે તેમ તે તે સુખરૂપ વૃત્તિથી કેળિયો બનાવેલ વિષય બનાવેલ) આનંદને છોડીને (અન્ય) આનંદનું આવરણ કરે છે. તે (સુખવૃતિવિષયત્વ પર આધારિત અનાવરણ7) જ વિષયાનંદને આવરણભિભવ છે. અને એ આવરણનો અભિભવ, જેમ વહેલી સવારે ( સૂર્યના પ્રકાશના તારતમ્યથી) બાહ્ય આવરણ (તમસ, અંધકાર ) ને અભિભવ તરતમ ભાવથી (એ છે-વત્તો) થાય છે, તેમ કારણવિશેષથી જન્ય વૃત્તિવિશેષને લીધે તરતમભાવથી થાય છે. આથી સ્વરૂપાનંદ અને વિષયાનંદનો અને વિષયાનંદને એકબીજાથી ભેદ સિદ્ધ થાય છે. (-એમ આ બીજાએ કહે છે). ' પણ બધી રીતે (-સ્વરૂપાનંદને આવૃત માનીએ કે અનાવૃત બને પક્ષમાં–) સાક્ષિ-ચૈતન્ય અનાવૃત હોવાથી આવરણ ના અભિભવને માટે વૃત્તિની અપેક્ષા રાખ્યા વિના જ તેનાથી (સાક્ષિ-ચૈતન્યથી અહંકારાદિનું પ્રકાશન થાય છે એ બન્ને પક્ષમાં) સમાન જ છે
વિવરણ : સાક્ષિ–ચૈતન્ય અનાવૃત્ત હોય તે તેનાથી અભિન્ન આનંદ પણ અનાવૃત હેવો જોઈએ તેથી મુક્તિ અને સંસારમાં કઈ ભેદ રહે નહિ એ પૂર્વપક્ષ પ્રાપ્ત થતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org